android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ગોંડલમાં બંધ મકાનમાંથી માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટની કોહવાયેલી લાશ મળી
calendar_today May 24, 2026

ગોંડલમાં બંધ મકાનમાંથી માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટની કોહવાયેલી લાશ મળી

ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં આવેલા વૃંદાવન નગરમાંથી યાર્ડના કમિશન એજન્ટનો કોહવાયેલો અને ફૂલી ગયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બંધ મકાનમાંથી અતિશય દુર્ગંધ આવતા આસપાસના લોકો અને પરિવારજનોએ દરવાજો તોડીને જોતા આ કરૂણ ઘટના પ્રકાશમાં આવી હતી.વૃંદાવન નગરમાં રહેતા અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતા તેજશભાઇ હસમુખલાલ ગોટેચા (ઉ.વ. 47) નાં બંધ મકાનમાંથી અતિશય દુર્ગંધ આવતી હતી. મકાનનો મુખ્ય દરવાજો અને ઉપરના રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી સ્થાનિકો અને પરિવારજનોએ એકઠા થઈને બંને દરવાજા તોડયા હતા. રૂમમાં પ્રવેશતા જ બેડ પર તેજશભાઇ ગોટેચાનો ફૂલાઈ ગયેલો અને કોહવાયેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો. બનાવ અંગે બી'ડીવીઝન પોલીસ ને જાણ કરાતા બાવકુભાઇ ખાચર દોડી આવી મૃતદેહને ફેરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડયો હતો.તેજશભાઇ અપરિણીત હતા અને ઘરમાં એકલા જ રહેતા હતા.નવામાર્કેટ યાર્ડ માં કમિશન એજન્ટ તરીકે ઓફીસ ચલાવતા હતા. બે બહેનો વચ્ચે એક જ ભાઇ હતા.માતા પિતા ઘણા સમય થી ગુજરી ગયા છે.બન્ને બહેનો પૈકી એક બહેન ઉપલેટા તથા એક બહેન જામજોધપુર સાસરે છે.ઉપલેટા સ્થિત બહેન બે ત્રણ દિવસથી તેજશભાઇને ફેન કરતા હોય ફેન ઉપડતો ના હોય પોતાનાં પુત્ર સાથે ગોંડલ દોડી આવ્યા હતા.અને આડોશ પાડોશની મદદથી તેજશભાઇનાં બંધ મકાનનાં બારણા તોડયા હતા. બનાવનાં પગલે નગરપાલિકાનો ફયર સ્ટાફ્ અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફ્તે પ્રાથમિક પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતદેહ અત્યંત ખરાબ હાલતમાં હોવાથી અને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તેને ફેરેન્સિક પોસ્ટમોર્ટ માટે રાજકોટની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.ફેરેન્સિક પીએમમાં શરીર પર ઇજાનાં કોઇ નિશાન નાં હોય કુદરતી મોતનુ પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
પોરબંદરના અસ્માવતીઘાટ ખાતે દરિયાદેવની સામુહિક મહાઆરતી
calendar_today May 24, 2026

પોરબંદરના અસ્માવતીઘાટ ખાતે દરિયાદેવની સામુહિક મહાઆરતી

પોરબંદર જીલ્લા ભાજપ દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસ નિમિતે અસ્માવતી ઘાટ ખાતે દરિયાદેવ ની સામુહિક મહા આરતી નું આયોજન કરાયું હતુંહિંદુ ધર્મમાં પુરુષોત્તમ માસને દાન-પુણ્ય અને ભક્તિ માટે સર્વશ્રોષ્ઠ માસ માનવામાં આવે છે. આ પાવન માસ નિમિત્તે યોજાયેલી મહાઆરતીમાં સાંજે અસ્માવતી ઘાટનું વાતાવરણ 'જય દરિયાદેવ'ના નાદથી ગુંજી ઉઠયું હતું. મોટી સંખ્યામાં ભક્તજનો, शहरના આગેવાનો, મહિલાઓ અને યુવાનો ભક્તિભાવપૂર્વક મહાઆરતીમાં જોડાયા હતા.આ મહાઆરતી દ્વારા શહેરની વર્ષો જૂની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાને ઉજાગર કરવામાં આવી હતી. સમુદ્ર કિનારે વસતા પોરબંદરવાસીઓ માટે દરિયાદેવ પ્રત્યેની આસ્થા અનેરું મહત્વ ધરાવે છે. ઉપસ્થિત સૌએ દરિયાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.આ કાર્યક્રમને સફ્ળ બનાવવા ભાજપના કાર્યકરો, વિવિધ સામાજિક સંગઠનોના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
સાયલામાંથી સાયબર ક્રાઈમના નામે પૈસા પડાવતો નકલી DYSP ઝડપાયો
calendar_today May 24, 2026

સાયલામાંથી સાયબર ક્રાઈમના નામે પૈસા પડાવતો નકલી DYSP ઝડપાયો

સુરેન્દ્રનગર પાસેના સાયલામાં સાયબર ક્રાઈમના નામે ડીવાયએસપી પૈસા પડાવતો હોવાની માહિતીને આધારે રેન્જની ટીમે સાયલાના નકલી ડીવાયએસપીને ઝડપી લીધો હતો. તેની તલાશી લેતા તેના મોબાઈલમાંથી પોલીસના ડ્રેસ સાથેના ફોટા અને નકલી આઈ કાર્ડ મળી આવ્યા હતા. તેણે સાયબર ક્રાઈમના ગુનામાં રૂ.22 હજાર પડાવ્યાનું બહાર આવતા પોલીસે વધુ પુછતાછ હાથ ધરી છે.સાયલા-સુદામડા ચોકડી પાસે નકલી ડીવાયએસપી તોડ કરતો હોવાની માહિતીના આધારે પીએસઆઈ ભાનુભાઈ મિયાત્રા સહિતની ટીમે શંકાસ્પદ શખસને અટકાવી તેની પુછતાછ કરતા તે સાયલા, લાલજી મહારાજની જગ્યા પાસે, નવાગઢ રહેતો સોહિલખાન બિસ્મિલ્લાખાન પઠાણ હોવાનું જણાઇ આવ્યું હતું પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને સાયલા પોલીસ સ્ટેશનને હવાલે કર્યો હતો. જ્યાં તેની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવતાં આરોપી સોહીલ ખાન ધો.12 પાસ હોવાનું જાણવા મળ્યું હતું અને તે અગાઉ ટ્રેકટરના શો-રૂમમાં નોકરી કરતો હતો. તે છેલ્લા કેટલાક સમયથી એઆઈની મદદથી પોલીસ ડ્રેસમાં ફોટા બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતો હતો. તેણે સાયબર ક્રાઈમના ગુનામાં શંકાસ્પદ વ્યકિત પાસેથી બેંક ખાતુ સીઝ થયું હોય તે જનરેટ કરવી દીધાનો નકલી મેસેજ બનાવી તેની પાસેથી રૂ.22 હજાર પડાવ્યા હોવાનું બહાર આવતા પોલીસે મોબાઈલ, રોકડ, નકલી આઈ કાર્ડ સહિતની મતા કબજે કરી હતી. રાજકોટ રેન્જમાં સોશિયલ મીડિયા પર નજર રાખવા તેમજ હ્યુમન સોર્સ એક્ટિવ કરવા માટેની સૂચનાના આધારે રાજકોટ રેન્જની ટીમ સતત વોચમાં હતી. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ રેન્જ પોલીસની ટીમ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ અને તપાસમાં કાર્યરત હતી, એ દરમિયાન આ નકલી ડીવાયએસપી ઝડપાયો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward