android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live Update: સુરતમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘જમાનાબા વિદ્યાર્થી ભવન’નું લોકાર્પણ
calendar_today May 24, 2026

Gujarat Latest News Live Update: સુરતમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘જમાનાબા વિદ્યાર્થી ભવન’નું લોકાર્પણ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 24 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Cockroach Janta Partyની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ, જાણો શું માગ કરાઈ?
calendar_today May 24, 2026

Cockroach Janta Partyની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ, જાણો શું માગ કરાઈ?

'કોકરોચ જનતા પાર્ટી' (CJP) મામલે ચાલી રહેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે, જેમાં CJP સાથે જોડાયેલા લોકો સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા સ્વતંત્ર તપાસ કરવાની અને તેમના વિરુદ્ધ FIR નોંધવાની માગ કરવામાં આવી છે.CBI તપાસની કરાઈ માગ પિટિશનમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે નકલી કાયદાની ડિગ્રીનો ઉપયોગ, અન્યની ઓળખનો દુરુપયોગ અને સુપ્રીમ કોર્ટની સંસ્થાગત ઓળખનો ખોટો ઉપયોગ જેવા ગંભીર ગુનાઓ કરવામાં આવ્યા છે. અરજદારનું કહેવું છે કે આવા લોકો પોતાને વકીલ અથવા કાનૂની નિષ્ણાત તરીકે રજૂ કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, જેના કારણે ન્યાયિક પ્રક્રિયાની વિશ્વસનીયતા પર અસર પડી રહી છે. તેથી CBI દ્વારા સંપૂર્ણ તપાસ કરવાની માગ કરવામાં આવી છે. ‘X’ હેન્ડલ બ્લોક કરવામાં આવ્યું આ મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે ચીફ જસ્ટિસ સૂર્યકાંત દ્વારા સિસ્ટમ પર હુમલો કરનારા લોકો અંગે ટિપ્પણી કરવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારના નિર્દેશ અને ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ની રિપોર્ટના આધારે CJPનું સત્તાવાર ‘X’ હેન્ડલ બ્લોક કરવામાં આવ્યું હતું. ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા આ કાર્યવાહી માહિતી ટેકનોલોજી કાયદાની કલમ 69A હેઠળ કરવામાં આવી હતી. અભિજીત દીપકે CJP શરૂ કરી સુરક્ષા એજન્સીઓએ CJP પર ભડકાઉ સામગ્રી ફેલાવવાનો અને દેશની સંપ્રભુતાને પડકારવાનો આરોપ લગાવ્યો છે. 'કોકરોચ જનતા પાર્ટી' એક વ્યંગાત્મક અને મીમ આધારિત ડિજિટલ મૂવમેન્ટ છે, જેની શરૂઆત બોસ્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થી અભિજીત દીપકે દ્વારા કરવામાં આવી હતી. આ કેસને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. આ પણ વાંચો : Karnataka : નદીમાં ડૂબવાથી 8 લોકોના મોત, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

Read Full Story arrow_forward
IAFને મળ્યા 17 નવા ટેસ્ટ પાયલટ અને ફ્લાઈટ ટેસ્ટ એન્જિનિયર, રક્ષા ક્ષેત્રને મળશે મજબૂતી
calendar_today May 24, 2026

IAFને મળ્યા 17 નવા ટેસ્ટ પાયલટ અને ફ્લાઈટ ટેસ્ટ એન્જિનિયર, રક્ષા ક્ષેત્રને મળશે મજબૂતી

બેંગલુરુ સ્થિત એરફોર્સ ટેસ્ટ પાયલટ્સ સ્કુલ (AFTPS)માં 48મી ફ્લાઈટ ટેસ્ટ કોર્સ પૂર્ણ કર્યા બાદ 17 અધિકારીઓએ સફળતાપૂર્વક ગ્રેજ્યુએશન મેળવ્યું છે. આ અધિકારીઓએ 48 અઠવાડિયાની કઠિન મલ્ટી-ડિસિપ્લિન ટ્રેનિંગ પૂર્ણ કરી છે, જેમાં 11 ટેસ્ટ પાઈલટ અને 6 ફ્લાઈટ ટેસ્ટ એન્જિનિયર સામેલ હતા. આ વર્ષે ગ્રેજ્યુએટ થયેલા બેચમાં કુલ 17 અધિકારીઓ હતા, જેમાં ભારતીય વાયુસેનાના 14, ઈન્ડિયન આર્મીના 1 અને ઈન્ડિયન નેવીના 2 અધિકારીઓનો સમાવેશ થાય છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ આ અધિકારીઓ હવે એરક્રાફ્ટ અને સિસ્ટમ્સ ટેસ્ટિંગ એસ્ટેબ્લિશમેન્ટના એવિએશન વિંગમાં જોડાશે, જે ભારતીય વાયુસેનાની મહત્વપૂર્ણ યુનિટ્સમાંની એક ગણાય છે. એર ચીફ માર્શલ એપી સિંહ મુખ્ય મહેમાન બન્યા આ સમારોહમાં એર ચીફ માર્શલ એપી સિંહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તમામ ગ્રેજ્યુએટ અધિકારીઓને પ્રમાણપત્રો આપ્યા અને ઉત્તમ પ્રદર્શન કરનારને ટ્રોફી પણ એનાયત કરી. આ વર્ષે વિવિધ શ્રેષ્ઠ પ્રદર્શન માટે અનેક ટ્રોફીઓ આપવામાં આવી. સ્ક્વોડ્રન લીડર કે.કે. સિંહને “સુરંજન દાસ ટ્રોફી”, સ્ક્વોડ્રન લીડર આદિત્ય જમદગ્નીને “ચીફ ઓફ ધ એર સ્ટાફ ટ્રોફી” એનાયત કરવામાં આવી. વિંગ કમાન્ડર અભિનવ કુમારને “મહારાજા હનુમાન્ત સિંહ સ્વોર્ડ”, વિંગ કમાન્ડર પ્રણવ શર્માને “ડનલપ ટ્રોફી” અને સ્ક્વોડ્રન લીડર પારસ શર્માને “કપિલ ભાર્ગવ ટ્રોફી” આપવામાં આવી. આ પ્રસંગે એર ચીફે સ્વદેશી રક્ષણ ક્ષમતાઓ અને આત્મનિર્ભર ભારતના હેતુને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે આધુનિકીકરણ અને સ્વદેશીકરણમાં ટેસ્ટ ક્રૂની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ છે અને દેશની રક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે તેમની જવાબદારી વધે છે. આ પણ વાંચો : Cockroach Janta Partyની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ, જાણો શું માગ કરાઈ?

Read Full Story arrow_forward