android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himatnagar: વિજયનગર પાલ ચેક પોસ્ટ ITI પાસે લટાર મારતો દીપડો દેખાયો
calendar_today May 24, 2026

Himatnagar: વિજયનગર પાલ ચેક પોસ્ટ ITI પાસે લટાર મારતો દીપડો દેખાયો

વિજયનગર તાલુકાના કોડીયાવાડા- ચિઠોડાના હાઈવે માર્ગ પર મોડી રાત્રે પસાર થઈ રહેલા એક વાહન ચાલકે પાલ ચેક પોસ્ટ પાસે આવેલી મીની ITI આગળ આંટા ફેરા કરી રહેલો દીપડો જોવ્તા મળતાં વાહનની અંદર બેઠેલા મુસાફરો એક તબક્કે ડરી ગયા હતા. પરંતુ અંદર બેઠેલા મુસાફરે આંટા ફેરા કરી રહેલા દીપડાનો વિડિયો ઉતારી વાયરલ કરતા પાલ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. શુક્રવારની મોડી રાત્રે હાઈવે રસ્તા પર પસાર થઈ રહેલા વાહન ચાલકને ITI પાસે દિપડો જોવા મળ્યો હતો.પરંતુ વાહનની લાઈટથી અંજાઈ જતા આમ તેમ ભાગી રહ્યો હતો. દીપડાની ઝલક મોબાઈલ કેમેરામાં કેદ કરી લેવાઈ હતી. આ દીપડો વાહનની લાઈટ ધીમી પડતા સંચરાઈ માતાજી તરફ્ના રસ્તે ભાગી ગયો હતો. જેનો વીડિયો સોશ્યિલ મિડીયા ગ્રુપમાં ફરતો થતાં જંગલ નજીક વસતા લોકોમાં દિપડાનો ભય વ્યાપી ગયો છે. આ દીપડો જ્યાં જોવા મળ્યો ત્યાં પાલ ચેક પોસ્ટ પર પોલીસ કર્મીઓના આરામ માટેનો તંબુ ઉભો કરાયો છે અને નજીકમાં પાલ ગામની જૂથ વસ્તીનો વસવાટ છે. મોટા ભાગે લોકો રાત્રે ઘર બહાર આંગણે અને ધાબા ઉપર ઊંઘતા હોય છે. આ દિપડો ગામમાં ઘૂસ્યો હોત તો કોઈ નિર્દોષ વ્યક્તિને હાની પહોંચાડી શક્યો હોત, એવા સવાલ લોકોમાં ઊભા થયા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: ધનસુરા પોલીસ મથક નજીક આગ લાગતાં નાસભાગ મચી
calendar_today May 24, 2026

Himatnagar: ધનસુરા પોલીસ મથક નજીક આગ લાગતાં નાસભાગ મચી

ધનસુરા પોલીસ મથક પાસે ગતરોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં અચાનક જ આકસ્મિક રીતે આગ ફાટી નીકળવાની ઘટના બની હતી. રોડ સાઈડના કચરામાં આગ લાગતાં જ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ મોડાસા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જેના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જેથી તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: તલોદના જશાજીની મુવાડી ગામે ખેતરની ઓરડીમાંથી રૂ.5.53 લાખનો દારૂ પકડાયો
calendar_today May 24, 2026

Himatnagar: તલોદના જશાજીની મુવાડી ગામે ખેતરની ઓરડીમાંથી રૂ.5.53 લાખનો દારૂ પકડાયો

LCBએ શુક્રવારે બાતમીને આધારે તલોદ તાલુકાના જશાજીની મુવાડી ગામની સીમમાં આવેલ એક ઓરડી તથા મકાનમાંથી અંદાજે રૂ.5,53,140ની કિંમતની 1850થી વધુ દારૂ અને બીયરની બોટલો કબ્જે લઈ ગેરકાયદે દારૂની હેરાફેરી અને વેચાણ કરવા બદલ બે જણા વિરૂધ્ધ ગુનો નોંધાવાયો હતો.આ અંગે એલસીબીના PI ડી.સી.સાકરીયા, PSI આર.કે.જોષી તથાસ્ટાફના જણાવાયા મુજબ, તેમનો સ્ટાફ શુક્રવારે તલોદ પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો ત્યારે એવી બાતમી મળી હતી કે, જશાજીની મુવાડી ગામે રહેતા ભારતસિંહ ઝાલા અને રાજદિપસિંહ ઝાલા પોતાના ઘરે પાસ પરમીટ વિનાનો દારૂ અને બીયરનો જથ્થો વેચાણ માટે રાખે છે તથા ખેતરની ઓરડીમાં પણ કેટલોક જથ્થો મુકી રાખતા હોવાની બાતમીને આધારે એલસીબીએ તરત જ જશાજીની મુવાડી ગામે જઈ બંને સ્થળે રેડ કરી હતી. એલસીબીને તપાસ દરમિયાન બંનેને ઘરમાંથી રૂ.26,473ની કિંમતની 43 દારૂ અને બીયરની બોટલો મળી આવી હતી ત્યારબાદ એલસીબીએ ગામના તળાવ તથા આજુબાજુમાં આવેલા ખેતરો અને ઓરડીમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ભારતસિંહ જેઠુસિંહ ઝાલાની માલિકીની બોરીયા બેચરાજી ગામની સીમમાં આવેલ ઓરડીની તપાસ કરતાં એલસીબીને અંદાજે રૂ.5,53,140ની કિંમતની અંદાજે 1811 દારૂ અને બીયરની બોટલો મળી આવી હતી. એટલુ જ નહીં પણ રૂ.10 હજારની કિંમતનું ચાલુ હાલતમાં ફરીઝ મળી આવ્યું હતું ત્યારબાદ એલસીબીએ અંદાજે રૂ.5,89,613નો મુદ્દામાલ કબ્જે લઈ ગેરકાયદે દારૂનું વેચાણ અને સંગ્રહ કરનાર ભારતસિંહ ઝાલા અને રાજદીપસિંહ ભારતસિંહ ઝાલા (રહે.જશાજીની મુવાડી, તા.તલોદ) વિરૂધ્ધ તલોદ પોલીસ સ્ટેશનીમાં ફરિયાદ નોંધાવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward