android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra: ગોધરાના પોપટપુરા ગામે જુગાર રમતા એકની ધરપકડ
calendar_today May 25, 2026

Godhra: ગોધરાના પોપટપુરા ગામે જુગાર રમતા એકની ધરપકડ

ગોધરા : ગોધરા તાલુકા પોલીસ ધ્વારા ગત રોજ પોપટપુરા ગામની સીમમાં આવેલા ખુલ્લા ખેતરમાં રેઇડ કરી હતી.જે રેઇડ દરમિયાન જુગાર રમતા ઈસમોમાં નાસભાગ મચી હતી. પોલીસે ઈમરાન ઇસ્માઇલ પઠાણને ઝડપી પાડયો હતો. જ્યારે જાવેદ મુઝફ્ફ્ર ખાન પઠાણ અને ઈલ્યાકત ઈબ્રાહિમ નામના બંને ઈસમો પોલીસ ને જોઈ નાસી ગયા હતા. પોલીસે આ જુગાર ની રેઇડ દરમિયાન ઝડપાયેલા ઇસમની અંગજડતી અને દાવ ઉપરથી કુલ રૂા.1000 કબ્જે કર્યા હતા. ત્યારે સમગ્ર મામલે પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: પાદરા જૈન સમાજનું ગૌરવ
calendar_today May 25, 2026

Vadodara: પાદરા જૈન સમાજનું ગૌરવ

વડોદરા : પાદરાના મૂળ માજી ડે. એન્જીનીયર (GEB ) કિરીટભાઈ નટવરલાલ શાહ તથા ચંદ્રિકાબેન કિરીટકુમાર શાહની પુત્રી અમિષાબેન હેમાંગકુમાર શાહ (કારેલીબાગ) ની પુત્રીઓ નિશીબેન હેમાંગ શાહે IIT ગાંધીનગરથી બી.ટેક ઇલેક્ટ્રીકલ ડિન્સ્ટિક્શન સાથે પૂર્ણ કરેલ છે. અને ત્રિશાબેન હેમાંગ શાહે ધો.12 સાયન્સ CBSEમા 97 % મેળવી ઉચ્ચ ગુણવત્તા પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધાર્યુંછે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ઓઢવમાં પાઇપલાઇનમાં ભંગાણઃ હજારો લીટર પાણીનો વ્યય
calendar_today May 24, 2026

ઓઢવમાં પાઇપલાઇનમાં ભંગાણઃ હજારો લીટર પાણીનો વ્યય

ઓઢવ કેનાલથી સોનીની ચાલી તરફ્ જતા માર્ગ પર અક્ષય રો હાઉસની નજીક આજે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું છે. છેલ્લા કેટલાક સમયથી હજારો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વહી રહ્યું છે. એક તરફ્ ઉનાળાની કાળઝાળ ગરમીમાં નાગરિકો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ્ તંત્રની ઘોર બેદરકારીને કારણે પાણીનો આડેધડ વ્યય થઈ રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward