Chotila: ચોટીલાના સુરઈમાં જુગાર રમતા છ શખ્સો પકડાયા
ચોટીલા : ચોટીલા પોલીસ સ્ટેશનના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે તાલુકાના સુરઈ ગામે સીમ વિસ્તારમાં રાત્રીના લાઈટના અજવાળે જુગાર રમવામાં આવી રહ્યો છે. એથી સુરઈ ગામની સીમમાં દરોડો પાડતા છ લોકો જુગાર રમતા પકડાયા હતા. પોલીસે જુગાર રમતા ઝડપી પાડેલા શખ્સોમાં મુકેશ ભનુભાઇ પરમાર, જગા હમીરભાઇ કંબોયા, દીપક ઉર્ફે દીપુ ગાંડાભાઈ બોરસણીયા, સવજી મશરૂભાઈ નાંડોળીયા, શીવરાજ આપાભાઈ તેમજ prવિણ કનુભાઈનો સમાવેશ થાય છે. પોલીસે દરોડામાં સ્થળ પરથી રોકડ રકમ રૂપિયા 14,150 અને પાંચ મોબાઇલ ફોનનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળનો ગુન્હો દાખલ કરેલ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward