android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch News: અબડાસાના કોઠારામાં નશામાં ધૂત ટ્રેલર ચાલકનો આતંક, રેલવે ફાટક તોડી 4 વાહનોને લીધા અડફેટે
calendar_today May 23, 2026

Kutch News: અબડાસાના કોઠારામાં નશામાં ધૂત ટ્રેલર ચાલકનો આતંક, રેલવે ફાટક તોડી 4 વાહનોને લીધા અડફેટે

કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના કોઠારા વિસ્તારમાં નશામાં ધૂત ટ્રેલર ચાલકના આતંકથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બેફામ રીતે દોડતા ટ્રેલરે રેલવે ફાટક તોડી નાખ્યો હતો અને બાદમાં રસ્તા પર આડેધડ દોડતા અનેક વાહનોને અડફેટે લીધા હતા. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો.ત્રણ કાર અને છોટા હાથી વાહનને ટક્કર માહિતી મુજબ ટ્રેલર ચાલકે ત્રણ કાર સહિત એક છોટા હાથી વાહનને ટક્કર મારી હતી. અકસ્માતમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ટ્રેલર બેફામ દોડતું હોવાથી રસ્તા પર હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને વાહનચાલકો બચવા માટે દોડધામ કરતા જોવા મળ્યા હતા. ફાટક વચ્ચે ટ્રેલર ફસાતાં મોટી દુર્ઘટના ટળી અકસ્માત બાદ ટ્રેલર રેલવે ફાટક વચ્ચે જ ફસાઈ ગયું હતું, જેના કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી. સદભાગ્યે આ સમગ્ર ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રેલર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Updated Live: અબડાસાના કોઠારામાં નશામાં ધૂત ટ્રેલર ચાલકનો આતંક, અનેક વાહનોને લીધા અડફેટે
calendar_today May 23, 2026

Gujarat Latest News Updated Live: અબડાસાના કોઠારામાં નશામાં ધૂત ટ્રેલર ચાલકનો આતંક, અનેક વાહનોને લીધા અડફેટે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Monsoon 2026: ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ, અરબ સાગર અને બંગાળની ખાડીના કેટલાક ભાગમાં વરસાદનું આગમન
calendar_today May 23, 2026

Monsoon 2026: ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ, અરબ સાગર અને બંગાળની ખાડીના કેટલાક ભાગમાં વરસાદનું આગમન

દેશમાં ભીષણ ગરમી વચ્ચે હવામાન વિભાગે ચોમાસાને લઈને મોટી જાણકારી સામે આવી છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ અરબ સાગર, બંગાળની ખાડી અને અંદમાન દરિયાના ઘણા ભાગમાં દસ્ક્ત આપી દીધી છે. 23 મે સુધી દક્ષિણ-પૂર્વ અરબ સાગરના ક્ષેત્રો, કોમોરિન ક્ષેત્ર, સાથે જ બંગાળની ખાડીના કેટલાક ભાગમાં વરસાદની આગળ વધવાની સ્થિતિ અનુકુળ બની છે. સ્થિતિ એવી બની ગઈ છે કે બપોર દરમિયાન રસ્તાઓ સૂમસામ દેખાઈ રહ્યા છે અને રાત્રે પણ ગરમ પવનો લોકોનું જીવવું મુશ્કેલ બનાવી રહ્યા છે. ઘરોમાં કૂલર અને એસી પણ આ ગરમી સામે બેકાર સાબિત થઈ રહ્યા છે. સતત વધી રહેલી ગરમી અને હીટવેવે સામાન્ય જનજીવનને સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત બનાવી દીધું છે. ભીષણ ગરમી વચ્ચે રાહતના સમાચાર આ દરમિયાન હવામાન વિભાગ એટલે કે IMDની નવી આગાહી લોકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ હવે માનસૂન ઝડપથી આગળ વધી રહ્યું છે અને આગામી 3 થી 4 દિવસમાં હવામાનનો મિજાજ બદલાઈ શકે છે. અનેક રાજ્યોમાં તેજ પવન અને વરસાદની શરૂઆત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે લોકોને ભીષણ ગરમીમાંથી રાહત મળી શકે છે. માનસૂનનું કાઉન્ટડાઉન શરૂ, બદલાશે હવામાન IMD અનુસાર પ્રી-માનસૂન પ્રવૃત્તિઓ હવે તેજ બની ગઈ છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી આવતી ભેજયુક્ત પવનો ઉત્તર અને મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, ગાજવીજ સાથે વરસાદ અને તેજ આંધીઓ આવવાની શક્યતા વધી ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસમાં દિલ્હી-એનસીઆર, પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશના ઘણા વિસ્તારોમાં હવામાન અચાનક બદલાઈ શકે છે. કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ લોકોને તપતી ગરમીમાંથી રાહત આપી શકે છે. જ્યારે રાજસ્થાન અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં ધૂળભરી આંધીઓ ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. 13 રાજ્યમાં એલર્ટ, તંત્ર થયું સતર્ક રાહતના સમાચાર સાથે જોખમની ઘંટડી પણ વાગી ચૂકી છે. IMDએ 13 રાજ્યોમાં ભારે તોફાન, વીજળી પડવાની શક્યતા અને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો એલર્ટ જાહેર કર્યો છે. હવામાન વિભાગે લોકોને ખરાબ હવામાન દરમિયાન ઘરમાં રહેવાની અને સુરક્ષિત સ્થળે આશરો લેવાની સલાહ આપી છે. ઘણા રાજ્યોમાં પ્રશાસન પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. આપત્તિ વ્યવસ્થાપન ટીમોને તૈયાર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ બદલાવ ભીષણ હીટવેવ અને પ્રી-માનસૂન પ્રવૃત્તિઓના ટકરાવનું પરિણામ છે. આગામી દિવસોમાં હવામાન ઝડપથી બદલાઈ શકે છે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી શકે છે. આ પણ વાંચો: Delhi Weather: દિલ્હીમાં આગ ઓકતી ગરમી તાપમાન 44 ડિગ્રીને પાર

Read Full Story arrow_forward