android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
સોમનાથમાં આજે ગંગા અવતરણ પૂજા, મહા આરતી, ત્રિવેણી ઘાટને સુશોભન
calendar_today May 24, 2026

સોમનાથમાં આજે ગંગા અવતરણ પૂજા, મહા આરતી, ત્રિવેણી ઘાટને સુશોભન

સોમનાથમા આજે તા.25ના ગંગા દશેરાના પવિત્ર અવસર પર ગંગા અવતરણ પૂજા અનેમહા આરતી કરવામાં આવશે. આ તકે ત્રિવેણી સંગમ ઉપર ઘાટના પગથીયાને કલર કરી સુશોભિત કરવામાં આવ્યા છે.અધિક જ્યેષ્ઠ શુક્લા દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્ર્રોમાં ઉલ્લેખ છે. આ દિવસે ગંગામાતાના દર્શન, પુજા અને આરતીનું અનેરૂ મહાત્મ્ય છે. આપણી સંસ્કૃતિ નદીઓને માતાનો દરજ્જો આપે છે. પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ, કપિલા, અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ યાદવો ની મુક્તિ માટે તર્પણ કર્યું હતું. શાસ્ત્ર્રોકત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવશે. ત્રિવેણી સંગમ ખાતે ગંગામાતાની અવતરણ પૂજા કરવામાં આવશે. મહાઆરતી પછી તમામ ભકતોને પ્રસાદ વિતરણ કરવામાં આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhota Udepur News: તાલુકા પંચાયતની ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા, 'આપ'ના સભ્યોના અપહરણના આક્ષેપથી રાજકારણ ગરમાયું
calendar_today May 24, 2026

Chhota Udepur News: તાલુકા પંચાયતની ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા, 'આપ'ના સભ્યોના અપહરણના આક્ષેપથી રાજકારણ ગરમાયું

છોટાઉદેપુર તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારે ખેંચતાણ સર્જાઈ છે. અહીં ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) બંને પાસે 13-13 બેઠકો હોવાથી ટાઈ પડી હતી, જેના કારણે વિજેતા નક્કી કરવા ચિઠ્ઠી ઉછાળવાની હતી. જો કે, મતદાન સમયે 'આપ'ના ત્રણ સભ્યો ગેરહાજર રહેતા ભાજપની બિનહરીફ વરણી થઈ હતી. હવે ગેરહાજર સભ્યોએ પોતાના અપહરણના ગંભીર આક્ષેપો લગાવતા રાજકારણ ગરમાયું છે.કાળી સ્કોર્પિયોમાં અપહરણ કરાયાનો સભ્યોનો દાવો સામે આવેલા 'આપ'ના સભ્યો રમેશભાઈ રાઠવા, દેવલાભાઈ રાઠવા અને બાવાભાઈ નાયકાએ ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે કચેરી કેમ્પસમાંથી 30 થી 40 લોકોએ કાળી સ્કોર્પિયો ગાડીમાં આંખે પાટા બાંધી તેમનું અપહરણ કર્યું હતું. સભ્યોએ સ્પષ્ટતા કરી કે, "અમે પક્ષના વફાદાર છીએ, અમે વેચાયા નથી." મુક્ત થવા માટે તેમની પાસે બળજબરીથી સહીઓ કરાવાઈ હોવાનો પણ આક્ષેપ છે. પોલીસની ભૂમિકા સામે સવાલો અને તંત્રનો ખુલાસો સભ્યોએ પોલીસ પર પણ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે આખો દિવસ બંધક રાખ્યા બાદ સાંજે તેમને પોલીસની ગાડીમાં પરત લાવવામાં આવ્યા હતા. બીજી તરફ, પોલીસે આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. પોલીસ સત્તાધીશોના જણાવ્યા અનુસાર, સભ્યોનું કોઈ અપહરણ થયું નથી પરંતુ તેઓ પોતાની પાર્ટીથી નારાજ થઈને જાતે જ ચાલ્યા ગયા હતા. આ ઘટના હાલ ભારે ચર્ચાનો વિષય બની છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Botad News: ગઢડાના મઘરપાટમાં સમાધાન બેઠક બની લોહીયાળ, જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી
calendar_today May 24, 2026

Botad News: ગઢડાના મઘરપાટમાં સમાધાન બેઠક બની લોહીયાળ, જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. ગઢડાના મઘરપાટ વિસ્તારમાં એક જ જ્ઞાતિના બે જૂથના લોકો વચ્ચે જૂની અદાવત મામલે જોરદાર મારામારી થઈ હતી. અગાઉ થયેલા વિવાદના સુખદ અંત માટે બંને પક્ષો સમાધાન બેઠકમાં એકઠા થયા હતા, પરંતુ ત્યાં વાત વધુ વણસી ગઈ હતી.સમાધાન બેઠક દરમિયાન જ ઉશ્કેરાટ અને હુમલો મળતી માહિતી મુજબ, મઘરપાટ વિસ્તારમાં ચાલી રહેલી સમાધાન બેઠક દરમિયાન બંને પક્ષના લોકો જૂની વાતોને લઈને અચાનક ઉશ્કેરાઈ ગયા હતા. જોતજોતામાં બંને જૂથના સભ્યો લાકડીઓ અને હથિયારો સાથે સામસામે આવી ગયા હતા અને એકબીજા પર તૂટી પડ્યા હતા. આ હિંસક અથડામણમાં બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને બોટાદ ખસેડાયા, પોલીસ તપાસ શરૂ આ મારામારીમાં લોહીલુહાણ થયેલા બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ગઢડા પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોના નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે મઘરપાટ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને તોફાની તત્વો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward