android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha: બનાસકાંઠામાં જિ.પં. પ્રમુખ વસંત પુરોહિત, ઉપપ્રમુખ તરીકે બબીબેન ચૌધરીની વરણી
calendar_today May 24, 2026

Banaskantha: બનાસકાંઠામાં જિ.પં. પ્રમુખ વસંત પુરોહિત, ઉપપ્રમુખ તરીકે બબીબેન ચૌધરીની વરણી

બનાસકાંઠા જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક જિલ્લા પંચાયત પાલનપુર ખાતે જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠક દરમ્યાન જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રુમખ પદ માટેની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુદ પદ માટે યોજાયેલી વરણી પ્રક્રિયામાં ચુંટાયેલા સભ્યોએ ભાગ લીધો હતો. જેમાં હાથ ઉંચા કરીને કરવામાં આવેલા સમર્થનમાં સૌથી વધુ સભ્યોનો ટેકો વસંતભાઈ પુરોહિતને મળતા તેઓ પ્રમુદ પદે વરણી કરાઈ હતી. જ્યારે ઉપપ્રમુખ તરીકે બબીબેન ચૌધરીની વરણી કરાઈ હતી. કલેકટર અને અધ્યાસી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા પંચાયતના નવ નિયુક્ત જિલ્લા પંચાયતના સભ્યોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે સહિત ચુંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Tharad: રાછેણાના આંગણે ગુલાબી સેના 'સુરખાબ' પક્ષીઓનું આગમન
calendar_today May 24, 2026

Tharad: રાછેણાના આંગણે ગુલાબી સેના 'સુરખાબ' પક્ષીઓનું આગમન

થરાદ : આંખોને આંજી દેતો આ અદ્ભુત નજારો કોઈ વિદેશની ધરતીનો નથી, પરંતુ રણની કાધીએ આવેલા ધરણીધર તાલુકાના રાછેણા ગ્રામ પંચાયતની સરહદનો છે. કુદરતે જાણે રાછેણાના આંગણે ગુલાબી ચાદર બિછાવી દીધી હોય તેમ સાત સમંદર પારથી આવેલા વિદેશી મહેમાન 'સુરખાબ' પક્ષીઓનું આગમન થયું છે. આ ગુલાબી સેનાના આગમનથી સમગ્ર સરહદી વિસ્તાર જીવંત અને રમણીય બની ગયો છે. અહીંના 25 કિલોમીટરના વિશાળ અને અફટ સફેદ રણને ખૂંદીને જ્યારે આ હજારો સુરખાબ પક્ષીઓ કલરવ કરે છે, ત્યારે કુદરતની અનન્ય બક્ષિસનો સાક્ષાત્કાર થાય છે. સ્થાનિક રહીશો અને પ્રકૃતિપ્રેમીઓ માટે આ દ્રશ્ય એક અણમોલ ખજાના સમાન સાબિત થઈ રહ્યું છે. જેમ કચ્છનું ધોરડો આજે વિશ્વના પ્રવાસન નકશા પર ચમકી રહ્યું છે, બિલકુલ એ જ રીતે રાછેણા ગામ પણ આગામી દિવસોમાં એક મોટું પ્રવાસન ધામ બનવાની તમામ ક્ષમતા ધરાવે છે. આ કુદરતી નજારો રાછેણાને સાચા અર્થમાં 'આત્મનિર્ભર' બનાવશે.આ આહલાદક નજારાને કેમેરામાં કેદ કરીને સ્થાનિક સ્તરે પ્રવાસનને વેગ આપવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યાપક પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જો આ વિસ્તારને યોગ્ય પ્રોત્સાહન અને સુવિધાઓ મળે, તો રોજગારીની નવી તકો ઊભી થશે અને રાછેણા વૈશ્વિક ફ્લક પર પોતાની આગવી ઓળખ ઊભી કરી શકશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha: બનાસકાંઠામાં પેટ્રોલ - ડીઝલની અછતના કારણે ભારે હાલાકી
calendar_today May 24, 2026

Banaskantha: બનાસકાંઠામાં પેટ્રોલ - ડીઝલની અછતના કારણે ભારે હાલાકી

બનાસકાંઠા જિલ્લામાં વર્તમાન સમયમાં ડીઝલ અને પેટ્રોલની અછત વચ્ચે કેટલાક પેટ્રોલપંપ પર ડીઝલનો જથ્થો ખુટી જતા પેટ્રોલપંપ પર આડસ કરવામાં આવી છે અને હાલમાં કેટલાક ડીલરોની હાલત કફોડી બની છે.બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલ માટે કેટલાક વિસ્તારમાં અછત સર્જાય છે અને સીટી વિસ્તારમાં પેટ્રોલની પૂર્તિ વ્યવસ્થાને કારણે કોઈ હાલાકી સર્જાઈ નથી પરંતુ શહેરની બહારના વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપમાં ડીઝલનો જથ્થો ઓછો આવવાને કારણે મુશ્કેલી પડી રહી હોવાની રાવ ઉઠી છે. આ બાબતે પાલનપુર તાલુકાના જગાણા નજીક આવેલ શ્રી લક્ષ્મી પેટ્રોલિયમના સંચાલકે જણાવ્યું હતું કે તેમની પાસે અત્યારે હાલમાં ડીઝલનો જથ્થો ઓછો આવવાથી તેમને મુશ્કેલી પડી રહી છે અને કંપનીમાં જાણ કરવામાં આવી હોવા છતાં તેમને પુરતો જથ્થો ન મળવાને કારણે મુશ્કેલી પડી રહી છે. આમ બનાસકાંઠા જિલ્લામાં હાલમાં મોટાભાગના પેટ્રોલપંપ પર ડીઝલની અછત વર્તાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં આવેલા મોટાભાગના પંપમાં પેટ્રોલ અને ડીઝલનો પુરતો જથ્થો છે પરંતુ હાઈવે પરના પેટ્રોલપંપ પર મુશ્કેલી પડી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward