android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat ઉધના મર્ડર કેસ: મહારાષ્ટ્રથી 3 રીઢા ગુનેગાર ઝડપાયા, 19 ગુનામાં સંડોવાયેલો કિશન સહિત 2 હજુ ફરાર
calendar_today May 23, 2026

Surat ઉધના મર્ડર કેસ: મહારાષ્ટ્રથી 3 રીઢા ગુનેગાર ઝડપાયા, 19 ગુનામાં સંડોવાયેલો કિશન સહિત 2 હજુ ફરાર

સુરતના ઉધના વિસ્તારમાં થયેલા યુવકની હત્યા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. 18 મે 2026ની રાત્રે ઉધના રોડ નંબર-6 નજીક બનેલી હત્યાની ઘટનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ ત્રણ માસ અગાઉ મૃતક અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેની અદાવત રાખી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આરોપીઓએ યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી પેટ, કાન, ગાલ અને બંને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.મિત્રોને પણ ધમકી, ત્રણ આરોપીની ધરપકડ હત્યાની ઘટનામાં વચ્ચે પડેલા મૃતકના મિત્રોને પણ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ કેસમાં મીલીંદ નવલ કોળી, શુભમ પાટીલ અને રોહિત સોનવણેની મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગાર છે. મીલીંદ કોળી સામે હત્યાના પ્રયાસ, મારામારી અને પાસા સહિત ચાર ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે શુભમ પાટીલ સામે બે અને રોહિત સોનવણે સામે એક ગુનો નોંધાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. બે આરોપી હજુ ફરાર, પોલીસની શોધખોળ ચાલુ પોલીસે ખુલાસો કર્યો છે કે આ કેસમાં સંડોવાયેલા કિશન પરમાર અને પંકજ પાટીલ હજુ ફરાર છે. કિશન પરમાર સામે લૂંટ, પ્રોહિબિશન અને મારામારી સહિત કુલ 19 ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે, જ્યારે પંકજ પાટીલ સામે પણ હત્યાનો ગુનો નોંધાયેલો છે. ઉધના પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો કામે લગાડી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar News: પેટ્રોલ પંપો પર ડીઝલનો જથ્થો ખૂટ્યો, લાગી લાંબી લાઈનો
calendar_today May 23, 2026

Surendranagar News: પેટ્રોલ પંપો પર ડીઝલનો જથ્થો ખૂટ્યો, લાગી લાંબી લાઈનો

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઈંધણની તંગીને લઈને સામાન્ય જનતા અને ખાસ કરીને જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના અનેક પેટ્રોલ પંપો પર ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે ભારે અછત જેવી સ્થિતિ સર્જાઈ છે. ડીઝલ મેળવવા માટે સવારથી જ પેટ્રોલ પંપો પર વાહનચાલકો અને ખેડૂતોની લાંબી-લાંબી કતારો જોવા મળી રહી છે, જેના કારણે લોકોમાં ભારે અસંતોષ અને તંત્ર સામે રોષ વ્યાપી ગયો છે.જથ્થો આવતા જ પડાપડી, અનેક પંપો પર બોર્ડ વાગ્યા ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર શહેર તેમજ ગ્રામ્ય પંથકના અનેક પેટ્રોલ પંપો પર છેલ્લા બે-ત્રણ દિવસથી ડીઝલનો પુરવઠો ખોરવાયો છે. અનેક પંપો પર 'ડીઝલ નથી' ના બોર્ડ મારી દેવામાં આવ્યા છે. જે પંપો પર થોડો ઘણો જથ્થો આવે છે, ત્યાં મિનિટોમાં જ વાત વાયુવેગે પ્રસરતા લોકો વાહનો અને કેન (કેરબા) લઈને દોડી આવે છે. ડીઝલ આવતાની સાથે જ પંપ પર પડાપડીના દ્રશ્યો સર્જાય છે, અને વાહનોની કિલોમીટર લાંબી કતારો રસ્તાઓ સુધી લંબાઈ જાય છે. ખેતીકામ ખોરભે પડતાં ખેડૂતો ચિંતિત વર્તમાન સમયમાં ખેતીકામ માટે ટ્રેક્ટર અને અન્ય કૃષિ સાધનો માટે ડીઝલ અત્યંત અનિવાર્ય છે. ખેડૂતો વહેલી સવારથી પોતાના ટ્રેક્ટરો લઈને અથવા કેરબાઓ હાથમાં પકડીને લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ પૂરતું ડીઝલ ન મળતા ખેડૂતોનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે અને ખેતીના કામો ખોરંભે પડ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, જો સમયસર ડીઝલ નહીં મળે તો પાકને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે. પૂરતો જથ્થો ફાળવવા ઉગ્ર માગ માત્ર ખેડૂતો જ નહીં પરંતુ લાંબા અંતરના ટ્રાન્સપોર્ટ વાહનો, ટ્રક ચાલકો અને મુસાફરો પણ આ અછતના કારણે હેરાન-પરેશાન થઈ ગયા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે, કંપનીઓ દ્વારા જ સપ્લાય ઓછો આપવામાં આવી રહ્યો છે, જેને કારણે આ કટોકટી સર્જાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ વિકટ પરિસ્થિતિને જોતા સત્વરે વહીવટી તંત્ર મધ્યસ્થી કરે અને પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ પંપો પર પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોકમાંગ બુલંદ બની છે. આ પણ વાંચો - Surendranagar News: સુરેન્દ્રનગરમાં AI ટેકનોલોજીનો ઘાતક દુરૂપયોગ, યુવતીના ફોટા એડિટ કરી લાખો પડાવ્યા

Read Full Story arrow_forward
Gujarat Latest News Updated Live: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 મેએ અમદાવાદના પ્રવાસે આવશે
calendar_today May 23, 2026

Gujarat Latest News Updated Live: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 મેએ અમદાવાદના પ્રવાસે આવશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward