android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર વરણી
calendar_today May 23, 2026

પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર વરણી

ગોધરાઃ પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર વરણી પ્રક્રિયા માટે જિલ્લા પંચાયત સભાખંડ ખાતે ચૂંટણી યોજાઈ હતી. વિજેતા તમામ સભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા ભાજપ દ્વારા રજૂ કરાયેલા મેન્ડેટ આધારિત પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર જાહેરાત કરાઈ હતી.પંચમહાલ જિલ્લા પંચાયત કચેરી સભાખંડ ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ હાઇકમાન્ડના મેન્ડેટ મુજબ પ્રમુખ તરીકે નિરજ પટેલ અને ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ ચાવડાની બિન હરીફ્ વરણી કરાઈ હતી. નવનિયુક્ત પ્રમુખે જિલ્લાના સર્વાંગી વિકાસની નેમ વ્યક્ત કરી, સાથે તેઓએ શિક્ષણ અને આરોગ્યલક્ષી કામગીરીને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું. ડીડીઓએ નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. નવ નિયુકત પ્રમુખ અને પદાધિકારીઓને જિલ્લા પ્રભારી, ધારાસભ્ય ફ્તેસિંહ ચૌહાણ, જયદ્રથસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ, મહામંત્રી નરેન્દ્રસિંહ સહિત અગ્રણીઓએ ઉપસ્થિત રહી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
દાહોદ ખાતે DC જ્વેલર્સના તિજોરી એક્ઝિબિશનનો પ્રારંભ
calendar_today May 23, 2026

દાહોદ ખાતે DC જ્વેલર્સના તિજોરી એક્ઝિબિશનનો પ્રારંભ

દાહોદઃ દાહોદ શહેરના રાધે ગાર્ડન, રળિયાતી રોડ ખાતે ગઇકાલથી શરૂ થયેલી D.C. Jewellersની વૈવાહિક સ્પેશિયલ Tijori Exhibitionમાં પહેલાં જ દિવસે ગ્રાહકોની ભારે ભીડ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરવાસીઓ તરફ્થી Exhibitionને મળેલાઅપાર પ્રેમ અને વિશ્વાસથી D.C. Jewellers પરિવાર અત્યંત ઉત્સાહિત જોવા મળ્યો હતો.Exhibitionમાં રજૂ કરવામાં આવેલા Wedding Special Collection, હેવી લુક સાથેના લાઇટ વેઇટ જ્વેલરી ડિઝાઇન્સ, ટ્રેડિશનલ તથા મોડર્ન કલેક્શન ગ્રાહકોને ખાસ આકર્ષી રહ્યા છે, સાથે જ Bridal Jewellery, Antique Collection, Diamond Jewellery અને નવી વેરાયટીનું વિશાળ કલેક્શન લોકોની પ્રથમ પસંદ બની રહ્યું છે. સોનાનો ભાવ રૂા.1 લાખ હતો, તે સમયે D.C. Jewellersએ જે અનુમાન વ્યક્ત કર્યું હતું કે, સોનાનો ભાવ રૂા.1.50 લાખ સુધી પહોંચી શકે છે, તે સંપૂર્ણપણે સાચું સાબિત થયું હતું. આવનારા સમયમાં Goldનો ભાવ રૂા.2 લાખથી પણ ઉપર જઈ શકે છે. એવા સમયમાં દાહોદવાસીઓ માટે સોનાની ખરીદી અને રોકાણ માટે આ શ્રોષ્ઠ તક માનવામાં આવી રહી છે. આ Exhibition ના હવે માત્ર બે દિવસ બાકી છે. મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે Exhibition ની મુલાકાત લઈ રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
પ્રથમ પ્રમુખ તરીકે અનિતા પટેલ, ઉપપ્રમુખ પદે અરવિંદ પગી ચૂંટાયા
calendar_today May 23, 2026

પ્રથમ પ્રમુખ તરીકે અનિતા પટેલ, ઉપપ્રમુખ પદે અરવિંદ પગી ચૂંટાયા

કોઠંબાઃ નવરચિત કોઠંબા તાલુકા પંચાયતની પ્રથમ ટર્મ માટે પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી પ્રક્રિયા કન્વીનર ડાયાભાઈ એચ.પટેલ અને નિશાબેન મોદીના અધ્યક્ષ સ્થાને સંપન્ન થઈ હતી. જેમાં તમામ હોદ્દેદારો બિનહરીફ્ ચૂંટાઈ આવતા રાજકીય વર્તુળોમાં ખુશીનો માહોલ છવાયો છે.કોઠંબા તાલુકા પંચાયતના ઇતિહાસમાં પ્રથમવાર પ્રમુખપદે મહિલાની વરણી થઈ છે. અનિતાબેન પટેલની પ્રમુખ તરીકે વરણી થતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણી અધિકારી જીગરભાઇ પટેલ ખેતીવાડી અધિકારી અને ટીડીઓ જી.જી.ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારી પત્ર ભરાતા અનિતા પટેલને વિજેતા જાહેર કરાયા હતા. પ્રમુખની સાથે અન્ય મહત્વના હોદ્દાઓ પર પણ બિનહરીફ્ વરણી થઈ છે. જેમાં ઉપપ્રમુખ પદે અરવિંદભાઈ પગી, કારોબારી ચેરમેન પદે રીટાબેન ગોસાઈ, પક્ષના નેતા તરીકે કિરપાલસિંહ ગોહિલ અને દંડક તરીકે સુમિત્રાબેન પરમારની વરણી કરાઈ છે. કોઠંબા તાલુકા પંચાયતમાં કુલ 16 સભ્યો છે. જેમા ભાજપના 14 સભ્યોએ હોદ્દેદારોની પસંદગી કરતા તાલુકામાં વિકાસની નવી રાજનીતિની શરૂઆત થઈ હોવાની ચર્ચા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward