android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mumbai-Ahmedabad બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: સાવલી શાફ્ટમાં 350 ટનના 'મેગા કટરહેડ'નું સફળ લેન્ડિંગ
calendar_today May 23, 2026

Mumbai-Ahmedabad બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: સાવલી શાફ્ટમાં 350 ટનના 'મેગા કટરહેડ'નું સફળ લેન્ડિંગ

મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરના નિર્માણમાં એક નવો ઈતિહાસ રચાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મુંબઈ નજીક આવેલા સાવલી (ઘનસોલી) શાફ્ટમાં બીજી ટનલ બોરિંગ મશીન (TBM) નો કટરહેડ સફળતાપૂર્વક ઉતારવામાં આવ્યો છે. 13.6 મીટર વ્યાસ અને આશરે 350 ટન વજન ધરાવતો આ વિશાળ ભાગ TBM મશીનની પ્રાથમિક એસેમ્બલીનો છેલ્લો અને મુખ્ય તબક્કો છે.જુલાઈ 2026માં પ્રારંભિક ડ્રાઇવ શરૂઆ પહેલાં, ચાલુ અઠવાડિયે જ પ્રથમ TBMનો કટરહેડ વિક્રોલી શાફ્ટમાં ઉતારવામાં આવ્યો હતો. હવે આ બંને વિશાળ મશીનો અંતિમ એસેમ્બલી અને કમિશનિંગ ટ્રાયલમાંથી પસાર થશે, જેના પછી જુલાઈ 2026ના પ્રથમ અઠવાડિયામાં આ મશીનો દ્વારા ઔપચારિક ખોદકામ (પ્રારંભિક ડ્રાઇવ) શરૂ કરવામાં આવશે. આ બીજી TBM સાવલીથી પોતાની સફર શરૂ કરીને વિક્રોલી તરફ આગળ વધશે. એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો અને વિશેષતાઓ આ પ્રોજેક્ટમાં 13.6 મીટર વ્યાસવાળી સિંગલ ટનલને ખાસ એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે જેમાં હાઈ-સ્પીડ કોરિડોરની અપ અને ડાઉન બંને લાઈનો એકસાથે સમાવી શકાશે. આ વિશાળ કટરહેડ યુનિટ ખોદકામની કામગીરી માટે 84 કટર ડિસ્ક, 124 સ્ક્રેપર અને 16 બકેટ લિપ્સથી સજ્જ છે, જે ખડકોને કાપવાનું અને મલબો હટાવવાનું કામ ખૂબ જ કુશળતાપૂર્વક કરે છે. હાલમાં આ પ્રોજેક્ટ માટે કુલ બે મિક્સ શીલ્ડ અથવા સ્લરી આધારિત TBM મશીનો મેળવવામાં આવ્યા છે, જેમાં પ્રથમ TBMનું વજન 3080 ટન અને બીજી TBMનું વજન 3184 ટન જેટલું વિશાળ છે. મશીનની લંબાઈ અને અદભુત કાર્યક્ષમતા આ પ્રોજેક્ટમાં વપરાતી પ્રત્યેક TBM મશીનની કુલ લંબાઈ 95.32 મીટર જેટલી લાંબી છે. આ મશીનોમાં કટર વ્હીલ, મેઈન બેરિંગ, જો ક્રશર, ઈરેક્ટર, મેઈન શીલ્ડ, ટેલ શીલ્ડ અને ટનલિંગ કામને ટેકો આપતી ચાર વિશેષ ગેન્ટ્રી જેવા મહત્વના ઘટકો સામેલ છે. આ મશીનો મહત્તમ 4 RPM (રિવોલ્યુશન પ્રતિ મિનિટ)ની ઝડપે કટરહેડ ફેરવી શકે છે અને મહત્તમ 49 મિલીમીટર પ્રતિ મિનિટની ઝડપથી ખોદકામ કરવાની અદભુત ક્ષમતા ધરાવે છે. વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
West Bengal : જુલાઈથી શરૂ થશે આયુષ્યમાન ભારત કાર્ડ યોજના, મુખ્યપ્રધાન શુભેન્દુ અધિકારીએ કરી જાહેરાત
calendar_today May 23, 2026

West Bengal : જુલાઈથી શરૂ થશે આયુષ્યમાન ભારત કાર્ડ યોજના, મુખ્યપ્રધાન શુભેન્દુ અધિકારીએ કરી જાહેરાત

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા વચ્ચે વર્ચુઅલ બેઠક બાદ રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક પછી રાજ્યમાં જુલાઈ મહિનાથી આયુષ્માન ભારત યોજના હેઠળ કાર્ડ વિતરણ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.પશ્ચિમ બંગાળ માટે કેન્દ્ર સરકારે લગભગ 976 કરોડ રૂપિયા ફાળવ્યા આ યોજનાના અંતર્ગત પશ્ચિમ બંગાળ માટે કેન્દ્ર સરકારે લગભગ 976 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ સાથે રાજ્ય ફરીથી કેન્દ્રની મુખ્ય આરોગ્ય વીમા યોજના આયુષ્માન ભારત સાથે જોડાશે. રાજ્ય સરકારની હાલની ‘સ્વાસ્થ્ય સાથી’ યોજના હેઠળ આવરી લેવાતા લગભગ 6 કરોડ લાભાર્થીઓને હવે આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. લોકોનું પણ આરોગ્ય કવરેજ વધુ મજબૂત બનશે અધિકારીઓના જણાવ્યા મુજબ આ પગલાથી માત્ર પશ્ચિમ બંગાળના નાગરિકોને જ નહીં, પરંતુ રાજ્ય બહાર કામ કરતા લોકોનું પણ આરોગ્ય કવરેજ વધુ મજબૂત બનશે. આયુષ્માન ભારત યોજના મૂળરૂપે 2018માં પશ્ચિમ બંગાળમાં શરૂ કરવામાં આવી હતી, પરંતુ 2019માં તત્કાલીન સરકારે તેમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો હતો. બેઠક દરમિયાન આરોગ્ય ક્ષેત્ર માટે કેન્દ્ર તરફથી આપવામાં આવતી સહાય પર પણ ચર્ચા થઈ. નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ પશ્ચિમ બંગાળ માટે 3,505 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી 527 કરોડ રૂપિયા પહેલેથી જ આપવામાં આવ્યા છે. સર્વાઇકલ કેન્સર રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે સાથે જ રાજ્યમાં 30 મેના રોજ સર્વાઇકલ કેન્સર રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે અને કેન્દ્ર તરફથી 7 લાખથી વધુ વેક્સિન ડોઝ આપવામાં આવશે. ઉપરાંત, રાજ્યમાં 469 પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવાનો પણ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. બેઠકમાં આ પણ જણાવાયું કે રાજ્યમાં ડોક્ટર અને નર્સોની અછત છે અને ઘણા જિલ્લાઓમાં બાળમૃત્યુદર હજુ પણ ચિંતાજનક સ્તરે છે. કેન્દ્ર સરકારે આશ્વાસન આપ્યું છે કે પશ્ચિમ બંગાળમાં આરોગ્ય માળખું મજબૂત બનાવવા માટે તમામ શક્ય મદદ આપવામાં આવશે. આ પણ વાંચો : Twisha Sharma Case : ટ્વીશાના પતિ સમર્થની પોલીસ કરશે આકરી તપાસ, 7 દિવસના પોલીસ રિમાન્ડ થયા મંજૂર

Read Full Story arrow_forward
Surendranagar News: સરકારી તંત્રની જાસૂસી કરતા ખનીજ માફિયાઓના 23 બાતમીદારો ઝડપાયા
calendar_today May 23, 2026

Surendranagar News: સરકારી તંત્રની જાસૂસી કરતા ખનીજ માફિયાઓના 23 બાતમીદારો ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને વહન કરતા ખનીજ માફિયાઓ સામે પોલીસે એક સપાટો બોલાવીને ચોંકાવનારા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ખાણ ખનીજ વિભાગની ટીમ, પોલીસ અને આરટીઓ જેવા સરકારી વિભાગોની ગુપ્ત હિલચાલ પર નજર રાખીને ખનીજ માફિયાઓ સુધી બાતમી પહોંચાડતા 23 જેટલા શખ્સોની પોલીસે અટકાયત કરી છે. સરકારી અધિકારીઓ રેડ કરે તે પહેલા જ વોટ્સએપ ગ્રુપ દ્વારા લોકેશન અને માહિતી લીક કરી દેવાના આ મસમોટા કૌભાંડથી સમગ્ર જિલ્લાના વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.વોટ્સએપ ગ્રુપ બનાવી રાખતા હતા નજર ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં સક્રિય ભૂમાફિયાઓ અને ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા તત્વોને સરકારી તંત્રની કાર્યવાહીથી બચાવવા માટે એક આખું જાસૂસી નેટવર્ક કામ કરી રહ્યું હતું. પકડાયેલા 23 શખ્સો અલગ-અલગ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી પોલીસ, ખાણ ખનીજ વિભાગ, RTO અને ડેપ્યુટી કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓની ગાડીઓ અને તેમની રેડની ગતિવિધિઓ પર વોચ રાખતા હતા. અધિકારીઓ જેવી ઓફિસથી રેડ માટે નીકળે, કે તુરંત જ આ શખ્સો મેસેજ કે લોકેશન દ્વારા ખનીજ માફિયાઓને સતર્ક કરી દેતા હતા, જેથી માફિયાઓ લોકેશન પરથી ભાગી છૂટતા હતા. માહિતી આપવાના બદલામાં મળતા હતા જાડા નાણાં પોલીસ તપાસમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ પણ થયો છે કે, ડિપાર્ટમેન્ટની ગુપ્ત માહિતી ખનીજ માફિયાઓ સુધી પહોંચાડવાના બદલામાં આ શખ્સોને મોટી રકમ ચૂકવવામાં આવતી હતી. આ શખ્સો માફિયાઓ પાસેથી રેગ્યુલર ધોરણે પૈસા વસૂલતા હતા. આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવા સાથે કાયદો વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થતા હતા, જેના કારણે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે આ ઓપરેશન પાર પાડ્યું છે. અગાઉ પણ 42 શખ્સો ઝડપાયા હતા સુરેન્દ્રનગર પોલીસ ગેરકાયદે ખનન પ્રવૃત્તિ ડામવા માટે સતત એક્શન મોડમાં છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પોલીસે આ પ્રકારે ભૂમાફિયાઓ સાથે સંકળાયેલા અને તેમને પ્રોટેક્શન કે, બાતમી આપતા 42 લોકોની અટકાયત કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. હવે વધુ 23 શખ્સો સામે લાલ આંખ કરવામાં આવી છે. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી, તેમના મોબાઈલ ફોન કબજે કર્યા છે અને આ વોટ્સએપ ગ્રુપોમાં બીજા ક્યા-ક્યા માફિયાઓ સામેલ છે, તેની કુંડળી મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ પણ વાંચો - Surendranagar News: સુરેન્દ્રનગરમાં AI ટેકનોલોજીનો ઘાતક દુરૂપયોગ, યુવતીના ફોટા એડિટ કરી લાખો પડાવ્યા

Read Full Story arrow_forward