Tharad: થરાદ તાલુકાના હાથાવાડા ગામે હિન્દુ ભાઈએ મુસ્લિમ દીકરીનું મામેરું ભર્યું
વર્તમાન સમયમાં જ્યાં દેશના ખૂણે-ખૂણેથી જ્ઞાતિ-જાતિ અને ભેદભાવના સમાચારો સામે આવતા હોય છે ત્યારે થરાદ તાલુકાના હાથાવાડા ગામેથી માનવતા, પ્રેમ અને કોમી સૌહાર્દનું એક અત્યંત દિલસ્પર્શી અને પ્રેરણાદાયી દ્રશ્ય સામે આવ્યું છે. અહીં એક હિન્દુ ભાઈએ મુસ્લિમ પરિવારની દીકરીના લગ્નમાં સગા ભાઈની જેમ મામેરું ભરીને સમગ્ર સમાજને ભાઈચારો અને એકતાનો એક મજબૂત સંદેશ આપ્યો છે.કાણોદર ગામના વતની પરેશભાઈ ચાવડાએ હાથાવાડા ગામના એક મુસ્લિમ પરિવાર સાથે વર્ષો જૂના આત્મીય સંબંધો નિભાવ્યા છે. આ મુસ્લિમ પરિવારના ઘરે દીકરીના લગ્ન પ્રસંગનું આયોજન હોઈ પરેશભાઈએ એક આદર્શ વીર તરીકે પરંપરાગત રીત-રિવાજ મુજબ દીકરીના મોસાળ પક્ષ તરફ્થી મામેરું મોસાળું ભર્યું હતું. લગ્ન મંડપમાં જ્યારે એક હિન્દુ ભાઈ મુસ્લિમ દીકરી માટે મામેરું લઈને પહોંચ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિની આંખો ખુશીથી છલકાઈ ગઈ હતી અને વાતાવરણ લાગણીસભર બની ગયું હતું. ધર્મ અને જ્ઞાતિના વાડાઓથી ઉપર ઉઠીને પરેશભાઈ ચાવડાએ કરેલા આ ભગીરથ કાર્યે સાબિત કરી દીધું છે કે સંસારમાં માનવ ધર્મ જ સર્વોપરી છે. તેમની આ ઉમદા ભાવનાએ સમાજમાં શાંતિ, એકતા અને પરસ્પર પ્રેમનો એવો દીપક પ્રગટાવ્યો છે જેની સુવાસ લાંબા સમય સુધી અનુભવાશે. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકોએ સાથે મળીને લગ્નની ખુશીઓ વહેંચી હતી અને ભારતીય સંસ્કૃતિની વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાર્થક કરી હતી. પંથકભરમાં પ્રશંસાની સરવાણી હાથાવાડા ગામે સર્જાયેલા આ અનોખા સદભાવનાના દ્રશ્યની વાતો વાયુવેગે સમગ્ર પંથકમાં પ્રસરતાં લોકોમાં ભારે ખુશી અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward