UP માં વક્ફ મિલકતો પર કડક કાર્યવાહી, 31 હજારથી વધુ નોંધણી રદ
ઉત્તર પ્રદેશમાં વક્ફ મિલકતોના ડિજિટાઇઝેશન અને વહીવટમાં પારદર્શિતા લાવવા માટે હાલમાં એક વ્યાપક સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. આ પ્રક્રિયા અંતર્ગત દસ્તાવેજોની ચકાસણી દરમિયાન મોટા પાયે ગેરરીતિઓ અને વિસંગતતાઓ સામે આવી છે, જેના કારણે અત્યાર સુધીમાં 31000 થી વધુ વક્ફ મિલકતોની નોંધણી રદ કરી દેવામાં આવી છે. નોંધણીની મુદ્દત 5 જૂને થઇ રહી છે પુરી કેન્દ્ર સરકારના 'ઉમીદ' (UMMID) પોર્ટલ પર ચાલી રહેલી આ પ્રક્રિયામાં લીધેલા આકરા પગલાંથી અસંખ્ય જૂના કબ્રસ્તાનો અને દરગાહો (મજારો) ના અસ્તિત્વ પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે.લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા ગયા વર્ષે 5 જૂને 'ઉમીદ' પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. વક્ફ ટ્રિબ્યુનલે ઉત્તર પ્રદેશ સુન્ની અને શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડની અપીલ બાદ નોંધણી માટેની મુદત વધારી આપી હતી, જેની અંતિમ તારીખ આગામી 5 જૂનના રોજ પૂર્ણ થઈ રહી છે.નોંધણી રદ થવા પાછળના મુખ્ય કારણોતપાસ સમિતિ અને ચકાસણી પ્રક્રિયા દરમિયાન દસ્તાવેજોમાં નીચે મુજબની ગંભીર ક્ષતિઓ મળી આવી છે:રેકોર્ડમાં તફાવત: વક્ફ બોર્ડના ચોપડે નોંધાયેલા 'ખાસરા' (સર્વે પ્લોટ) નંબર અને સરકારી મહેસૂલ રેકોર્ડ (Revenue Records) ના નંબરોમાં મોટો વિરોધાભાસ છે.જમીન વિસ્તારમાં અસમાનતા: નોંધાયેલા વાસ્તવિક વિસ્તાર (રકબા) અને દસ્તાવેજી વિસ્તારમાં મોટો તફાવત જોવા મળ્યો છે.બેવડી નોંધણી: કેટલીક મિલકતો એક જ સમયે શિયા અને સુન્ની બંને વક્ફ બોર્ડમાં નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે.ટેકનિકલ અને ઐતિહાસિક ભૂલો: જૂના દસ્તાવેજોમાં પુષ્કળ કાનૂની અને ટેકનિકલ અચોક્કસતાઓ જોવા મળી છે.કયા જિલ્લાઓમાં સૌથી વધુ નોંધણી રદ થઈ?રાજ્યના જૌનપુર જિલ્લામાં સૌથી વધુ વક્ફ મિલકતો રદ કરવામાં આવી છે. મુખ્ય જિલ્લાઓની યાદી નીચે મુજબ છે:જિલ્લોમિલકતજૌનપુર: 1938 મિલકતોબારાબંકી1521 મિલકતોમુઝફ્ફરનગર 1510 મિલકતો અલીગઢ1061 મિલકતોબસ્તી1000 મિલકતોઉન્નાવ908 મિલકતોસીતાપુર906 મિલકતોહરદોઈ891 મિલકતોઆઝમગઢ886 મિલકતો લખનૌ 875 મિલકતોનિયમો અનુસાર, વક્ફ ટ્રિબ્યુનલે કાયદાકીય રીતે માન્ય હોય તેટલું મહત્તમ સમયગાળાનું લંબાણ અગાઉથી જ આપી દીધું છે, તેથી હવે સામૂહિક રીતે મુદત વધવાની શક્યતા નહિવત છે.તો તમામ મિલકતોને કાયમી ધોરણે હટાવી દેવાશે વક્ફ બોર્ડના અધિકારીઓના જણાવ્યા મુજબ, મિલકતના રક્ષકો એટલે કે મુતાવલ્લીઓ પાસે હજુ પણ 5 જૂન સુધીનો સમય છે. તેઓ સાચા અને આધારભૂત સરકારી દસ્તાવેજો સાથે પોર્ટલ પર વિગતો ફરીથી અપલોડ કરી શકે છે. જો આ સમયમર્યાદામાં વિસંગતતાઓ સુધારવામાં નહીં આવે, તો આ તમામ મિલકતોને પોર્ટલમાંથી કાયમી ધોરણે હટાવી દેવામાં આવશે. જો સમય વીતી જશે તો મુતાવલ્લીઓએ વ્યક્તિગત રીતે કોર્ટ અથવા ટ્રિબ્યુનલના ધક્કા ખાવા પડશે, જે ખૂબ જ લાંબી અને જટિલ પ્રક્રિયા છે.નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશમાં યુપી સુન્ની વક્ફ બોર્ડ હેઠળ 126000 થી વધુ સંસ્થાઓ આવે છે. વક્ફ (સુધારા) અધિનિયમ, ૨૦૨૫ અંતર્ગત વક્ફ મિલકતોની ડિજિટલ નોંધણી કરાવવી હવે કાનૂની રીતે ફરજિયાત બની ગઈ છે.આ પણ વાંચો- Petrol CNG Price Hike: 10 દિવસમાં ત્રીજીવાર વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ, CNGમાં પણ ભાવ વધારો
Read Full Story arrow_forward