android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
દહેજ એસ્ટેટ ખાતેGIDCના વીસીએમડીએ મુલાકાત લીધી
calendar_today May 23, 2026

દહેજ એસ્ટેટ ખાતેGIDCના વીસીએમડીએ મુલાકાત લીધી

દહેજઃ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના વાઇસ ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણા ડી.કે. એ દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની મુલાકાત લીધી હતી. તે સાથે GIDCના વરિષ્ઠ અધિકારી પણ હાજર રહ્યાહતા. દહેજ પીસીપીઆઈઆર વિસ્તારના ચાલી રહેલા વિકાસકાર્યો તથા ભવિષ્યની ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતોને ધ્યાનમાં રાખી બેઠક અને પ્રેઝન્ટેશન સત્રનું આયોજન ડીસેલિનેશન પ્લાન્ટ, દહેજના કોન્ફ્રન્સ હોલ ખાતે કરાયું હતું.જેમાં દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસો. તરફ્થી ડૉ. સુનિલ ભટ્ટ (પ્રમુખ), બલદેવ આહિર (માનદ મંત્રી), મહેન્દ્રસિંહ રણા (ઉપપ્રમુખ), અનિલ ચૌમલ (મેનેજિંગ કમિટી સભ્ય) સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. સુનિલ ભટ્ટ દ્વારા દહેજ એસ્ટેટના ઝડપી ઔદ્યોગિક વિકાસ, ચાલી રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસકાર્યો તેમજ સુવિધા અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. મહત્વપૂર્ણ વિકાસ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જેમાં દહેજ એસ્ટેટ ખાતે ટ્રાન્સપોર્ટ નગરનું વિકાસ કાર્ય, કોમન ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP)નું અપગ્રેડેશન, ફેઝ-2 અને ફેઝ-3 ખાતે ફયર સ્ટેશનોની સ્થાપના, કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનુંવિકાસ કાર્ય, મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા નર્સિંગ કોલેજની સ્થાપના, RCC રોડ નેટવર્કનું વિસ્તરણ, એડેપ્ટિવ ટ્રાફ્કિ કન્ટ્રોલ સિસ્ટમ (ATCS) નો અમલ, પાઇપ કન્વેયર બેલ્ટ સિસ્ટમનું વિકાસ કાર્ય, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ (MSW) મેનેજમેન્ટસાઇટનું વિકાસ કાર્ય, અટાલી હાઉસિંગનું વિકાસ કાર્ય, કેસરોલ હાઉસિંગનું વિકાસ કાર્ય,PCPIR એસ્કેપ રૂટનું વિકાસ કાર્ય, હેલીપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિકાસ કાર્ય. આ બેઠક ખૂબ જ સકારાત્મક અને રચનાત્મક રહી હતી.GIDCના VCMD તથા અધિકારીઓએ દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસો.ના પ્રયત્નોની પ્રશંસા કરી હતી. તમામ વિકાસલક્ષી યોજના માટે પૂર્ણ સહકાર આપવા ખાતરી આપી હતી. સાથે જ GIDC અને ગુજરાત સરકારે દહેજનેઆધુનિક, સ્માર્ટ, સુવ્યવસ્થિત અને વિશ્વસ્તરીય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તરીકે વિકસાવવા પોતાની પ્રતિબદ્ધતા પુનરોચ્ચાર કરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ભરૂચની NGO દ્વારા નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ
calendar_today May 23, 2026

ભરૂચની NGO દ્વારા નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ

ભરૂચ : સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સભ્યો દ્વારા શક્તિનાથ સર્કલ પાસે રીક્ષા ચાલકો, મુસાફરો, રાહદારીઓ, મજુરીકામ કરતા લોકો, હોમગાર્ડઝ સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ, શાકભાજીવાળાઓ તથા આવતા જતા તમામ લોકોને વિનામુલ્યે મસાલા છાશ પીવડાવી આનંદની લાગણી અનુભવી હતી. ઉનાળાના દિવસો દરમ્યાન 45 ડિગ્રી જેટલી અસહ્ય ગરમીમાં છાશથી ગરમીથી રાહત મળે છે. સાથે ઉનાળા દરમ્યાન ડીહાઈડ્રેશનની સ્થિતિમાં પણ છાશ રક્ષણ પુરૂ પાડે છે. જેને લઈને સંસ્કૃતિ ટ્રસ્ટ ભરૂચના સદસ્યો દ્વારા લોકોની આરોગ્યની સુખાકારી માટે છાસનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટ ભરૂચના પ્રોજેકટ ચેરમેન પ્રતીક્ષાબેન કંસારા, સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા, સોશિયલ મીડીયાના વિદ્યાબેન ચૌધરી, સદસ્યોમાં શીતલ રાડિયા, છાયા પાટીલ, રજનીબેન, મીનાબેન, જયોતિ પાટડીયા, મીતાબેન પાતરા, મધુમિતા, માધુરીબેન હાજર રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
વડોદરા ખાડાઓના હવાલે : કામ પૂર્ણ નહીં થાય તો કોઈનો ભોગ લેવાઈ જશે
calendar_today May 23, 2026

વડોદરા ખાડાઓના હવાલે : કામ પૂર્ણ નહીં થાય તો કોઈનો ભોગ લેવાઈ જશે

વડોદરાઃ જૂન મહિનાથી ચોમાસુ શરૂ થશે અને શહેરમાં 80થી વધુ જગ્યાઓ પર ખોદકામ કરીને ખાડા ખોદી નાખેલા છે. વરસાદ પડશે તો આ ખાડાઓ કોઈનો ભોગ લઈ લે તેવી પરિસ્થિતિ છે. કાચબાની ગતિએ જે રીતે કામ ચાલી રહ્યું છે, તે જોતા ચોમાસા પહેલાં કામો પૂરા થાય તેવા કોઈ ઠેકાણાં નથી. આવી પરિસ્થિતિમાં મ્યુનિ.કમિશનર અને પ્રોજેક્ટના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર એવા ચીફ એકાઉન્ટન્ટ રજા પર ઉતરી ગયેલા છે. ડેપ્યુટી કમિશનર 3 અને સિટી એન્જિનિયરની 1 જગ્યા ખાલી પડેલી છે. મેયર સહિતના નવા પદાધિકારીઓ હજુ મૂકાયા નથી ત્યારે દિશાવિહીન થઈ ગયેલી કોર્પોરેશન રામ ભરોશે હિન્દુ હોટલની જેમ ચાલી રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.ફ્લાય ઓવર બ્રિજ બનાવવા, પીણીની લાઈનો નાખવા, વરસાદી ગટરો નાખવા, ડ્રેનેજ લાઈનો નાખવા વિગેરે કામો કોર્પોરેશનમાં રૂટિન હોવી જોઈએ, પરંતુ સામી ચૂંટણીએ જાણે વિકાસના કામો ચાલતા હોવાનું બતાવવાનું હોય એમ એક સામટાં કામો હાથ ધરી દીધા હતાં અને આખા શહેરમાં ખોદકામ હાથ ધરી દીધુ હતું. શહેરનો એક એવો રોડ નથી કે જ્યાં કોર્પોરેશને ખોદી નાખ્યું ન હોય. સૂત્રોએ કહ્યું કે, શહેરના ગોત્રી, ભાયલી, અકોટા, મુજમહુડા, વાસણા રોડ, કારેલીબાગ, છાણી, વાઘોડિયા રોડ, આજવા રોડ, ખોડિયારનગર, વેમાલી, ડભોઈ રોડ, માંજલપુર, ઉંડેરા સહિતના વિસ્તારોમાં મળીને કોર્પોરેશને 80થી વધુ જગ્યાઓ ખોદકામ કરીને ખાડાઓ કરી નાખેલા છે. જેમાં પાણી, ડ્રેનેજ, વરસાદી ગટર, બ્રિજ વિગેરેના કામો હજુ ચાલી રહ્યાં છે. ત્યાં જે રીતે કોર્પોરેશન કાચબાની ગતિએ કામ કરી રહ્યું છે. તે જોતા આ કામો ચોમાસા પૂર્વે એટલે કે તા.1 જૂન પહેલાં પૂરા થાય તેવી શક્યતા દેખાતી નથી. જેથી 30મી મેનાં રોજ જે તે સ્થિતિમાં જ કામો બંધ કરી દઈને સેફ સ્ટેજ પર મૂકી દેવા પડે તેવી પરિસ્થિતિ હાલના તબક્કે દેખાઈ રહી છે.જ્યાં જ્યાં ખોદી નાખ્યું છે ત્યાં માટીના ઢગલે ઢગલાં ઠાલવી દીધા છે. પતરા મારીને કે બેરિકેટ્સ લગાવીને ટ્રાફિક ડાયવર્ટ મહિનાઓથી કરાયેલો હોઈ રોજ હજારો લોકો હેરાન થઈ રહ્યાં છે. ઢગલાંમાંથી ઉડતી માટીના રજકણો, ટ્રાફિકજામથી લોકો હેરાન થઈ રહ્યાં છે. હવે, ચોમાસાને માંડ અઠવાડિયુ બાકી છે ત્યારે આ કામો ક્યારે પૂરા થશે અને ખાડાઓ ક્યારે પૂરાશે ? તેને લઈને 2024માં પૂરનો ભોગ બનેલા શહેરીજનો માટે આ ચિંતા ઘર કરી ગઈ છે. કોર્પોરેશનની મિટિંગમાં માત્ર અઠવાડિક ટેબલ ટૉક જ ચાલે છે. જ્યાં કામો ચાલે છે ત્યાં એન્જિનિયર ફરજિયાત હોય, કામોની ગુણવત્તા જળવાય તે માટે સમયસર સુપરવીઝન થાય, કામોનું ક્રોસ વેરિફિકેશન થાય, આકસ્મિક ચેકિંગ કરાય, કામોનું સંકલન થાય તે માટે કોર્પોરેશનમાં બેઠેલા સરકારી બાબુઓને જરાય ગંભીરતા લેતા હોય તેવું લાગતું નથી. મ્યુનિ.કમિશનર અરૂણ મહેશ બાબુ તા.27મી સુધી રજા પર છે. પ્રોજેક્ટના ડેપ્યુટી મ્યુનિ.કમિશનર બનાવી દેવાયેલા ચીફ એકાઉન્ટ સંતોષ તિવારી પણ તા.24મી સુધી રજા પર છે. સિટી એન્જિનિયરની તો છેલ્લાં 23 દિવસથી ખુરશી ખાલી પડી છે. ડેપ્યુટી કમિશનરની પાંચ જગ્યા છે. જેમાં ઝોનની ત્રણ, એક વહીવટ અને એક જનરલ જગ્યા છે. જેમાં પાંચ પૈકી માત્ર બે જ જગ્યા ભરેલી છે. જેમાં પણ એક તો હજુ માંડ ચાર દિવસ પહેલાં આવ્યા છે. જેમને વડોદરાનો ઈતિહાસ -ભૂગોળ ખબર નથી. ત્યારે આવી પરિસ્થિતિમાં વડોદરાવાસીઓને ખાડાઓના હવાલે કરી દેવાયુ છે. જો ચોમાસા પહેલાં કામો પૂર્ણ નહીં થાય તો આ ખાડા કોઈને ભોગ લઈ લે તેવુ ચિત્ર ઉપસ્યુ છે. ત્યારે જે રીતે કાચબાની ગતિએ કામો ચાલી રહ્યાં છે, તે જોતા તા.30મી મેની ડેડલાઈનને ધ્યાને લઈને અધવચ્ચેથી કામો સમેટી લેવા પડે તો નવાઈ નહીં. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward