Surendranagar News : સાયલાથી પકડાયેલા નકલી DySP સોહિલખાનના એક દિવસના રિમાન્ડ મંજૂર
રાજ્યમાં નકલીની ચાલી રહેલી ભરમાર વચ્ચે રાજકોટ રેન્જ આઇ.જીની ટીમ દ્વારા સાયલામાં રહેતા અને નકલી ડીવાયએસપી બની રોફ જમાવતા એક ઇસમને દબોચી લીધો હતો.રાજકોટ રેન્જ આઇ.જી સહિતનાઓ દ્વારા આધારભૂત બાતમીના આધારે સાયલામાં રહેતા સોહિલ પઠાણને ઈન્ટરનેટના માધ્યમથી સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમોમાં લોકો સાથે છેતરપિંડી આચરવાના ઇરાદાથી DySP તરીકેના ખોટા આઇ કાર્ડ બનાવી સાયબર ક્રાઇમ આચરતા ઝડપી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આરોપીને સાયલાથી પકડ્યો આરોપી સોહિલ બિસ્મિલ્લાખાન પઠાણ દ્વારા નકલી ડીવાયએસપી ની ઓળખ ઉભી કરી બેંક એકાઉન્ટ અનસીઝ કરવા એક મહીલા પાસેથી બાવીસ હજાર રૂપિયા પડાવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. ત્યારે એસ.બી.પઠાણ DySPની નકલી ઓળખ ઉભી કરનાર આરોપી સોહિલે અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી આચરી છે. અગાઉ તેણે કોઈ ગુના આચર્યા છે કે નહીં તે બાબતે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે આ બનાવની તપાસ સાયલા પીઆઇ વાય.જી.ઉપાધ્યાયને સોંપવામાં આવી હતી.સાયલા પોલીસ દ્વારા ઝડપાયેલ બોગસ DySP સોહિલની વધુ પૂછપરછ માટે રીમાન્ડ અર્થે ન્યાયધીશ પાસે રજૂ કરતા કોર્ટે એક દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. સોશ્યલ મીડિયામાં પોલીસની આઇડી બનાવી આરોપી સોહિલે પોતાની ઓળખ દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન પીઆઇ તેમજ એટીએસના ડીવાયએસપી તરીકેની સોશ્યલ મીડિયામાં ખોટી ઓળખ ઉભી કરી કોઈ વ્યક્તિને પોતાની માયાજાળમાં ફસાવવા પોલીસ અધિકારી તરીકે મારી મદદની જરૂર હોય તો સંપર્ક કરવાનું જણાવી છેતરપિંડી આચરતો હોવાનો પણ પર્દાફાશ થયો હતો.આરોપીએ આવી રીતે કરેલ પ્રચાર કરી બેંક એકાઉન્ટ સીઝ થયેલ મધ્યપ્રદેશની એક યુવતીને ખાતું ચાલુ કરાવી આપવાનો વિશ્વાસ કેળવી બાવીસ હજાર રૂપિયા ઓળવી લીધા હતા. નકલી આઈ કાર્ડ સહીતના બોગસ દસ્તાવેજો મળી આવ્યા. રાજકોટ રેન્જ આઇ.જી ની ટીમે ઝડપેલો નકલી ડીવાયએસપી સોહિલ પઠાણ શિક્ષિત હોવા સાથે હાલમાં કોઈ કામધંધો ના કરતો હોવાની વિગતો બહાર આવી છે ત્યારે પોલીસ દ્વારા આરોપી પાસેથી એસ.બી.પઠાણ ડીવાયએસપીનું નકલી ઓળખપત્ર,દાહોદ થી કચ્છ માં બદલીનો બોગસ ઓર્ડર,ઓન ડ્યુટી પાસ,ગુજરાત પોલીસ નું dyspનું પોતાનું નામ,બક્કલ નંબર સહિતની વિગતો લખેલ એકાઉન્ટ અન સીઝ કરવાનો ખોટો લેટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ પણ વાંચોઃ Gujarat Weather : ગરમીમાં રાહત મળવાના કોઈ સંકેત નહીં, રાત્રે પણ ગરમ પવનો ફૂંકાશે
Read Full Story arrow_forward