android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: શ્રીમદ્ ભાગવત ભગવાનનું પૂજન, પુરુષોત્તમ સહસ્ત્ર નામાવલીનું પઠન
calendar_today May 25, 2026

Vadodara: શ્રીમદ્ ભાગવત ભગવાનનું પૂજન, પુરુષોત્તમ સહસ્ત્ર નામાવલીનું પઠન

પાદરામાં રંગ પરિવાર દ્વારા આયોજિત શ્રી રંગફર્મ ખાતે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથાના છઠ્ઠા દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સવારના પ્રારંભે વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાતઃ પૂજન તેમજ શ્રીમદ ભાગવત ભગવાનનું વિધિવત પૂજન કરાયું હતું. ત્યારબાદ પુરુષોત્તમ સહસ્ત્ર નામાવલીના પાઠ સાથે ભગવાન રાધા કૃષ્ણનું તુલસી દલથી પૂજન કરાયું અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.આ પ્રસંગે ભગવાન શ્રી રાધાકૃષ્ણને તુલસી અર્પણ કરી વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. ભક્તોએ ભાવભીની પ્રાર્થનાઓ સાથે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવીહતી. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી કથાનો લાભ લીધો હતો. સાંજે ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્માના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ હતી. શ્રીકૃષ્ણ જન્મના પાવન પ્રસંગે સમગ્ર રંગફર્મ નંદ ઘેર આનંદ ભયોના જયઘોષોથી ગુંજી ઉઠયું હતું. ભક્તોએ આનંદ અને ઉમંગ સાથે ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરી હતી. જન્મોત્સવ દરમિયાન ભક્તો દ્વારા મઠડી, બુંદી, ઠોર, સાકર, ચોકલેટ સહિતના પ્રસાદ ઠાકોરજીને અર્પણ કરવામાં આવ્યા હતા. વિશેષ કરીને બાળકૃષ્ણને પ્રિય એવા વિવિધ ભોગ ધરાવાયો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoi: ડભોઇના અબ્દલાપુરા ગામે લાખોના ખર્ચે બનાવેલા ચેકડેમની દુર્દશા થઇ
calendar_today May 25, 2026

Dabhoi: ડભોઇના અબ્દલાપુરા ગામે લાખોના ખર્ચે બનાવેલા ચેકડેમની દુર્દશા થઇ

ડભોઇ તાલુકાના અબ્દલાપુરા ગામે ચેકડેમ બનાવાયો હતો. જે બાબતે વર્ષ 2019 અને ત્યારબાદ સતત મરામત ખર્ચ સહિતની કામગીરી કરેલ છે. પરંતુ કરેલ કામગીરી ઉપર યોગ્ય દેખરેખ ના હોય અને જવાબદાર અધિકારીઓની નિષ્કાળજીને લીધે આ ચેકડેમ પાછળનો ખર્ચ બિનઉપયોગી થઇ ગયેલ હોવાનું ગ્રામજનોએ જણાવેલ છે.ચેકડેમમાં વચ્ચે પાટિયાની કે અન્ય આડસ ના મૂકવાને કારણે બધું જ પાણી વહી જતું હોવાનું પણ દેખાઈ આવેલ છે. તેમજ સાઇડ ઉપર બનાવેલ માટીના પાયા અને પ્રોટેક્શન વોલની હાલત પણ ખસ્તા થઇ જવા પામેલ છે. ઉપરાંત યોગ્ય જાળવણી અને મરામત ના અભાવે ઝાડી ઝાંખરા પણ પાણીની વચ્ચે ઉગીને બહાર ડોકાઇ રહેલ છે. આ ઉપરાંત ચેકડેમ તળાવને ઊંડું કરવાની કામગીરી બાબતે પણ તંત્ર દ્વારા કોઈ પગલા ના લેવાતા માટીના ઢગલાનો થર જામી ગયેલ હોવાનું પણ સ્પષ્ટ દેખાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoi: ડભોઇના જેસિંગપુરા ગામે વૃક્ષ કાપવા મુદ્દે તકરાર
calendar_today May 25, 2026

Dabhoi: ડભોઇના જેસિંગપુરા ગામે વૃક્ષ કાપવા મુદ્દે તકરાર

ડભોઇ : ડભોઇ તાલુકાના જેસિંગપુરા ગામે સહિયારી આમલીનું વૃક્ષ કાપવાના પ્રશ્ન તકરાર થતા હુમલો થયો હોવાની ફરિયાદ ચાણોદ પોલીસ મથકમાં નોંધાવાઈ છે.પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈ તાલુકાના જેસિંગપુરા ગામે રહેતા 65 વર્ષના ગોવિંદ ભાઈલાલ તડવીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પાડોશમાં રહેતા તેમના પરિવારના જ સંજય રમણ તડવી સાથે તેમની સહિયારી આમલીનું વૃક્ષ છે.આ વૃક્ષ ગોવિંદભાઈએ કટીંગ કર્યું હતું. તેથી 21મી તારીખે રાત્રે 8:30 વાગ્યે હાથમાં લોખંડની વાસી અને લાક્ડાના દંડા લઈને ગોવિંદભાઈ ના ઘરે સંજય ઉપરાંત તેનો દીકરો વિશાલ, અને رવિદાસ ઉપરાતે જયરાજ અરવિંદ તડવી આવ્યા હતા અને સહિયારી આમલીના વૃક્ષને કાપવાના પ્રશ્ને તકરાર તકરાર કરી હતી અને અમને કેમ કાપવા દેતા નથી તેમ કહી ગોવિંદભાઈના માથા પર વાસી ફ્ટકારી હુમલો કર્યો હતો ત્યારે બચાવવા માટે મંજુલાબેન અને સુરેશભાઈ આવી ગયા હતા. તો તેમને પણ માર મારી ચારેય વ્યક્તિ નાસી ગયા હોવાની ફરિયાદ ચાણોદ પોલીસ મથકમાં નોંધાવાઈ છે. આ બનાવમાં રવિ સંજય તડવીએ પણ ગોવિંદભાઈ લાલ તડવી અને તેના દીકરા સંજય ગોવિંદ તડવી સામે વૃક્ષ કાપવાની બબાલમાં હુમલો કર્યો હોવાની વળતી ફરિયાદ નોંધાવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward