android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
વાંચો 24 મેના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે
calendar_today May 23, 2026

વાંચો 24 મેના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે

ગુજરાત અને દેશભરમાં 24 મેના રોજ અનેક મહત્વની રાજકીય, સામાજિક અને ખેલજગતની ગતિવિધિઓ જોવા મળવાની છે.અમદાવાદમાં દેશના મુખ્ય 'કોમનવેલ્થ ખેલ દિવસ'ની ઉજવણી 24 મેના રોજ દેશભરમાં 8000થી વધુ સ્થળોએ કોમનવેલ્થ ખેલ દિવસ ઉજવાશે. વર્ષ 2030ના કોમનવેલ્થ ગેમ્સના યજમાન અમદાવાદમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય ખેલમંત્રી મનસુખ માંડવિયા ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ખાતે એથ્લેટ્સ સાથે ખાસ મુલાકાત કરશે. આ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. સુરતમાં 'જમનાબા વિદ્યાર્થી ભવન'નું લોકાર્પણ અને સરદાર પટેલની ભવ્ય પ્રતિમાનું અનાવરણ સુરતના વાલક પાટીયા પાસે સુરત સૌરાષ્ટ્ર પાટીદાર સેવા સમાજ દ્વારા નિર્મિત જમનાબા વિદ્યાર્થી ભવનનું 24 મેના રોજ સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થશે. પરિસરમાં 31 ફૂટ ઊંચી અને 9 ટન વજનની ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કરશે. આ સાથે જ 54 ફૂટ ઊંચા સ્તંભ પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે. અમદાવાદના એસ.જી. હાઇવે પર વાહનચાલકોને મોટી રાહત અમદાવાદના સૌથી વ્યસ્ત પેલેડિયમ મોલ ટ્રાફિક જંકશનને ડિઝાઇનમાં ફેરફાર કરી 24 મેની સવારથી 'કેપ્સ્યુલ મોડ' માં ખુલ્લો મુકાશે. બોટલનેક હટાવી દેવાતાં હવે વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે. સુરત SGCCIની ચૂંટણી SGCCI ચૂંટણી: 86 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર કોર્ટ મેટર બાદ સુરત SGCCIની ઉપ-પ્રમુખ પદની ચૂંટણી 24 મેના રોજ યોજાશે. જેમાં રવિ રાજદેસાઈ અને નીતિન ભરૂચા વચ્ચે સીધો મુકાબલો છે. ધોરાજીમાં હિમાલય બારૈયાને શ્રદ્ધાંજલિ ધોરાજીમાં આંગડિયા પેઢીના વિવાદમાં જીવ ગુમાવનાર કોળી સમાજના યુવાન હિમાલય એચ. બારૈયાનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે. જેમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને વિમલભાઈ ચુડાસમા હાજર રહેશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના મહત્વના સમાચાર માર્કો રુબિયોનો ભારત પ્રવાસ: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોના ભારતના પ્રવાસનો બીજો દિવસ છે. તેઓ 25 મેના રોજ આગ્રા-જયપુર જશે અને 26 મેના રોજ ક્વાડ (Quad) દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. અમિત શાહનો કાર્યક્રમ: ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીના લાલકિલ્લા મેદાનમાં 'જનજાતિ સાંસ્કૃતિક સમાગમ'ને સંબોધિત કરશે, જેમાં દેશભરમાંથી 1.5 લાખ આદિવાસીઓ ઉમટશે. રાજકીય બેઠકો: યુપી વિધાનસભા ચૂંટણી સંદર્ભે માયાવતીએ લખનૌમાં બસપાની બેઠક બોલાવી છે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન બેંગલુરુમાં કોર કમિટીની બેઠક સંબોધશે અને કડુ મલ્લેશ્વરા સ્વામીના દર્શન કરશે. પશ્ચિમ બંગાળ: ફાલતા વિધાનસભા પેટાચૂંટણીનું 24 મેના રોજ પરિણામ જાહેર થશે, જ્યાં 88.13 ટકા જેટલું બમ્પર મતદાન થયું હતું. IPL 2026: રવિવારના સુપર સન્ડે ધમાકા 24 મેના રોજ આઈપીએલમાં બે શાનદાર મુકાબલા રમાશે: બપોરે 3:30 વાગ્યે: મુંબઈ ઇન્ડિયન્સ વિરૂદ્ધ રાજસ્થાન રોયલ્સ (સ્થળ: મુંબઈ) સાંજે 7:30 વાગ્યે: કોલકાતા નાઈટ રાઈડર્સ વિરૂદ્ધ દિલ્હી કેપિટલ્સ (સ્થળ: કોલકાતા) આ પણ વાંચો - Surat News: કામરેજમાં પોલીસનું મોટું ઓપરેશન, 20 ફાર્મ હાઉસ પર રેડ

Read Full Story arrow_forward
Bardoli પાસે નદીમાં મરેલા મરઘાં ફેંકાતા મચી ચકચાર, વીડિયો વાયરલ થયા બાદ તંત્ર દોડતું થયું!
calendar_today May 23, 2026

Bardoli પાસે નદીમાં મરેલા મરઘાં ફેંકાતા મચી ચકચાર, વીડિયો વાયરલ થયા બાદ તંત્ર દોડતું થયું!

સુરત જિલ્લાના બારડોલી નજીક નાડીદા ગામે મિઢોળા નદીમાં મરેલા મરઘાં ફેંકવાની ગંભીર ઘટના સામે આવી છે. ગુજરાતની સરહદ નજીક આવેલા નવાપુર વિસ્તારમાં બર્ડ ફ્લૂના કેસોની ચર્ચા વચ્ચે આ ઘટનાએ સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાવી છે. અજાણ્યા ઇસમો ટેમ્પોમાં ભરેલા મરેલા મરઘાં નદીમાં ફેંકી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.ટેમ્પોમાંથી મરઘાં ફેંકતો વીડિયો વાયરલ માહિતી મુજબ કેટલાક લોકો મિઢોળા નદીના પુલ પર ટેમ્પો ઊભો રાખી નદીમાં મરેલા મરઘાંનો જથ્થો ફેંકી રહ્યા હતા. આ સમગ્ર ઘટના દરમિયાન કોઈ વ્યક્તિએ વીડિયો બનાવી લીધો હતો, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે ટેમ્પોમાંથી મરેલા મરઘાં નદીમાં નાખતા દૃશ્યો જોવા મળતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિક લોકો દ્વારા આ ઘટનાને જાહેર આરોગ્ય અને પર્યાવરણ માટે ગંભીર ખતરો ગણાવવામાં આવી રહી છે. ગ્રામ પંચાયત અને પોલીસ હરકતમાં આવી ઘટનાની જાણ થતાં નાડીદા ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સમગ્ર મામલે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે વીડિયો અને અન્ય પુરાવાના આધારે આરોપીઓને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે. મરેલા મરઘાં ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને બર્ડ ફ્લૂ સાથે કોઈ કડી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Amreli News: લાઠી સ્ટેટ હાઈવે પર કેરાળા નજીક ભયાનક અકસ્માત, ત્રણના મોત
calendar_today May 23, 2026

Amreli News: લાઠી સ્ટેટ હાઈવે પર કેરાળા નજીક ભયાનક અકસ્માત, ત્રણના મોત

અમરેલી જિલ્લાના લાઠી સ્ટેટ હાઈવે પર શનિવારે મોડી સાંજે એક અત્યંત ગમખ્વાર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. લાઠીના કેરાળા ગામ નજીક પુરપાટ ઝડપે જઈ રહેલી એક ખાનગી બસ અને અલ્ટો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં અલ્ટો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર ત્રણેય મુસાફરોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનાને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.કેરાળા નજીક સર્જાયો કાળમુખો અકસ્માત ઘટનાની મળતી માહિતી અનુસાર, અમરેલી-લાઠી સ્ટેટ હાઈવે પર કેરાળા ગામના પાટિયા નજીકથી પસાર થઈ રહેલી અલ્ટો કારને સામેથી આવી રહેલી એક લક્ઝરી ખાનગી બસે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો આગળનો ભાગ બસની નીચે ઘૂસી ગયો હતો અને લોખંડના પતરા ફાડીને અંદર બેઠેલા મુસાફરો કચડાઈ ગયા હતા. અકસ્માતના જોરદાર અવાજને પગલે આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ દમ તોડ્યા સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ કારના પતરા તોડીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓ અને વધુ પડતું લોહી વહી જવાના કારણે કારમાં સવાર ત્રણેય મુસાફરોએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ લાઠી પોલીસ મથકનો કાફલો હાઈવે પર દોડી આવ્યો હતો. પોલીસે ક્રેન અને સ્થાનિક લોકોની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની સાઈડમાં ખસેડી ત્રણેય મૃતકોના શવને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. હાઈવે પર ચક્કાજામ, મૃતકોની ઓળખ મેળવવા તજવીજ અકસ્માતની આ ગંભીર ઘટનાના પગલે લાઠી સ્ટેટ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ટ્રાફિક હળવો કરાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પ્રાથમિક તબક્કે મૃતકો ક્યાંના વતની હતા અને તેમના નામ-સરનામા શું છે તે જાણી શકાયું નથી. હાલ લાઠી પોલીસે કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે મૃતકોની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે અને અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો - Amreli : ડીઝલની અછત વચ્ચે પેટ્રોલ પંપો પર લાંબી લાઇનો, ખેડૂતોનો ચક્કાજામ

Read Full Story arrow_forward