Ahmedabad ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં: વાયરલ વીડિયોના આધારે બે કારચાલકો સામે ગુનો દાખલ
અમદાવાદ શહેરમાં સોશિયલ મીડિયા પર રીલ બનાવવા માટે જાહેર રસ્તાઓ પર સ્ટંટ અને બેદરકાર ડ્રાઈવિંગ કરવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં શહેરમાં કેટલાક યુવકો નંબર પ્લેટ વગર કારનો કાફલો કાઢી રસ્તા પર સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ટ્રાફિક પોલીસ હરકતમાં આવી હતી. વાયરલ વીડિયોમાં યુવકો જાહેર માર્ગ પર ટ્રાફિક નિયમોની અવગણના કરતા અને જોખમી રીતે વાહન ચલાવતા જોવા મળ્યા હતા, જેના કારણે અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા.વાયરલ વીડિયો આધારે પોલીસે બે કાર ડિટેઇન કરી ‘એ’ ટ્રાફિક પોલીસ સ્ટેશને વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે બે કાર ડિટેઇન કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જીત અશોકભાઈ પટેલ અને મીત રમેશભાઈ સોલંકી નામના યુવકોની સંડોવણી સામે આવી હતી. બંને યુવકો દ્વારા નંબર પ્લેટ વગર કાર ચલાવી જાહેર માર્ગ પર સ્ટંટ કરાયા હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે યુવકો આ પ્રકારની જોખમી હરકતો કરી રહ્યા છે, જે ટ્રાફિક અને જાહેર સુરક્ષા માટે ગંભીર ખતરો બની રહી છે. મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાર્યવાહી અમદાવાદ ટ્રાફિક પોલીસે બંને કાર ચાલકો સામે મોટર વ્હીકલ એક્ટની કલમ 207, 177 અને 181 હેઠળ કાર્યવાહી કરી છે. પોલીસે જણાવ્યું છે કે શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે. જાહેર રસ્તા પર સ્ટંટબાજી, રેસિંગ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના બનાવોને અટકાવવા માટે હવે વધુ કડક મોનીટરીંગ કરવામાં આવશે. પોલીસે યુવાનોને સોશિયલ મીડિયા માટે જોખમી હરકતો ન કરવા પણ અપીલ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward