Surat : ઉધનામાં ભાજપના યુવા નેતાની હત્યાનો મુખ્ય સૂત્રધાર મિલિંદ કોળી મહારાષ્ટ્રના જલગાંવથી ઝડપાયો, બે હજુ ફરાર
સુરત શહેરના ઉધના વિસ્તારમાં થોડા દિવસો પહેલાં ભાજપના યુવા નેતાની સરાજાહેર કરવામાં આવેલી ઘાતકી હત્યાના મામલે સુરત પોલીસને એક મોટી સફળતા મળી છે.મુખ્ય આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી લેવાયો ઉધના પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ચકચારી હત્યાકાંડના મુખ્ય આરોપી મિલિંદ કોળીને મહારાષ્ટ્રના જલગાંવ ખાતેથી દબોચી લીધો છે. રાજકીય અદાવત અને અંગત વૈમનસ્યમાં ખેલાયેલા આ લોહિયાળ ખેલ બાદ આરોપી સુરત છોડીને ભાગી ગયો હતો, પરંતુ પોલીસની સતર્કતાને કારણે તે લાંબો સમય બચી શક્યો નથી. પોલીસે બાતમીના આધારે દરો઼ડો પાડ્યો મળતી વિગતો મુજબ, ઉધના વિસ્તારમાં ભાજપના યુવા કાર્યકરની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સુરતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉઠ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કમિશનર દ્વારા આરોપીઓને તાત્કાલિક પકડવા અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. ઉધના પોલીસને બાતમી મળી હતી કે મુખ્ય આરોપી મિલિંદ કોળી મહારાષ્ટ્ર સરહદમાં છુપાયેલો છે, જેના આધારે ત્યાં દરોડો પાડીને તેની ધરપકડ કરવામાં આવી છે. અન્ય 2 આરોપીની શોધખોળ જો કે, આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે સહ-આરોપીઓ કિસન પરમાર અને પંકજ પાટીલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. મુખ્ય આરોપી મિલિંદ કોળીની પ્રાથમિક પૂછપરછમાં હત્યા પાછળના ચોક્કસ કારણો અને આ બંને ક્યાં છુપાયા છે તેની મહત્વની કડીઓ પોલીસને મળી છે. હાલમાં ઉધના પોલીસે મિલિંદને સુરત લાવીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ ફરાર આરોપીઓ કિસાન પરમાર અને પંકજ પાટીલને પકડવા માટે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં તેઓ પણ જેલના સળિયા પાછળ હશે તેવો દાવો પોલીસે કર્યો છે.આ પણ વાંચો---- West Bengal : મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીનો આદેશ, ગેરકાયદે બાંગ્લાદેશીઓને કોર્ટ નહીં, સીધા બીસીએફને આપી દો
Read Full Story arrow_forward