android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Makhana News: મુખ્ય પાંચ કારણને લીધે અમેરિકા ભારતીય મખાનાનો સૌથી મોટો ખરીદદાર
calendar_today May 24, 2026

Makhana News: મુખ્ય પાંચ કારણને લીધે અમેરિકા ભારતીય મખાનાનો સૌથી મોટો ખરીદદાર

મખાના ઉત્પાદનમાં બિહાર મુખ્ય ભૂમિકા ભજવે છે. કારણ કે તે સૌથી વધુ મખાનાનું ઉત્પાદન કરે છે. મખાનાની માંગ તીવ્ર વધારો અમેરિકા હવે ભારતીય મખાનાનો સૌથી મોટો ખરીદદાર છે. આના ઘણા કારણો છે. અમેરિકામાં ઓછી કેલરીવાળા ખોરાક ખાવાનો ટ્રેન્ડ છે અને ભારતીય મખાના આ માંગને પૂર્ણ કરે છે. અમેરિકામાં ભારતીય સમુદાયો તરફથી મખાનાની માંગ આનું એક મુખ્ય કારણ છે. અમેરિકામાં નાસ્તાની સંસ્કૃતિ પણ માંગને આગળ ધપાવી રહી છે. મખાનાની વધતી જતી વૈશ્વિક માંગને ઓળખીને, ભારત સરકારે તાજેતરમાં મખાના બોર્ડની સ્થાપના કરી છે, જેનો હેતુ આ સમગ્ર વ્યવસાયને વ્યવસ્થિત કરવાનો અને ઉત્પાદન વધારવાનો છે. બિહાર મખાનાનું કેન્દ્ર 1. આરોગ્ય અને સુપરફૂડ વલણો: અમેરિકામાં લોકો ઓછી કેલરીવાળા નાસ્તા શોધી રહ્યા છે. મખાનાને શેકીને ખાઈ શકાય છે. તે હળવા નાસ્તાની શ્રેણીમાં બંધબેસે છે. 2. ગ્લુટેન ફ્રી અને છોડ આધારિત આહારનો વિકાસ: યુએસમાં ગ્લુટેન-મુક્ત ખાનારાઓની સંખ્યા વધી છે. છોડ-આધારિત નાસ્તાનું બજાર પણ મોટું છે. મખાના આ બંને વલણોમાં સરળતાથી બંધબેસે છે. 3. ભારતીય અને દક્ષિણ એશિયાઈ ઇમિગ્રન્ટ્સ તરફથી મજબૂત માંગ: અમેરિકામાં ભારતીય સમુદાયનો મોટો સમુદાય છે. તેઓ પરંપરાગત સ્વાદ અને સ્વાસ્થ્યને અનુકૂળ વિકલ્પો બંને શોધે છે. મખાના બંને જરૂરિયાતોને પૂર્ણ કરે છે. 4. નાસ્તાની સંસ્કૃતિ અને તૈયાર ખાવાના ઉત્પાદનો: અમેરિકામાં ફરતા નાસ્તા લોકપ્રિય છે. શેકેલા અને સ્વાદવાળા મખાના આ ફોર્મેટમાં વેચાય છે. પેકેજિંગ અને સ્વાદની વિવિધતા માંગમાં વધુ વધારો કરે છે. 5. ભારતનો પુરવઠો વધ્યો અને મૂલ્યવર્ધિત નિકાસ થઈ: ભારતમાં પ્રોસેસિંગ, ગ્રેડિંગ અને પેકેજિંગમાં સુધારો થયો છે. બ્રાન્ડેડ ફ્લેવર્ડ મખાનાની નિકાસ પણ શરૂ થઈ છે. આનાથી અમેરિકા જેવા પ્રીમિયમ બજારોમાં વેચાણ સરળ બન્યું છે. કેટલાક અહેવાલોમાં ટેરિફ અંગે ચિંતાઓનો પણ ઉલ્લેખ છે. પરંતુ માંગ મજબૂત રહે છે. વિશ્વના ટોચના ખરીદનારા દેશો કોણ ? ભારતના મખાના નિકાસના હિસ્સા દ્વારા આ પાંચ દેશો છે. છેલ્લા બે થી ત્રણ વર્ષથી આ વલણ સમાન રહ્યું છે. ટોચના પાંચ દેશો મળીને કુલના આશરે 60% હિસ્સો ધરાવે છે. માંગ, ભાવ, લોજિસ્ટિક્સ અને નીતિઓ ઘણીવાર ભૂમિકા ભજવે છે. તેથી આંકડાઓમાં થોડો ફેરફાર થઈ શકે છે. બિહાર માખાનાનું કેન્દ્ર કેવી રીતે બન્યું? મિથિલા પ્રદેશની આબોહવા અને તળાવ સંસ્કૃતિ: માખાના પાણીનો સઘન પાક છે. તળાવો અને ભીનાશ તેના વિકાસ માટે અનુકૂળ છે. આવા જળાશયો લાંબા સમયથી મિથિલા પટ્ટામાં અસ્તિત્વમાં છે, જે મોટા પાયે ખેતી માટે પાયો નાખે છે. પેઢીગત અનુભવ અને સ્થાનિક કુશળતા: માખાનાની ખેતી, અને ખાસ કરીને બીજ સંગ્રહ, એ સરળ કાર્ય નથી. તેના માટે કુશળ શ્રમ અને અનુભવની જરૂર છે. બિહારના ઘણા વિસ્તારોમાં પેઢીઓથી આ પ્રથા પ્રચલિત છે. આ જ કારણ છે કે બિહારનું ઇકોસિસ્ટમ મજબૂત બન્યું છે. પ્રક્રિયા અને વેપાર માટે સ્થાનિક નેટવર્ક: માખાના ફક્ત ઉગાડવામાં અને વેચવામાં આવતું નથી; તે સફાઈ, સૂકવણી, શેકવામાં, પોપિંગ અને ગ્રેડિંગમાંથી પણ પસાર થાય છે. આ જૂથો અને વેપાર નેટવર્ક સ્થાનિક સ્તરે બનાવવામાં આવ્યા હતા, જે પુરવઠા શૃંખલા સ્થાપિત કરે છે. GI ટેગ અને માન્યતાના ફાયદા: બિહારના મખાનાને GI ટેગ મળ્યો. આનાથી તેની માન્યતા અને ખરીદદારનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો. ઉત્પાદનમાં બિહારનો નોંધપાત્ર ફાળો: ભારતના કુલ મખાના ઉત્પાદનમાં બિહારનો સૌથી વધુ ફાળો છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વૈશ્વિક ઉત્પાદનનો મોટો હિસ્સો મિથિલા પ્રદેશમાંથી આવે છે. આ પણ વાંચોઃ Russiaએ Ukraine પર 90 મિસાઈલો અને 600 ડ્રોન છોડ્યા, 4થી વધુના મોત, 80 ઘાયલ

Read Full Story arrow_forward
Surat News: પુણે જ્વેલર્સ ચોરી કેસમાં સુમિત બંગાળી અને રાહુલ ગૌડ ઝડપાયા, 77 લાખની કરી હતી ચોરી
calendar_today May 24, 2026

Surat News: પુણે જ્વેલર્સ ચોરી કેસમાં સુમિત બંગાળી અને રાહુલ ગૌડ ઝડપાયા, 77 લાખની કરી હતી ચોરી

ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસને હંફાવતા બે રીઢા અને માથાભારે તસ્કરોને ઝડપી પાડવામાં સુરતની અમરોલી પોલીસને બહુ મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્રના પુણેમાં જ્વેલર્સની દુકાનમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી સુરત ભાગી આવેલા બે સાગરીતોને પોલીસે બાતમીના આધારે દબોચી લીધા છે.પુણેની જ્વેલર્સની દુકાનમાં માર્યો હતો હાથ બનાવની વિગત એવી છે કે, આરોપીઓએ થોડા સમય પહેલા મહારાષ્ટ્રના પુણેના ચાકણ વિસ્તારમાં આવેલી 'ક્ષમતા જ્વેલર્સ' નામની દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ રાત્રિના સમયે દુકાનનાં તાળાં તોડીને અંદર પ્રવેશી સોના-ચાંદીના કિંમતી દાગીના તથા રોકડ રકમ મળીને કુલ રૂપિયા 77,22,000ની મત્તાની મોટી ચોરી આચરી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. અમરોલી પોલીસે સુરતમાંથી ઝડપ્યા, મુદ્દામાલ કબ્જે આ હાઈપ્રોફાઈલ ચોરીના આરોપીઓ સુરતમાં છુપાયા હોવાની ચોક્કસ બાતમી અમરોલી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે ફિલ્મી ઢબે વોચ ગોઠવીને સુમિત બંગાળી અને રાહુલ ગૌડ નામના બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ આરોપીઓ પાસેથી ચોરીના સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 9,48,000 નો મુદ્દામાલ રિકવર કરીને જપ્ત કર્યો છે. બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, 18થી વધુ ગુનામાં સંડોવણી પકડાયેલા બંને આરોપીઓ કોઈ સાધારણ ચોર નથી પરંતુ ઘરફોડ ચોરીના રીઢા ગુનેગાર છે. સુમિત બંગાળી: આ મુખ્ય આરોપી સામે સુરતના જ અલગ-અલગ પોલીસ સ્ટેશનો જેવા કે, અમરોલી, સરથાણા, કતારગામ, વરાછા અને ઓલપાડમાં ચોરી તેમજ ઘરફોડ ચોરીના 14 જેટલા ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા છે. રાહુલ ગૌડ: આ આરોપી સામે પણ અગાઉ 4 ગુના નોંધાયેલા છે. લાખોની ચોરીના આ રીઢા ગુનેગારો ઝડપાતા પોલીસે મહારાષ્ટ્ર પોલીસને પણ આ અંગે સત્તાવાર જાણ કરી દીધી છે. ટૂંક સમયમાં ટ્રાન્સફર વોરંટના આધારે આગળની તપાસ માટે આ બંનેને મહારાષ્ટ્ર પોલીસને સોંપવામાં આવશે. આ મોટી સફળતા બદલ અમરોલી પોલીસની પ્રશંસા થઈ રહી છે. આ પણ વાંચો - Surat News: મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર મહિલા 9 વર્ષે ઝડપાઈ

Read Full Story arrow_forward
Surat News: મુખ્યમંત્રીના કાફલાના રિહર્સલ દરમિયાન ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તન
calendar_today May 24, 2026

Surat News: મુખ્યમંત્રીના કાફલાના રિહર્સલ દરમિયાન ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તન

દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના વીઆઈપી ગણાતા અઠવાગેટ વિસ્તારમાં ફરજ પર તૈનાત ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સાથે બે સ્થાનિક યુવાનો દ્વારા જાહેરમાં ઉગ્ર બોલાચાલી અને ભારે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે ચકચાર મચી ગઈ છે અને ખાખી વર્દીના અપમાનને લઈ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.સીએમના રૂટના રિહર્સલ વખતે બની ઘટના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુરત પ્રવાસને ધ્યાને રાખીને પોલીસ તંત્ર દ્વારા અઠવાગેટ પર આવેલા જાણીતા મૈસુર કાફેની સામે મુખ્યમંત્રીના કારના કાફલાનું પાયલોટિંગ અને સિક્યોરિટી રિહર્સલ કરવામાં આવી રહ્યું હતું. સીએમનો સુરક્ષિત રૂટ ક્લિયર કરાવવા માટે ટ્રાફિક પોલીસ રસ્તા પર આડેધડ પાર્ક કરેલા વાહનોને હટાવી રહી હતી. આ દરમિયાન ત્યાં આવેલા બે યુવાનો પોતાનું વાહન ખસેડવાની વાત પર પોલીસ સાથે વિવાદે ઉતર્યા હતા. વાહન હટાવવાની સામાન્ય બાબતમાં બંને યુવાનો એટલી હદે ઉશ્કેરાઈ ગયા હતા કે તેમણે તમામ મર્યાદાઓ ઓળંગી દીધી હતી. પોલીસ આકરી કાર્યવાહીના મૂડમાં આ ઉશ્કેરાયેલા યુવાનોએ જાહેર રોડ પર જ ફરજ પરના ટ્રાફિક પોલીસ જવાનોને અત્યંત અભદ્ર ભાષામાં ગાળો ભાંડી હતી અને તેમને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. આસપાસ ઉભેલા સ્થાનિક નાગરિકોએ આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી, જે વીડિયો હવે સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીઆઈપી મૂવમેન્ટના રિહર્સલ જેવા સંવેદનશીલ સમયે પોલીસ સાથે આવું અભદ્ર વર્તન થતાં સુરત પોલીસ બેડામાં ભારે નારાજગી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward