આ માસૂમ બાળકોના ગળાની તરસ છિપાવવાની વ્યવસ્થા ક્યારે ઊભી થશે?
ઉનાળો શરૂ થાય એ સાથે પીવાના પાણીની સમસ્યા ઊભી થતી હોય છે. સામાન્ય લોકોને ઘરે પાણી ન મળે તો તંત્રને ફરિયાદ કરે અને એમાંય ઉકેલ ન આવે તો પાણી વેચાતું લઈને પણ પોતાની તરસ છિપાવી શકે છે. પણ જે ગરીબ લોકો પાસે રહેવા આશરો પણ નથી હોતો અથવા તો ઝૂંપડીમાં રહી ગુજરાન ચલાવાતા હોય અને પેટનો ખાડો પણ માંડ પૂરો કરી શકતા હોય એમના પાસે પાણી ખરીદવાના પૈસા ક્યાંથી હોવાના? અનેક શહેરોમાં જોવા મળતું એક દૃશ્ય રાજકોટમાં પણ જોવા મળ્યું હતું. કોઈ ગરીબ પરિવારનું બાળક રસ્તા પર મહાપાલિકાના પાણીના વાલ્વમાંથી નીકળતા પાણી વડે પોતાની તરસ છિપાવતું જોવા મળ્યું હતું. એ જોઈને લોકોના મનમાં પણ સવાલ જન્મ્યો હતો કે, આપણું તંત્ર આવા ગરીબ બાળકો માટે જાહેરમાં પીવાના પાણીની સવલત કેમ ઊભું નહીં કરતું હોય?ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward