android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Updated: સાંતેજની વેક્સ ફેક્ટરીમાં ફરી ભભૂકી આગ, 3 શહેરોની ફાયર ફાઈટર ટીમો દોડી
calendar_today May 24, 2026

Gujarat Latest News Updated: સાંતેજની વેક્સ ફેક્ટરીમાં ફરી ભભૂકી આગ, 3 શહેરોની ફાયર ફાઈટર ટીમો દોડી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 24 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
West Asia Crisis અને દરિયાઈ સુરક્ષા મામલે ચર્ચા કરશે સંસદીય સમિતિ, 25 મેએ યોજાશે મોટી બેઠક
calendar_today May 24, 2026

West Asia Crisis અને દરિયાઈ સુરક્ષા મામલે ચર્ચા કરશે સંસદીય સમિતિ, 25 મેએ યોજાશે મોટી બેઠક

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવ અને સંકટના કારણે ભારતના દરિયાઈ વેપાર, શિપિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાવિકોની સુરક્ષા પર થતી અસર અંગે હવે સંસદીય સમિતિ વિચાર કરશે. આ મુદ્દે પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિની મહત્વપૂર્ણ બેઠક સોમવારે યોજાશે.કોણ કરશે બેઠકની અધ્યક્ષતા? આ બેઠકની અધ્યક્ષતા જનતા દળ (યુનાઇટેડ)ના રાજ્યસભા સાંસદ સંજય કુમાર ઝા કરશે. બેઠક બપોરે 3 વાગ્યે યોજાશે. એજન્ડા મુજબ સમિતિ મુખ્યત્વે પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલયના સચિવ સાથે વિસ્તૃત ચર્ચા કરશે. આ બેઠકમાં “પશ્ચિમ એશિયા સંકટના કારણે ભારતના સમુદ્રી વેપાર, શિપિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાવિકોની સુરક્ષા પર પડતી અસર” મુદ્દે વિગતવાર ચર્ચા થશે. સાથે જ વિદેશ મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય અને પેટ્રોલિયમ તથા કુદરતી ગેસ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે. હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર પર પણ અસર પડી પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવના કારણે ખાસ કરીને ઊર્જા ક્ષેત્રમાં ભારતનો દરિયાઈ વેપાર પ્રભાવિત થયો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર પર પણ અસર પડી છે, જેના કારણે તેલની સપ્લાય ચેઇન પર ગંભીર અસર જોવા મળી રહી છે. ભારત તેની ઈંધણની મોટી જરૂરિયાત માટે ખાડી અને પશ્ચિમ એશિયન દેશો પર આધારિત છે, જેના કારણે વૈશ્વિક તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે. સંસદીય સમિતિ આ તમામ મુદ્દાઓની સમીક્ષા કરીને ભવિષ્યની નીતિ માટે સૂચનો તૈયાર કરશે. આ પણ વાંચો : Delhiમાં ચાલુ કાર્યક્રમમાં અમેરિકી રાજદૂતને ડોનાલ્ડ ટ્રમ્પનો આવ્યો ફોન, કહ્યું 'આઈ લવ ઈન્ડિયા એન્ડ પીએમ મોદી'

Read Full Story arrow_forward
Donald Trump Racist Comments: ટ્રમ્પ ભારતીયો વિશે કરી ચુક્યા છે વિવાદાસ્પદ નિવેદન, જાણો શું છે સમગ્ર વિવાદ?
calendar_today May 24, 2026

Donald Trump Racist Comments: ટ્રમ્પ ભારતીયો વિશે કરી ચુક્યા છે વિવાદાસ્પદ નિવેદન, જાણો શું છે સમગ્ર વિવાદ?

અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો હાલમાં ભારતના મહત્વપૂર્ણ પ્રવાસે છે. દિલ્હીમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રુબિયોને અમેરિકામાં ભારતીયો વિરૂદ્ધ વધી રહેલા નસ્લવાદ (રેસિઝમ) અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલને હળવાશથી લેવાનો પ્રયાસ કરતા અમેરિકી વિદેશમંત્રીએ કહ્યું કે, દુનિયામાં દરેક જગ્યાએ થોડાક બેવકૂફ લોકો હોઈ શકે છે. જોકે, રુબિયો ભલે આ બાબતને સામાન્ય ગણાવી રહ્યા હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે, ખુદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વહીવટીતંત્રના વલણને કારણે ભારત-અમેરિકાના સંબંધોમાં અત્યારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે.ટ્રમ્પ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની ટિપ્પણીઓ 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ'ના એક અહેવાલ અનુસાર, અમેરિકામાં દક્ષિણપંથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સતત ભારતીયો અને ચીની નાગરિકો વિરૂદ્ધ નસ્લીય ટિપ્પણીઓ કરી રહ્યા છે, અને ઘણી વખત તેમને રાષ્ટ્રપતિ ટ્રમ્પનું પરોક્ષ સમર્થન પણ મળતું રહ્યું છે. તાજેતરમાં જ, ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પર એક રાઇટ-વિંગ પોડકાસ્ટની ટ્રાન્સક્રિપ્ટ શેર કરી હતી, જેમાં હોસ્ટ માઇકલ સેવેજે ભારત અને ચીનને 'નરક' સમાન ગણાવ્યા હતા. પ્રમુખ દ્વારા આવી પોસ્ટ શેર કરાતા ભારતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આર્થિક મોરચે પણ ટ્રમ્પની કડકાઈ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ભારતના ઊંચા ટેરિફ (આયાત ડ્યુટી) માળખાની આકરી ટીકા કરીને વ્યાપારિક પ્રતિબંધો લગાવવાની ધમકી આપી હતી. વર્ષ 2000ની શરૂઆતથી અત્યાર સુધીના તમામ અમેરિકી રાષ્ટ્રપતિઓએ ભારત સાથે વ્યાપારી અને વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો, પરંતુ ટ્રમ્પના વર્તમાન કાર્યકાળે આ ગતિને રોકી દીધી છે. લેખક અનંત કૃષ્ણનના મતે, સંરક્ષણ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેના સંબંધો હજુ પણ મજબૂત છે, પરંતુ ભારતને જે રીતે એક મહત્વપૂર્ણ વૈશ્વિક સાથી તરીકે જોવાનો દ્રષ્ટિકોણ હતો, તેમાં મોટો બદલાવ આવ્યો છે જે ચિંતાજનક છે. અમેરિકી અધિકારીનું ચોંકાવનારું નિવેદન: "ભારત એક આર્થિક ખતરો" આ વિવાદમાં ઘી હોમવાનું કામ અમેરિકી વિદેશ વિભાગના ઉપ સચિવ ક્રિસ્ટોફર લેન્ડૌએ કર્યું છે. દિલ્હીમાં આયોજિત 'રાયસીના ડાયલોગ' દરમિયાન તેમણે ખુલ્લેઆમ કહ્યું કે, અમેરિકી સરકાર ભારતને એક આર્થિક અને વ્યૂહાત્મક ખતરા તરીકે જોઈ શકે છે. 20 વર્ષ પહેલાં અમે ચીનને બજાર વિકસાવવા દઈને જે ભૂલ કરી હતી, તે અમે ભારત સાથે દોહરાવવા માંગતા નથી. અમે એવું નહીં થવા દઈએ કે, ભારત વેપારના મામલામાં અમને પછાડી દે. ભારત-ચીન સંબંધોમાં સુધારા તરફ ઝુકાવ રાજદ્વારી નિષ્ણાતોનું માનવું છે કે, અમેરિકાના આ નકારાત્મક વલણની એક મોટી અસર એ થઈ રહી છે કે, ભારતીય વહીવટીતંત્ર હવે ચીન સાથેના પોતાના તણાવને ઓછો કરવા તરફ આગળ વધી રહ્યું છે. 2020માં ગલવાન ઘાટીની સૈન્ય ઝડપ બાદ ભારત અને ચીનના સંબંધો સંપૂર્ણપણે વણસી ગયા હતા, પરંતુ હવે અમેરિકાના બદલાયેલા વલણ વચ્ચે બંને એશિયન દેશો પોતાના સંબંધોમાં સ્થિરતા લાવવાનો ગંભીર પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, માર્કો રુબિયો માટે નવી દિલ્હીની મુલાકાત દરમિયાન ટ્રમ્પના નિવેદનોથી થયેલા નુકસાનની ભરપાઈ કરવી એ સૌથી મોટો પડકાર છે. આ પણ વાંચો - India US Trade Deal: એસ. જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે દિલ્હીમાં બેઠક, ઉર્જા સંકટ પર થઇ ચર્ચા

Read Full Story arrow_forward