android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad શહેરકોટડામાં યુવતી સાથે ગેંગરેપનો આક્ષેપ, બે યુવકો સામે નોંધાઈ ફરિયાદ
calendar_today May 23, 2026

Ahmedabad શહેરકોટડામાં યુવતી સાથે ગેંગરેપનો આક્ષેપ, બે યુવકો સામે નોંધાઈ ફરિયાદ

અમદાવાદ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં 18 વર્ષીય યુવતી સાથે ગેંગરેપની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ સરસપુર વિસ્તારમાં રહેતી યુવતીને બે યુવકો દ્વારા કારમાં બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ નિકોલ વિસ્તારમાં લઈ જવાઈ હતી. ત્યાં બંને આરોપીઓએ વારાફરતી યુવતી પર દુષ્કર્મ આચર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.બ્લેકમેઇલ અને જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીઓએ યુવતીને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનો દાવો કરી તેને બ્લેકમેઇલ કરી હતી. યુવતીને માતા-પિતાને જાણ કરી દેવાની ધમકી આપીને સતત દબાણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, યુવતી તરફથી વિરોધ થતા તેના પિતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ ગંભીર આક્ષેપ છે. આ ધમકીના કારણે યુવતી માનસિક દબાણમાં આવી ગઈ હોવાનું ફરિયાદમાં ઉલ્લેખિત છે. શહેરકોટડા પોલીસે બે આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો આ સમગ્ર મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં મિત મકવાણા અને તેજસ નામના બે યુવકો સામે ગેંગરેપ, અપહરણ અને ધમકી સહિતના ગંભીર ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા બંને આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. તેમજ ઘટનાના તમામ પુરાવા એકત્ર કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Junagadhમાં પૈસાની લેતીદેતીમાં યુવક પર 10 શખ્સોનો ઘાતકી હુમલો, બચાવવા આવેલા મિત્રનું અપહરણ
calendar_today May 23, 2026

Junagadhમાં પૈસાની લેતીદેતીમાં યુવક પર 10 શખ્સોનો ઘાતકી હુમલો, બચાવવા આવેલા મિત્રનું અપહરણ

જૂનાગઢ શહેરમાં મિત્ર વચ્ચેના નાણાકીય વિવાદે ગંભીર હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, પૈસા લેતીદેતીના મુદ્દે થયેલા ઝઘડાના કારણે બંને પક્ષ વચ્ચે તણાવ વધ્યો હતો. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો મામલો ધીમે ધીમે ઉગ્ર બની ગયો અને અંતે મારામારી સુધી પહોંચી ગયો હતો. ઘટનાને કારણે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો.દસ શખ્સોએ મળીને યુવક પર હુમલો અને અપહરણનો આક્ષેપ માહિતી મુજબ આશરે દસ જેટલા શખ્સોએ એકત્ર થઈને યુવક પર ઘાતકી હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને લાકડાં અને અન્ય હથિયારો વડે માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. હુમલાની વચ્ચે બચાવવા માટે આવેલા અન્ય યુવકને પણ આરોપીઓએ જબરદસ્તી ઉઠાવી લઈ અપહરણ કરી લીધો હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. CCTV ફૂટેજના આધારે પોલીસ તપાસ તેજ સમગ્ર ઘટનાની માહિતી નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે. ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ અને તેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને ઝડપથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kapurthala : જેલની અંદર જબરદસ્ત હિંસા, બેરક નંબર 4ની દીવાલ તોડી
calendar_today May 23, 2026

Kapurthala : જેલની અંદર જબરદસ્ત હિંસા, બેરક નંબર 4ની દીવાલ તોડી

પંજાબના કપૂરથાલા જેલમાં શનિવાર રાત્રે લગભગ 8:30 વાગ્યે અચાનક હિંસક ઘટના બની. એક કેદી સાથે થયેલી સામાન્ય બોલાચાલી બાદ કેદીઓ અને અંડરટ્રાયલ કેદીઓ વચ્ચે ભારે ઝઘડો શરૂ થયો હતો, જે પછી પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ.પોલીસકર્મીઓમાં ભયનો માહોલ ફેલાયો થોડી જ વારમાં ઉશ્કેરાયેલા કેદીઓએ જેલની સંપત્તિને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું હતું. બેરેક નંબર 4ની અંદરની દીવાલો તોડી નાખવામાં આવી હતી અને જેલના એક ભાગમાં આગ લગાવવાનો પણ પ્રયાસ થયો હતો. આ દરમિયાન જેલ અધિકારીઓ અને પોલીસકર્મીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે પ્રયાસ કર્યો, ત્યારે કેદીઓએ પોલીસ પર પણ હુમલો કર્યો હોવાના અહેવાલ છે. ઘટનાના કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં કેદીઓ જેલ પ્રશાસન પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ગોળીબાર કરવામાં આવ્યો હતો અને એક કેદીને ગોળી લાગી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં : DIG ઘટના બાદ જેલ બહાર 5થી 6 એમ્બ્યુલન્સ જોવા મળતા ઘણા કેદીઓ ઘાયલ થયા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. ઘટનાની માહિતી મળતાં જ SSP ભારે પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જલંધર રેન્જના ડીઆઈજી DIGએ જણાવ્યું કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે. જેલમાં થયેલી આ હિંસક ઘટના અને સુરક્ષા ચૂક અંગે વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો : Twisha Sharma Caseમાં સુપ્રીમ કોર્ટે લીધો સુઓમોટો, સોમવારે થશે મહત્વપૂર્ણ સુનાવણી

Read Full Story arrow_forward