લુણાવાડા 42 પાટીદાર સમાજ દ્વારા વડોદરા ખાતે ક્રિકેટ ટુર્ના. યોજાઈ
લુણાવાડાઃ લુણાવાડા તાલુકાના 42 પાટીદાર સમાજ દ્વારા વડોદરાના અણખોલ સ્થિત મેદાન ખાતે આયોજિત પાંચ દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટનો ઉત્સાહ અને રોમાંચ વચ્ચે સમાપન થયુ છે. આ સમગ્ર ટૂર્નામેન્ટનું સફ્ળ આયોજન મુખ્ય આયોજક અજય પટેલ (જેસીંગપુર) અને સહ-સંયોજક અર્પણ પટેલ ગૌરાંગ પટેલ (ગધનપુર) દ્વારા કરાયું હતું. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ખોડાઆંબા અને મેડજીના મુવાડાની ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં અંતે ખોડાઆંબા ટીમે માત્ર 7 રનથી ભવ્ય વિજય મેળવી ટ્રોફી પોતાના નામે કરી હતી. અંતે સમાજના અગ્રણીઓ દ્વારા વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરાઈ હતી. સાથે રનર્સ-અપ ટીમના ખેલાડીઓને પણ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આશ્વાસન અને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરાયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward