Surendranagar: વઢવાણ તાલુકા પંચાયત ખાતે કોંગ્રેસ દ્વારા ડીઝલના પ્રશ્ને વિરોધ પ્રદર્શન
સુરેન્દ્રનગર જિલ્લાની 10 તાલુકા પંચાયતોમાં શનિવારે નવા સુકાનીઓની વરણી થઈ છે. ત્યારે વઢવાણ તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતનાઓની વરણી સમયે જ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરાયો હતો. હાલ ડીઝલની અછત સર્જાઈ હોય તેમ ખેડૂતોને ડીઝલ માટે ધક્કા ખાવા પડતા હોવાથી વઢવાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ઝાલા, રણજીતસિંહ ઝાલા સહિતનાઓ ગધેડા અને ડીઝલના ખાલી કેરબા સાથે વઢવાણ તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા હતા. હાલ ખેતીમાં વાવેતરની સીઝન ચાલુ હોય અને ખેડુતોને ડીઝલ ન મળતા હાલ કફોડી બની હોવાનું કહી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. અને ઢોલ સાથે સુત્રોચ્ચાર કરી કચેરી ગજવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward