android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : ઘીકાંટા કોર્ટ પરિસરમાં વકીલે અસીલને ગડદાપાટુનો માર માર્યો, વીડિયો વાયરલ
calendar_today May 23, 2026

Ahmedabad : ઘીકાંટા કોર્ટ પરિસરમાં વકીલે અસીલને ગડદાપાટુનો માર માર્યો, વીડિયો વાયરલ

અમદાવાદની ઐતિહાસિક ઘીકાંટા કોર્ટ પરિસરમાંથી એક શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોર્ટ કેમ્પસમાં જ એક વકીલે પોતાના જ અસીલ પર સરાજાહેર હિંસક હુમલો કરી દીધો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોર્ટ રૂમની બહાર કાયદાના રક્ષક ગણાતા વકીલે કાયદો હાથમાં લઈને અસીલને બેરહેમીથી માર માર્યો હતો. આ સમગ્ર મારામારીનો એક લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કાયદાકીય આલમ અને સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા જાગી છે.મેટ્રોપોલિટન કોર્ટના રૂમ નંબર 2 ની બહાર મારામારી મળતી વિગતો મુજબ, આ હિંસક ઘટના ઘીકાંટા મેટ્રોપોલિટન કોર્ટના રૂમ નંબર 2 ની બહાર ઘટી હતી જ્યાં વકીલે પોતાના અસીલ સાથે જાહેરમાં ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. ઝઘડાનું મુખ્ય કારણ એ હતું કે અસીલે પોતાનો કેસ આ વકીલ પાસેથી લઈને બીજા વકીલને સોંપવાની તૈયારી કરી હતી. તું મારો કેસ બીજા વકીલને કેમ આપે છે? તું મારો કેસ બીજા વકીલને કેમ આપે છે? તેમ કહીને વકીલ ઉશ્કેરાઈ ગયા હતા. ગુસ્સા પર કાબૂ ગુમાવીને તેમણે કોર્ટ પરિસરમાં જ અસીલ પર હુમલો કરી દીધો હતો અને તેને ગડદાપાટુનો માર માર્યો હતો વીડિયો 15 એપ્રિલનો હોવાનો ખુલાસો આસપાસ ઊભેલા અન્ય વકીલો અને મુલાકાતીઓ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટના દરમિયાન ત્યાં હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલ કેમેરામાં આ સમગ્ર મારામારી કેદ કરી લીધી હતી, જે હવે વાયરલ થઈ રહી છે. પ્રાથમિક તપાસ અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વાયરલ વીડિયો 15 એપ્રિલનો હોવાનો ખુલાસો થયો છે. જો કે, વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ પણ વાંચો----     Cockroach Janta Partyના સ્થાપકનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક, ભારતમાં X હેન્ડલ પણ બંધ

Read Full Story arrow_forward
Morbi જિલ્લા પંચાયતમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છતાં કોંગ્રેસના ગીતાબેન દુબરીયા બન્યા પ્રમુખ, વાંચો કેમ
calendar_today May 23, 2026

Morbi જિલ્લા પંચાયતમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છતાં કોંગ્રેસના ગીતાબેન દુબરીયા બન્યા પ્રમુખ, વાંચો કેમ

ગુજરાત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના હોદ્દેદારોની વરણી વચ્ચે મોરબી જિલ્લા પંચાયતમાંથી રાજકારણના સૌથી મોટા અને આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. મોરબી જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટ પાસે પ્રચંડ અને સ્પષ્ટ બહુમતી હોવા છતાં, પ્રમુખ તરીકે કોંગ્રેસના મહિલા સદસ્યની વરણી થઈ છે.નવા પ્રમુખ તરીકે કોંગ્રેસના ગીતાબેન દુબરીયા ચૂંટાઈ આવ્યા  મોરબી જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે કોંગ્રેસના ગીતાબેન દુબરીયા સત્તાવાર રીતે ચૂંટાઈ આવ્યા છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાજપના વિપુલભાઈ ગરચરની વરણી કરવામાં આવી છે. આ અણધારી રાજકીય સ્થિતિને પગલે સમગ્ર રાજ્યના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. પ્રમુખની બેઠક એસ.ટી. માટે અનામત છે રાજકીય ગણિતની વાત કરીએ તો, મોરબી જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી ભાજપ પાસે 17 બેઠકોનું સ્પષ્ટ સંખ્યાબળ છે. લોકશાહીના નિયમ મુજબ અહીં ભાજપના પ્રમુખ બનવા જોઈએ, પરંતુ આ વખતે સત્તાના સમીકરણો કાયદાકીય જોગવાઈના કારણે બદલાઈ ગયા. ચાલુ ટર્મ માટે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખની બેઠક એસ.ટી. માટે અનામત રાખવામાં આવી હતી. ભાજપ પાસે 17 બેઠકોની બહુમતી તો હતી, પરંતુ આ તમામ વિજેતા ઉમેદવારોમાંથી કોઈ પણ ઉમેદવાર એસ.ટી. અનામત કેટેગરીના નહોતા. ભાજપ બહુમતી હોવા છતાં પોતાનો પ્રમુખ બેસાડી શક્યું નથી બીજી તરફ, કોંગ્રેસ પક્ષમાંથી ગીતાબેન દુબરીયા એસ.ટી. અનામત બેઠક પરથી જીતીને આવ્યા હતા. નિયમ મુજબ પ્રમુખ પદ માટે એસ.ટી. ઉમેદવાર જ હોવો અનિવાર્ય હોવાથી, ભાજપ બહુમતી હોવા છતાં પોતાનો પ્રમુખ બેસાડી શક્યું નથી. પરિણામે, વિરોધ પક્ષના કોંગ્રેસી સદસ્ય ગીતાબેન દુબરીયાના શિરે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનો તાજ સજ્યો છે. જો કે, ઉપપ્રમુખ પદ અનામત ન હોવાથી ભાજપે બહુમતીના જોરે પોતાના સદસ્ય વિપુલ ગરચરને ઉપપ્રમુખ પદે બિરાજમાન કર્યા છે. આ અનોખા શાસકીય સમીકરણને કારણે હવે મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ કોંગ્રેસના અને ઉપપ્રમુખ ભાજપના રહેશે, જે આગામી સમયમાં વહીવટ માટે ભારે રસપ્રદ સાબિત થશે.આ પણ વાંચો----     Cockroach Janta Partyના સ્થાપકનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક, ભારતમાં X હેન્ડલ પણ બંધ

Read Full Story arrow_forward
West Bengal : મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીનો આદેશ, ગેરકાયદે બાંગ્લાદેશીઓને કોર્ટ નહીં, સીધા BSFને આપી દો
calendar_today May 22, 2026

West Bengal : મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીનો આદેશ, ગેરકાયદે બાંગ્લાદેશીઓને કોર્ટ નહીં, સીધા BSFને આપી દો

પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ રાજ્યમાં ઘૂસણખોરી રોકવા માટે એક બહુ મોટો અને કડક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે હવેથી રાજ્યમાં જો કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશી પ્રવાસી પકડાશે, તો તેને કોર્ટમાં રજૂ કરવાની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. પોલીસ અને રેલવે સુરક્ષા દળ તેને સીધા બોર્ડર પર સીમા સુરક્ષા દળ BSFને સોંપી દેશે, જેથી તેને તાત્કાલિક બાંગ્લાદેશ પરત મોકલી શકાય. આ નવો આદેશ 20 મેથી જ સમગ્ર બંગાળમાં લાગુ કરી દેવામાં આવ્યો છે.પહેલાં જમાડવામાં આવશે, પછી સીધા બોર્ડર પાર હાવડા ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ અને RPFને આ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે. જો હાવડા સ્ટેશન કે રાજ્યના કોઈપણ ખૂણે કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિક પકડાશે અને જો તે CAA નાગરિકતા સંશોધન અધિનિયમ) હેઠળ ભારતીય નાગરિકતા મેળવવા માટે હકદાર નહીં હોય, તો તેને કોર્ટમાં લઈ જઈને સમય બગાડવામાં નહીં આવે. માનવતાના ધોરણે તેને પહેલાં બરાબર જમાડવામાં આવશે અને ત્યારબાદ સીધા ઉત્તર 24 પરગણા જિલ્લાના બશીરહાટ બોર્ડર અથવા પેટ્રાપોલ બોર્ડર પર લઈ જઈને BSFને સોંપી દેવાશે, જ્યાંથી BSF તેમને બાંગ્લાદેશ ડિપોર્ટ કરશે. આ ઉપરાંત, દર અઠવાડિયે આવા પકડાયેલા લોકોનો રિપોર્ટ ડીજીપીમારફતે સીધો મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ને મોકલવાનો રહેશે. નવા કાયદા અને કેન્દ્રના આદેશ હેઠળ લેવાયો નિર્ણય મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, સીએએ (CAA) કાયદો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ધાર્મિક સતામણીના કારણે ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી શરણાર્થીઓને નાગરિકતા આપવા માટે છે. જે પ્રવાસીઓ આ દાયરામાં નથી આવતા, તેમની સામે જ આ કડક એક્શન લેવાશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI)ના અહેવાલ મુજબ, આ નિર્ણય સંસદ દ્વારા પાસ કરાયેલા 'પ્રવાસન અને વિદેશીઓ અધિનિયમ, ૨૦૨૫' હેઠળ લેવાયો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા ૧૪ મેના રોજ મોકલવામાં આવેલા આદેશના પાલન સ્વરૂપે બંગાળ સરકારે આ કડક વલણ અપનાવ્યું છે. વર્ષો જૂની લાંબી કાનૂની પ્રક્રિયાનો અંત અત્યાર સુધીના નિયમ પ્રમાણે, જો કોઈ વિદેશી નાગરિક માન્ય દસ્તાવેજો વગર પકડાતો, તો તેની વિદેશી અધિનિયમ, ૧૯૪૬ની ધારા 14(A) હેઠળ ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવો પડતો હતો. કોર્ટ તે ગેરકાયદેસર છે કે નહીં તે નક્કી કરતી અને આ કાનૂની પ્રક્રિયા વર્ષો સુધી ખેંચાતી હતી. મુખ્યમંત્રી શુવેન્દુ અધિકારીના આ નવા આદેશથી હવે કોર્ટની લાંબી રાહ જોવી નહીં પડે અને ઘૂસણખોરોને સીધા બોર્ડર ભેગા કરી દેવાશે.આ પણ વાંચો----     Vadodara : MLA અક્ષય પટેલના પુત્ર રિશી પટેલ સહિત 5 સામે ગુનો દાખલ, ડીઝલ ચોરીના આક્ષેપ સાથે માર માર્યાનો આરોપ

Read Full Story arrow_forward