android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather: આગામી સાત દિવસ ગરમી યથાવત રહેશે, રાત્રે ગરમ પવન ફૂંકાવાની શકયતા
calendar_today May 24, 2026

Gujarat Weather: આગામી સાત દિવસ ગરમી યથાવત રહેશે, રાત્રે ગરમ પવન ફૂંકાવાની શકયતા

રાજ્યમાં ફરી એકવાર ગરમી અને ઉકળાટે લોકોની મુશ્કેલી વધારી દીધી છે.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી ગરમીથી કોઈ ખાસ રાહત મળવાની નથી.રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.દિવસ દરમિયાન ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે તો રાત્રે પણ ઉકળાટ યથાવત રહેવાની આગાહી છે. સાંજના સમયે પવનની ગતિમાં વધારો થશે રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનોના કારણે ગરમીનો અહેસાસ વધુ થઈ રહ્યો છે. સાંજના સમયે પવનની ગતિમાં વધારો થશે પરંતુ તેનાથી ખાસ રાહત નહીં મળે. રાત્રિ દરમિયાન પણ તાપમાન 28થી 30 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા હોવાથી લોકો ગરમીથી પરેશાન બન્યા છે. રાજ્યના મુખ્ય શહેરોમાં તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે.સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.1 ડિગ્રી તાપમાન નોંધાતા તે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે.જ્યારે અમદાવાદમાં પારો 42 ડિગ્રી અને વડોદરામાં 41.4 ડિગ્રીએ પહોંચ્યો છે. સુરત શહેરમાં 36.2 ડિગ્રી તાપમાન નોંધાયું સૌરાષ્ટ્રના રાજકોટમાં 41.2 ડિગ્રી, ઉત્તર ગુજરાતના ડીસામાં 41.1 ડિગ્રી અને રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ભુજમાં તાપમાન 40 ડિગ્રી, કંડલામાં 41 ડિગ્રી જ્યારે દરિયાકાંઠાના સુરત શહેરમાં 36.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરતમાં ભલે તાપમાન ઓછું હોય, પરંતુ ભેજના ઊંચા પ્રમાણને કારણે દિવસભર ભારે ઉકળાટ અનુભવાઈ રહ્યો છે.હવામાન વિભાગે લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને ગરમીથી બચવા પૂરતા પ્રમાણમાં પાણી અને પ્રવાહી લેવા અપીલ કરી છે. આ પણ વાંચોઃ Twisha Sharma Funeral: ત્વિષા શર્માના અંતિમ સંસ્કાર, ભાઈ મેજર હર્ષિતે આપ્યો અગ્નિદાહ

Read Full Story arrow_forward
Porbandar News: છાયા રોડ પર જાહેર માર્ગ વચ્ચે જામ્યું ભયાનક 'આખલા યુદ્ધ'
calendar_today May 24, 2026

Porbandar News: છાયા રોડ પર જાહેર માર્ગ વચ્ચે જામ્યું ભયાનક 'આખલા યુદ્ધ'

ગાંધીભૂમિ પોરબંદરમાં રખડતા ઢોર અને આખલાઓનો ત્રાસ દિનપ્રતિદિન એટલી હદે વધી રહ્યો છે કે હવે નાગરિકો માટે રસ્તા પર નીકળવું પણ જોખમી બન્યું છે. પોરબંદરના વ્યસ્ત ગણાતા છાયા રોડ પર આજે ધોળા દિવસે બે મદાંધ આખલાઓ વચ્ચે ભયાનક લડાઈ (આખલા યુદ્ધ) જોવા મળી હતી. જાહેર માર્ગની મધ્યમાં જ બંને આખલાઓ એકબીજા શિંગડા ભરાવીને આક્રમક રીતે બાખડ્યા હતા, જેના કારણે રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો.ભીષણ લડાઈથી હાઈવે પર ટ્રાફિક જામ, લોકો જીવ બચાવવા ભાગ્યા છાયા રોડ પર જે સમયે આ આખલાઓ આપસમાં લડી રહ્યા હતા, તે સમયે ત્યાં વાહનોની ભારે અવરજવર હતી. બંને આખલાઓ લડતા-લડતા રસ્તાની વચ્ચેથી દુકાનો અને વાહનો તરફ ધસી જતા હતા, જેથી અનેક વાહનચાલકો પોતાના વાહનો ત્યાં જ ઉભા રાખીને જીવ બચાવવા આસપાસની દુકાનોમાં ભરાઈ ગયા હતા. આ આખલા યુદ્ધને કારણે રોડની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ લાકડીઓ અને પાણીનો મારો ચલાવીને મહામેહેનતે બંને આખલાઓને છૂટા પાડ્યા હતા. લોકોએ જીવ ગુમાવ્યા છતાં પોરબંદર પાલિકા તંત્ર ઘોર નિદ્રામાં સ્થાનિક લોકોનો આક્રોશ છે કે પોરબંદર મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર શહેરમાં રખડતા પશુઓ અને આખલાઓ પર નિયંત્રણ મેળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. પોરબંદરમાં આ કોઈ પહેલી ઘટના નથી, આ પૂર્વે પણ અનેક વિસ્તારોમાં આખલા યુદ્ધના કારણે કેટલાય નિર્દોષ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે કેટલાક વડીલો અને બાળકોએ તો રખડતા ઢોરની અડફેટે આવીને પોતાના જીવ પણ ગુમાવ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live Update: કર્ણાટકાના કારવારમાં નદીમાં ડૂબવાથી 8 લોકોના મોત, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
calendar_today May 24, 2026

Gujarat Latest News Live Update: કર્ણાટકાના કારવારમાં નદીમાં ડૂબવાથી 8 લોકોના મોત, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 24 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward