Vadodara: ભાજપ દ્વારા ડેસર તા. પં.ના પ્રમુખ, ઉપપ્રમુખ, સહિતના મેન્ડેટ અપાયા
સોમવારે સવારે 11 વાગ્યે ડેસર તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ સહિત કારોબારી પક્ષના નેતા દંડક તરીકેની ચૂંટણી થશે. જેની વિધિવત જાહેરાત કરાશેઆજે તા 24/5 રવિવારના રોજ ડેસર તાલુકા પંચાયત ખાતે બેઠકવડોદરા જિલ્લા ભાજપ પ્રભારીએ મેન્ડેટ કવર ખોલી નામોની જાહેરાત કરી હતી. તેમાં ડેસર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વનરાજસિંહ ભગવાનસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ તરીકે કીરણ બેન અલ્કેશ મહેતા, કારોબારી ચેરમેન દલપતસિંહ નરવતસિંહ પરમાર, પક્ષના નેતા નીલમબેન રાજદીપસિંહ પરમાર, દંડક તરીકે જાગૃતીબેન વિરેન્દ્રસિંહ પરમારના નામોના મેન્ડેટ જાહેર કરાયા હતા. પ્રમુખ ઉપપ્રમુખના નામોની જાહેરાત થતા ભારત માતાકી જય ના નારા લાગ્યા હતા. હવે આવતીકાલે મેન્ડેટ પ્રમાણે ઉમેદવારી કરાશે અને ચૂંટણી યોજી જાહેરાત થશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward