android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રમેશભાઈ પરમારની નિયુક્તિ
calendar_today May 24, 2026

Patan: રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રમેશભાઈ પરમારની નિયુક્તિ

રાધનપુર તાલુકા પંચાયતનું 18 બેઠકનું પરિણામ જાહેર થતા ની સાથે જ ભારતીય જનતા પાર્ટી એ 18 માંથી 16 સીટ પર વિજય મેળવી કમળ ખીલવ્યું હતું. આમ પરિણામ બાદ રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે કોણ નિયુકત થશે તેનો આજે અંત આવ્યો છે. જ્યારે આજરોજ રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની બિન હરીફ્ વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે રાધનપુર તાલુકા પંચાયતની અરજણ સીટ પરથી વિજેતા બનેલ રમેશભાઈ હરિભાઈ પરમારને પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે રાધનપુર તાલુકા પંચાયતની સરદારપુરા બેઠક પર વિજય થયેલ ભરતભાઈ ધનાભાઈ ચૌધરીની ઉપપ્રમુખ તરીકે વરર્ણી કરવામાં આવી છે. આ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા સમય દરમિયાન ભારતીય જનતા પાર્ટીના તમામ સદસ્યો હાજર રહ્યા હતા. આમ પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વનુંમતે વરણી થતાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ સમર્થકોમાં આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો અને વરણી પ્રક્રિયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી રાધનપુર તાલુકાના વિકાસ કાર્યોને વેગ મળે તેવી આશા વ્યક્ત કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની બિન હરીફ્ વરણી
calendar_today May 24, 2026

Patan: સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની બિન હરીફ્ વરણી

સાંતલપુર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની પસંદગી માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદ માટે વ્યવસાયે વકીલ એવા શક્તિસિંહ જાડેજાની બિનહરીફ્ વરણી કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ પદ માટે હીરાબેન લેમ્બાજી ઠાકોરની પણ બિનહરીફ્ પસંદગી થતા તાલુકા પંચાયત ખાતે ભાજપ કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સભ્યો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બંને ઉમેદવારોના નામ સામે અન્ય કોઈ ઉમેદવારી નોંધાઈ ન હોવાથી ચૂંટણી અધિકારીએ તેમને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા.સાંતલપુર તાલુકા પંચાયતના ચેરમેન તરીકે વાલાભાઈ ભરવાડની પસંદગી કરવાનામાં આવી હતી નવી ટીમ તાલુકાના વિકાસકાર્યોને વધુ ગતિ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: સમીમાં ડિઝલ લેવા ખેડૂતને રાત્રી રોકાણ કરવું પડયું
calendar_today May 24, 2026

Patan: સમીમાં ડિઝલ લેવા ખેડૂતને રાત્રી રોકાણ કરવું પડયું

પાટણ : હાલમાં સમી પંથકમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો લિમિટેડ આવતો હોવાથી અને બીજી તરફ્ વાવણીની સિઝન ચાલતી હોય ડિઝલનો જથ્થો મેળવવા માટે ખેડુતો દ્વારા વહેલી સવારેથી છે પેટ્રોલપંપો ઉપર લાઈનો લગાવી રહ્યા છે. જેમાં સમી ખાતેના એક પેટ્રોલપંપ ઉપર એક ખેડુતે ડિઝલ લેવા માટે રાત્રી રોકાણ કર્યું હતું અને રાતભર તે પેટ્રોલપંપના ઓટલા પર નિંદર માણી હોવાનું જાણવા મળ્યું હતું. તો બીજી તરફ્ ખેડૂતો દ્વારા ખેતીકામ માટે ડિઝલની જરૂરીયાત ઊભી થતાં વહેલી સવારથી જ બેરલો સાથે આવીને તેને નંબર પ્રમાણે ક્રમ વાઈઝ ગોઠવી દેતાં હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward