android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: AI સેન્સર ઓટોમેટિક કરશે વાહનોની ગણતરી, સિગ્નલ પર ઊભા રહેવાની ઝંઝટ ઘટશે
calendar_today May 23, 2026

Gandhinagar: AI સેન્સર ઓટોમેટિક કરશે વાહનોની ગણતરી, સિગ્નલ પર ઊભા રહેવાની ઝંઝટ ઘટશે

ગાંધીનગરમાં ટ્રાફિક મેનેજમેન્ટને આગામી પેઢીની ટેકનોલોજી સાથે જોડવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ગાંધીનગરના એન્ટ્રી પોઇન્ટ અને હાઇવેને જોડતા મુખ્ય સર્કલો પર વાહનોનું ભારણ સતત વધી રહ્યું છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે શહેરના વધુ ત્રણ મહત્વના વિસ્તારોમાં આધુનિક ટ્રાફિક પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સંપૂર્ણપણે ઓટોમેટેડ અને ડાયનેમિક એવી ATCS સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે.વાહનોની સંખ્યા જોઈને બદલાશે સિગ્નલહાલના પરંપરાગત સિગ્નલોમાં સમય ફિક્સ હોય છે (જેમ કે ૬૦ સેકન્ડ), ભલે પછી રસ્તા પર ટ્રાફિક હોય કે ના હોય. પરંતુ નવી AI આધારિત સેન્સર સિસ્ટમ લાગ્યા બાદ, સિગ્નલ પર લાગેલા સ્માર્ટ કેમેરા કઈ દિશામાં કેટલા વાહનો ઉભા છે તેની આપોઆપ ગણતરી કરશે. જો કોઈ એક તરફ વાહનોની લાંબી લાઇન હશે, તો સિગ્નલ ડાયનેમિક બનીને તે દિશાને વહેલી તકે અને વધુ સમય માટે ગ્રીન સિગ્નલ આપશે. આનાથી વાહનચાલકોએ બિનજરૂરી સમય બગાડવો નહીં પડે.સરગાસણ અને રક્ષાશક્તિ સર્કલ પર મોટી રાહતઆ પ્રોજેક્ટમાં ગાંધીનગરના સૌથી વ્યસ્ત અને કનેક્ટિંગ પોઇન્ટ ગણાતા સરગાસણ સર્કલ અને રક્ષાશક્તિ સર્કલનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે અપ-ડાઉન કરતા હજારો નોકરિયાતો અને મુસાફરો રોજ આ સર્કલો પરથી પસાર થાય છે, જ્યાં પીક અવર્સમાં ટ્રાફિક જામની મોટી સમસ્યા રહે છે. આ સ્માર્ટ સિસ્ટમ કાર્યરત થવાથી વાહનોની અવરજવર સુગમ બનશે, જેથી વાયુ પ્રદૂષણમાં ઘટાડો થશે અને ચાલકોના ઇંધણની પણ બચત થશે.આ પણ વાંચો: Gandhinagar: AEIAT મુખ્ય પરીક્ષાની તારીખમાં મોટો ફેરફાર: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા પાછળ ઠેલવામાં આવી 

Read Full Story arrow_forward
Ambaji: ખેડબ્રહ્મા રોડ પર ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત, એકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
calendar_today May 23, 2026

Ambaji: ખેડબ્રહ્મા રોડ પર ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત, એકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

અંબાજી નજીક આવેલા હાઇવે પર ફરી એકવાર સ્પીડ અને બેદરકારીએ એક માનવ જિંદગીનો ભોગ લીધો છે. અંબાજીથી ખેડબ્રહ્મા તરફ જતા મુખ્ય માર્ગ પર આજે એક ડમ્પર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને આસપાસના સ્થાનિક લોકો અવાજ સાંભળીને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.ઘટનાસ્થળે જ કાળ આંબી ગયોમળતી માહિતી મુજબ, એક મોટરસાઇકલ પર બે વ્યક્તિઓ સવાર થઈને પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન ખેડબ્રહ્મા રોડ પર કાળમુખા ડમ્પરે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. બાઇક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર ફંગોળાયા હતા, જેમાં એક વ્યક્તિને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર અતિશય ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ અને કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પર બેઠેલા અન્ય એક વ્યક્તિને પણ નાની-મોટી અને ગંભીર ઇજાઓ થઈ હતી.108 દ્વારા સારવાર અને પોલીસ તપાસઅકસ્માત થતાં જ હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોએ માનવતા દાખવી તાત્કાલિક ઇમરજન્સી સેવા 108 ને ફોન કર્યો હતો. 108ની ટીમ મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં રહેલા ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે અંબાજીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં તબીબો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. બીજી તરફ, હાઇવે પર અકસ્માતની જાણ થતાં જ અંબાજી પોલીસનો મોટો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકના શવને પીએમ (Post Mortem) માટે મોકલી આપી અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Gandhinagar: AI સેન્સર ઓટોમેટિક કરશે વાહનોની ગણતરી, સિગ્નલ પર ઊભા રહેવાની ઝંઝટ ઘટશે

Read Full Story arrow_forward
Gujarat Latest News Updated Live: ગાંધીનગરમાં વધુ 3 વિસ્તારોમાં લાગશે હાઇટેક AI સેન્સર આધારિત ATCS સિસ્ટમ
calendar_today May 23, 2026

Gujarat Latest News Updated Live: ગાંધીનગરમાં વધુ 3 વિસ્તારોમાં લાગશે હાઇટેક AI સેન્સર આધારિત ATCS સિસ્ટમ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward