android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Raghav Chadhaને મળ્યું મહત્વનું પદ, નિભાવશે હવે ખાસ જવાબદારી
calendar_today May 23, 2026

Raghav Chadhaને મળ્યું મહત્વનું પદ, નિભાવશે હવે ખાસ જવાબદારી

આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાની પિટિશન કમિટીના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે. રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને કમિટીની પુનર્ગઠન પ્રક્રિયા બાદ આ નિર્ણય અંગે સત્તાવાર સૂચના બહાર પાડી છે. કમિટીમાં 10 સભ્યોને કરાયા સામેલ સૂચના મુજબ 20 મેથી અસરકારક રીતે રાજ્યસભાની પિટિશન કમિટીને ફરીથી ગઠિત કરવામાં આવી છે. આ અંતર્ગત કુલ 10 સભ્યોને કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે અને તેમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે રાઘવ ચઢ્ઢાને અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કમિટીના અન્ય સભ્યોમાં હર્ષ મહાજન, ગુલામ અલી, શંભુ શરણ પટેલ, મયંકકુમાર નાયક, મસ્તાન રાવ યાદવ બીધા, જે.બી. માથેર હિશામ, સુભાષિષ ખુટિયા, ર્વંગરા નારજરી અને સંતોષ કુમાર પી.નો સમાવેશ થાય છે. રાઘવ ચઢ્ઢા પહેલા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ હતા આ સાથે જ રાજ્યસભા સચિવાલયે અન્ય સૂચનામાં જણાવ્યું છે કે મેનેકા ગુરૂસ્વામીને ‘કોર્પોરેટ કાયદા (સંશોધન) બિલ, 2026’ પર બનેલી સંયુક્ત સમિતિમાં સભ્ય તરીકે નિમવામાં આવ્યા છે. તે જ રીતે લોકસભા સચિવાલયે અલગ સૂચના જાહેર કરીને જણાવ્યું કે લોકસભા અધ્યક્ષ અરવિંદ સાવંતને પણ આ સંયુક્ત સમિતિમાં સામેલ કર્યા છે. ઉલ્લેખનીય છે કે રાઘવ ચઢ્ઢા પહેલા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ હતા, પરંતુ બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. તેમણે અગાઉ જણાવ્યું હતું કે પાર્ટીની નીતિઓ અને સિદ્ધાંતોમાં બદલાવ આવતા તેમણે આ નિર્ણય લીધો હતો અને હવે તેઓ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યા છે. આ પણ વાંચો : Marco Rubio દિલ્હીની ગરમીથી થયા પરેશાન, જાણો સમય પુછીને શું કહ્યું?

Read Full Story arrow_forward
Surat News: દેવાસ મર્ડર કેસનો મોસ્ટ વોન્ટેડ રાહુલ શૂટર પાંડેસરાથી ઝડપાયો
calendar_today May 23, 2026

Surat News: દેવાસ મર્ડર કેસનો મોસ્ટ વોન્ટેડ રાહુલ શૂટર પાંડેસરાથી ઝડપાયો

ગુનાહિત પ્રવૃત્તિઓ આચરીને અન્ય રાજ્યોમાંથી ભાગી સુરતમાં આશરો લેતા બદમાશો પર સુરત પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સતત કાળ બનીને ત્રાટકી રહી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચને એક ઓપરેશનમાં મોટી સફળતા હાથ લાગી છે. મધ્ય પ્રદેશના દેવાસમાં થયેલી ચકચારી ગેંગવોર અને મર્ડર કેસના મુખ્ય સૂત્રધાર અને શૂટરને સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ફિલ્મી ઢબે ઝડપી પાડવામાં આવ્યો છે.પાંડેસરા SMC આવાસ પાસેથી દબોચાયો ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશનો એક ખતરનાક શાર્પ શૂટર સુરતના પાંડેસરા વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે પાંડેસરાના વડોદગામ પાસે આવેલા એસએમસી (SMC) આવાસ નજીક વોચ ગોઠવી હતી. પોલીસની ટીમે ઘેરાબંધી કરીને ત્યાં આશરો લઈ રહેલા રાહુલ ઉર્ફે 'શૂટર' નામના આરોપીને દબોચી લીધો હતો. MP ના દેવાસ ફાયરિંગ કેસમાં હતો ફરાર પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં થોડા સમય અગાઉ બે જૂથો વચ્ચે સામસામે ભયાનક ફાયરિંગ થયું હતું. આ હિંસક ગેંગવોરમાં એક વ્યક્તિની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. આ ચકચારી હત્યાકાંડ અને ફાયરિંગના ગુનામાં રાહુલ મુખ્ય આરોપી હતો અને તે ઘટના બાદથી જ મધ્ય પ્રદેશ પોલીસને થાપ આપીને સુરતમાં આવીને છુપાઈ ગયો હતો. અગાઉ પણ ગુનાહિત રેકોર્ડ ધરાવે છે ઝડપાયેલો આરોપી રાહુલ ઉર્ફે 'શૂટર' કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ તેનો લાંબો ગુનાહિત ઈતિહાસ છે. તે અગાઉ પણ ગેરકાયદેસર હથિયારો રાખવાના કેસ (આર્મ્સ એક્ટ) સહિત અનેક ગંભીર અને જીવલેણ હુમલાના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનો ખુલાસો થયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે હાલ આરોપીની અટકાયત કરીને આ અંગે મધ્ય પ્રદેશ પોલીસને જાણ કરી દીધી છે. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને આરોપીને મધ્ય પ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો - Surat ઉધના મર્ડર કેસ: મહારાષ્ટ્રથી 3 રીઢા ગુનેગાર ઝડપાયા, 19 ગુનામાં સંડોવાયેલો કિશન સહિત 2 હજુ ફરાર

Read Full Story arrow_forward
Kutchમાં AAPના પૂર્વ સંગઠન મંત્રી સહિત 4 સામે લૂંટ અને ખંડણીનો ગુનો નોંધાયો
calendar_today May 23, 2026

Kutchમાં AAPના પૂર્વ સંગઠન મંત્રી સહિત 4 સામે લૂંટ અને ખંડણીનો ગુનો નોંધાયો

કચ્છમાં આમ આદમી પાર્ટીના પૂર્વ સંગઠન મંત્રી સહિત ચાર લોકો સામે લૂંટ અને ખંડણીની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ મુજબ ટ્રાન્સપોર્ટર પાસેથી રૂપિયા 45 હજારની લૂંટ કરવામાં આવી હોવાનો આરોપ મૂકાયો છે. આ મામલે રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચા જાગી છે.ત્રણ પત્રકારોની સંડોવણીનો પણ આક્ષેપ ફરિયાદમાં સંજય બાપટ ઉપરાંત ત્રણ પત્રકારોની સંડોવણી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદી દ્વારા આરોપ મૂકાયો છે કે આરોપીઓએ મળીને ખંડણી અને દબાણનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્રણ આરોપીઓને પાલારા જેલ હવાલે કરાયા પોલીસે કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડી પાલારા જેલ હવાલે કર્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે વધુ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ છે. પોલીસ દ્વારા કેસના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward