ઓલિમ્પિકનાં સપનાં ? ખોખરા વિસ્તારના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સુવિધાઓના નામે ભંગાર અને ગંદકી!
એક તરફ્ અમદાવાદ શહેરને વૈશ્વિક સ્તરે ચમકાવવા અને વર્ષ 2036ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવા માટે તંત્ર કરોડો-અબજો રૂપિયાના આયોજનો કરી રહ્યું છે. બીજી તરફ્, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ગરીબ અને મધ્યમ વર્ગના ઉભરતા ખેલાડીઓ માટે આશા સમાન જિલ્લા રમત સંકુલ, ખોખરા જે ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક આવેલુ છે તે આજે તંત્રની ઘોર અક્ષમ્ય બેદરકારીના કારણે દયનીય અને ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે.મહત્વનું છે કે ખોખરા સ્પોર્ટ કોમ્પ્લેક્સની મુલાકાત લેતા જ એવું લાગે છે કે અહીં કોઈ રમતવીરો તૈયાર નથી થઈ રહ્યા, પરંતુ રોગચાળો અને અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ગ્રાઉન્ડની ચારેય તરફ્ કચરાના ઢગલા, રૂમોની અંદર વગર ખેલાડીએ લાઈટો અને પંખાઓ ધમધમી રહ્યા છે, જે સરકારી નાણાં અને વીજળીનો સરેઆમ બગાડ દર્શાવે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward