Ahmedabadના સેટેલાઇટમાં બાઈક માટે પૈસા ન આપતા પતિએ પત્ની પર કર્યો જીવલેણ હુમલો
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ઘરેલુ કલહની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પતિએ નવી બાઈક ખરીદવા માટે પત્ની પાસે રૂપિયા માંગ્યા હતા. પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે પત્નીએ રૂપિયા ન હોવાની વાત કરી હતી. આ વાતને લઈને બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે થોડા જ સમયમાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘરમાંથી બૂમાબૂમના અવાજો આવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.લાકડી વડે હુમલો કરતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત આરોપ છે કે ઝઘડો વધતા પતિએ ગુસ્સામાં આવી પત્ની પર લાકડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં મહિલાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તે લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડી હતી. ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારબાદ મહિલાને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ ડૉક્ટરોએ મહિલાની સારવાર શરૂ કરી હતી અને હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સારવાર બાદ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હોસ્પિટલમાં સારવાર પૂર્ણ થયા બાદ મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઘરેલુ હિંસા અને હુમલાના એંગલથી તપાસ શરૂ કરી છે. ઘટના બાદ વિસ્તારમાં પણ ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા આરોપી પતિની પૂછપરછ સહિત કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward