મોતની મર્યાદા ચુકાઈ : ટ્રેક્ટરની લારીમાં મૃતદેહોને મૂકી દવાખાને ખસેડાયા
અમરેલી જિલ્લાના લાઠી-અમરેલી હાઇવે રોડ ઉપર કેરાળા ગામના પાટિયા નજીક ગોળાઈ પાસે ગઈકાલે સાંજે ખાનગી લક્ઝરી બસ અને અલ્ટો કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં હતાં. જો કે, આ બનાવમાં મોતની મર્યાદા ચુકી જવાય હતી અને મૃતદેહોને યોગ્ય વાહનની વ્યવસ્થા વિના ટ્રેક્ટરની લારીમાંમૂકી લાઠી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ બસ ચાલક બસ મુકી ફ્રાર થઈ ગયો હતો. બગસરાના ગોકુલપરા વિસ્તારમાં રહેતા હસમુખભાઈ હરીભાઈ સોજીત્રાના મોટા ભાઈ ભરતભાઈ હરીભાઈ સોજીત્રા કાર નં.GJ-03-BA-8537 લઈને ધંધુકા ખાતે મંડળીના કામે ગયા હતા. કામ પૂર્ણ કરી તેઓ બગસરા પરત ફ્રી રહ્યા હતા. તેમની સાથે જીતેન્દ્રભાઈ ધનજીભાઈ પાટડીયા તથા અસ્મીતાબેન ચતુરભાઈ ગઢીયા પણ કારમાં હતા.તે દરમિયાન ગઇકાલે સાંજે લાઠી-અમરેલી હાઇવે રોડ ઉપર કેરાળા ગામના પાટિયા પાસે આવેલા વળાંક નજીક પહોંચતા સામે તરફ્થી સુરત તરફ્ જતી રોનક લક્ઝરી બસ નં.GJ-04-AT-9450 ના ચાલકે બસ પુરઝડપે ચલાવી કાર સાથે અથડાવી દીધી હતી.જેમાં ભરતભાઈ સોજીત્રા, જીતેન્દ્રભાઈ પાટડીયા તથા અસ્મીતાબેન ગઢીયાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward