android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા જોવા મળ્યા કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, જુઓ Video
calendar_today May 24, 2026

Gandhinagar News: ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા જોવા મળ્યા કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, જુઓ Video

ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આવેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (NCoE) ખાતે એક અદભુત અને પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળ્યા હતા. આગામી એશિયન ગેમ્સની તૈયારીઓ માટે યોજાયેલા સિનિયર મહિલા રાષ્ટ્રીય કબડ્ડી કોચિંગ કેમ્પની મુલાકાત દરમિયાન કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પોતે મેદાન પર ઉતરીને મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમી હતી. કેન્દ્રીય મંત્રીના આ જુસ્સાને જોઈને કેમ્પમાં હાજર ખેલાડીઓ અને કોચ ખૂબ જ ઉત્સાહિત થયા હતા.એશિયન ગેમ્સ માટે આ કેમ્પમાંથી પસંદ થશે અંતિમ ટીમ ગાંધીનગરના સાઈ (SAI) સેન્ટર ખાતે ચાલી રહેલો આ કોચિંગ કેમ્પ આગામી એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમ તૈયાર કરવાના હેતુથી અત્યંત મહત્વનો છે. આ રાષ્ટ્રીય કેમ્પમાં દેશભરમાંથી આવેલી શ્રેષ્ઠ મહિલા ખેલાડીઓ સખત તાલીમ લઈ રહી છે, અને આ જ કેમ્પના પર્ફોર્મન્સના આધારે એશિયન ગેમ્સ માટેની ભારતની અંતિમ મહિલા કબડ્ડી ટીમની પસંદગી કરવામાં આવશે. ગોલ્ડ મેડલ જાળવી રાખવાનો છે લક્ષ્યાંક ભારતીય મહિલા કબડ્ડી ટીમનો ઈતિહાસ એશિયન ગેમ્સમાં અત્યંત શાનદાર રહ્યો છે. વર્ષ 2023માં યોજાયેલી છેલ્લી એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ દેશના નામે કર્યો હતો. આ વખતે પણ ભારતીય ટીમ પોતાના ચેમ્પિયનના તાજને જાળવી રાખવા માટે ગાંધીનગરમાં પરસેવો પાડી રહી છે. કેન્દ્રીય રમતગમત મંત્રીએ ખેલાડીઓ સાથે સમય વિતાવીને તેમના ફિટનેસ લેવલ અને સુવિધાઓની સમીક્ષા કરી હતી તેમજ આગામી સ્પર્ધા માટે દેશ વતી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પણ વાંચો - Gandhinagar News : બકરી ઈદની રજાને કારણે ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર, જાણો નવું સમયપત્રક

Read Full Story arrow_forward
Gujarat Latest News Live Update: ટ્રમ્પની ઈરાનને સ્પષ્ટ ચેતવણી, કરાર નહીં થાય ત્યાં સુધી દરિયાઈ નાકાબંધી સંપૂર્ણ ચાલુ રહેશે
calendar_today May 24, 2026

Gujarat Latest News Live Update: ટ્રમ્પની ઈરાનને સ્પષ્ટ ચેતવણી, કરાર નહીં થાય ત્યાં સુધી દરિયાઈ નાકાબંધી સંપૂર્ણ ચાલુ રહેશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 24 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Amritsar : ગુરૂદ્વારામાં મોટી દુર્ઘટના, મહિલાઓ પર પડી લોખંડની પ્લેટ, 2 લોકોના મોત
calendar_today May 24, 2026

Amritsar : ગુરૂદ્વારામાં મોટી દુર્ઘટના, મહિલાઓ પર પડી લોખંડની પ્લેટ, 2 લોકોના મોત

અમૃતસર સ્થિત ગુરૂદ્વારા શાહદ્દીન સાહિબ ખાતે કાર સેવા દરમિયાન મોટો અકસ્માત સર્જાયો. ગુરુદ્વારા પરિસરમાં લગાવવામાં આવેલી શટરિંગની ભારે લોખંડની પ્લેટ અચાનક નીચે ધરાશાયી થતાં ત્યાં હાજર સંગતમાં અફરાતફરી મચી ગઈ. આ દુર્ઘટનામાં બે મહિલાઓના મોત થયા છે, જ્યારે આશરે 8 મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળ્યું છે.તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મળતી માહિતી મુજબ ગુરુદ્વારા સાહિબમાં ચૌપહેરા દરમિયાન મહિલાઓ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જાપ અને ધાર્મિક સેવાઓમાં જોડાયેલા હતા. એ દરમિયાન અચાનક શટરિંગની એક ભારે પ્લેટ નીચે પડી હતી, જેના કારણે નીચે બેઠેલી મહિલાઓ તેની ચપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલો ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના બાદ વિસ્તારમાં શોકનો માહોલ આ અકસ્માતમાં બે મહિલાઓના મોત નિપજ્યા છે, જ્યારે બે થી ત્રણ મહિલાઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘટનાના સમયે તમામ મહિલાઓ ધાર્મિક કાર્યક્રમમાં વ્યસ્ત હતી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શું હતું અને તેમાં કોઈ બેદરકારી હતી કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટના બાદ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને લોકો મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. આ પણ વાંચો : IAFને મળ્યા 17 નવા ટેસ્ટ પાયલટ અને ફ્લાઈટ ટેસ્ટ એન્જિનિયર, રક્ષા ક્ષેત્રને મળશે મજબૂતી

Read Full Story arrow_forward