android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
મોદી મેજિક : મેલોડી-ટોફી આઉટ ઓફ સ્ટોક
calendar_today May 23, 2026

મોદી મેજિક : મેલોડી-ટોફી આઉટ ઓફ સ્ટોક

વડોદરાઃ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઇટાલીના પ્રાઇમિનિસ્ટર જ્યોર્જિયા મેલોનીને ભારતીય બનાવટની મેલોડી ટોફી બક્ષિસ કરતા વિશ્વભરમાં પ્રસિદ્ધ થઇ છે. જેને પગલે વડોદરાના બજારમાં મેલોડીની ડિમાન્ડમાં ધરખમ વધારો નોંધાતા રિટેલરો પાસે સ્ટોકની અછત વર્તાઇ છે.શહેરના જ્યુબિલીબાગ પાછળ કાલુપુરા જવાના માર્ગે, પદ્માવતી શોપિંગ સેન્ટર, વારસિયા-સંતકંવર કોલોની, ચોખંડી, પ્રતાપનગર રોડ અને સોમાતળાવ મળી શહેરભરમાં કન્ફેક્શનરીની હોલસેલ 50 દુકાનો છે. જ્યારે, પ્રોવિઝન સ્ટોર્સ, પાનના ગલ્લા, મેડિકલ સ્ટોર્સ, અનાજ-કરિયાણાની દુકાનો સહિત કેટલાક મોલ્સમાં મેલોડી-ટોફી રૂ.86ના ભાવે 100 નંગ મળે છે. જેની માગમાં છેલ્લા 3 દિવસથી ધરખમ વધારો નોંધાતા વેપારીઓ અસમંજસમાં મુકાયા છે. શહેરમાં 1947થી કન્ફેક્શનરીનો વ્યવસાય કરતી ત્રીજી પેઢીના નીતિન પ્રકાશભાઇ હેમનાણીએ ઉલ્લેખ્યું હતું કે કૈરામલ-લિક્વિડ ગ્લુકોઝ, કોકો પાવડર- ખાધ્ય વનસ્પતિ તેલ, આયોડાઇઝડ સોલ્ટ સહિતની વિવિધ સામગ્રીથી તૈયાર કરાતી ટોફીમાં વેનિલા ફ્લેવર દાયકાઓથી ગ્રાહકોની પસંદ પામેલી છે. અલબત્ત, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઇટાલીના પ્રાઇમિનિસ્ટર જ્યોર્જિયા મેલોનીને મેલોડી ટોફી ગિફ્ટ કરતા રાતોરાત વિશ્વભરમાં ટ્રેન્ડ થઇ છે. જે જુવાળ વડોદરા સુધી વિસ્તરતા માગ અતિશય વધતા વેપારીઓ અસમંજસમાં મુકાયા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
શહેરા તાલુકાના પેટ્રોલ પંપો પર ટ્રેક્ટર અને હાર્વેસ્ટરની લાઈનો
calendar_today May 23, 2026

શહેરા તાલુકાના પેટ્રોલ પંપો પર ટ્રેક્ટર અને હાર્વેસ્ટરની લાઈનો

શહેરાઃ પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાતા અફરાતફરી મચી ગઈ છે. ખાસ કરીને શહેરા તાલુકાના મોટાભાગના પેટ્રોલ પંપો પર વાહન ચાલકોને જરૂરિયાત મુજબનું પેટ્રોલ મળી રહ્યું નથી. જ્યાં પણ ઇંધણ ઉપલબ્ધ છે, ત્યાં વહેલી સવારથી જ વાહનચાલકો અને ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી હતી. કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં જરૂરિયાત મુજબનું પૂરતું ઇંધણ ના મળતા જનતામાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.શહેરા તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં મોટાભાગના પેટ્રોલ પંપો પર વાહન ચાલકોને જરૂરિયાત મુજબનું પેટ્રોલ મળી રહ્યું નથી. હાલમાં ખેતીની મહત્ત્વની સિઝન ચાલી રહી છે, જેમાં ખેડૂતોને ખેડ કરવા, પાકની લણણી કરવા તેમજ કૂવામાંથી પાણી ખેંચવા માટે ડીઝલની સખત જરૂરિયાત હોય છે. આ સમયે ડીઝલની તીવ્ર અછત સર્જાતા જગતનો તાત ચિંતાના ગરકાવ થઈ ગયો છે. ડીઝલ નહીં મળવાને કારણે ટ્રેક્ટરો અને હાર્વેસ્ટર થંભી ગયા છે. જો સમયસર ઇંધણ નહીં મળે તો તૈયાર પાક બગડી જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ત્યારે કેન લઈને પંપે-પંપે ભટકવા છતાં ખેડૂતોને ડીઝલ વિના ખાલી હાથે પરત ફ્રવું પડી રહ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
પ્રમુખ - ઉપપ્રમુખ સહિત પાંચ મહત્વના હોદ્દેદારોની નિર્વિઘ્ને વરણી
calendar_today May 23, 2026

પ્રમુખ - ઉપપ્રમુખ સહિત પાંચ મહત્વના હોદ્દેદારોની નિર્વિઘ્ને વરણી

દાહોદ : દાહોદ જિલ્લા પંચાયતમાં યોજાયેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા ઔપચારિકતા વચ્ચે પૂર્ણ થઈ હતી, જિલ્લા પંચાયત કચેરી ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી તેમજ કલેકટર સુરભી ગૌતમ તેમજ વહીવટદાર જિલ્લા વિકાસ અધિકારી સ્મિથ લોઢાની ઉપસ્થિતિમાં પ્રમુખ તરીકે ગમાબેન અભેસિંહ મોહનીયા, ઉપપ્રમુખ તરીકે વિજયસિંહ ભરતસિંહ અમલીયાર, કારોબારી ચેરમેન તરીકે સંગીતાબેન અશ્વિનભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્રભાઈ કાળુભાઈ સંગાડા તથા દંડક તરીકે મનીષાબેન અનિલભાઈ ભુરીયાની વરણી કરવામાં આવી હતી.આ પ્રસંગે દેવગઢબારિયા, દાહોદ, ગરબાડા, ઝાલોદ અને ફ્તેપુરા વિસ્તારના ધારાસભ્યો, રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારા,મહેન્દ્ર ભાભોર કનૈયાલાલ કિશોરી, મહેશ ભુરીયા પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ, તેમજ ભાજપ જિલ્લા પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો તેમજ પક્ષના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward