Gandhinagar News: સાંતેજમાં વેક્સની ફેક્ટરીમાં ફરી લાગી આગ, 3 જિલ્લાની ફાયર ટીમો દોડી
ગાંધીનગરના ઔદ્યોગિક વિસ્તાર સાંતેજમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાંતેજમાં આવેલી વેક્સ (મીણ) બનાવતી એક ફેક્ટરીમાં શનિવારે લાગેલી ભીષણ આગ બાદ આજે ફરીથી એ જ ફેક્ટરીમાં આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે.કુલિંગની કામગીરી દરમિયાન ફરી ભડકા થયા ઘટના મળતી માહિતી અનુસાર, શનિવારે લાગેલી આગ પર કાબૂ મેળવ્યા બાદ ફાયર વિભાગ દ્વારા આજે ફેક્ટરીની અંદર 'કુલિંગ' (આગ ઓલવ્યા પછી ઠંડી કરવાની પ્રક્રિયા) ની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન કેમિકલ અને વેક્સના જથ્થાના કારણે અચાનક ફરીથી આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં તેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફેક્ટરીમાંથી ધુમાડાના કાળા ગોટેગોટા આકાશમાં ઉડતા દેખાતા જ આસપાસના કારખાનાના કર્મચારીઓ પણ ભયના માર્યા બહાર દોડી આવ્યા હતા. અગમચેતીના ભાગરૂપે 3 જિલ્લાના ફાયર સ્ટેશનની મદદ લેવાઈ વેક્સની આગ હોવાના કારણે તે ઝડપથી ફેલાઈ રહી હતી, જેથી સાંતેજ ફાયર બ્રિગેડે મામલાની ગંભીરતા જોઈને તાત્કાલિક અન્ય 3 સ્ટેશનોની મદદ માંગી હતી. અગમચેતીના ભાગરૂપે અમદાવાદ, કલોલ અને કડી ફાયર વિભાગને ઈમરજન્સી કોલ કરીને મદદ માટે બોલાવવામાં આવ્યા છે. મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડના બે મોટા વાહનો (ફાયર ફાઇટરો) તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરી દેવાયા છે. હાલ અલગ-અલગ જગ્યાએથી આવેલી ફાયર ફાઇટરોની ટીમો અને જવાનો જીવના જોખમે આગ પર કાબૂ મેળવવા માટે પાણી અને ફોમનો મારો ચલાવી રહ્યા છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ પણ વાંચો - Gandhinagar : સાંતેજમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગથી અફરાતફરી, 3 શહેરોના ફાયર ફાઇટરો મેદાને
Read Full Story arrow_forward