SG હાઇવે પરની સોલિટેર બિલ્ડિંગના ત્રીજા માળે ઓફ્સિમાં આગ, 50 લોકોનું રેસ્ક્યૂ
શહેરના વ્યસ્ત એવા એસ.જી. હાઈવે પર આવેલા સોલિટેર બિઝનેસ પાર્કના 'બી' વિંગના ત્રીજા માળે 'ગીતા પાવર' નામની કંપનીની ઓફ્સિ આવેલી છે. આ ઓફ્સિના એસી ડક્ટમાં શોર્ટ સર્કિટ થતાં જ અચાનક આગ લાગી હતી. ઓફ્સિમાં ફ્ર્નિચરનું પ્રમાણ વધુ હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને જોરદાર બ્લાસ્ટ સાથે તે ચોથા અને પાંચમા માળ સુધી પહોંચી ગઈ હતી. સમગ્ર બિલ્ડિંગમાં ધૂમાડો ફેલાતા ઓફ્સિોમાં કામ કરતા આશરે 80 જેટલા લોકો ફ્સાયા હતા અને બિલ્ડિંગના કાચ તૂટીને નીચે પડવા લાગ્યા હતા. ઘટના અંગે ફયર બ્રિગેડને જાણ કરાતા ફયરની 20 ગાડીઓ કાફ્લા સાથે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. બીજી તરફ્, ફયરની અન્ય ટીમોએ બિલ્ડિંગમાં ઘુસી ફ્સાયેલા 50 લોકોને ઓફ્સિના દરવાજા અને કાચ તોડી બહાર કાઢયા હતા. ધૂમાડાના કારણે ગંભીર રીતે ગૂંગળાયેલા એક યુવકને ફયરના જવાનોએ સ્થળ પર જ સીપીઆર આપવાની ફરજ પડી હતી.. આગના પગલે એસ.જી. હાઈવે પર લોકોના ટોળેટોળાં એકઠા થઈ જતાં ટ્રાફ્કિ જામ ન થાય તે માટે સર્વિસ રોડ બંધ કરવાની ફ્રજ પડી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે જ આગ લાગી હોવાનું સામે આવ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward