android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ઇન્દ્રોડા પાર્કમાં વાઘ, સિંહ, દીપડા માટે હાઇ કેપેસીટીવાળા કુલર મુકાયા
calendar_today May 22, 2026

ઇન્દ્રોડા પાર્કમાં વાઘ, સિંહ, દીપડા માટે હાઇ કેપેસીટીવાળા કુલર મુકાયા

ઇન્દ્રોડા પાર્કમાં વાઘ,સિંહ અને દિપડા જેવા માંસાહારી પ્રાણીઓના ઓપનમોટ રહેણાંક સ્થળે તેઓને ગરમીથી બચાવવા માટે ખસના પડદા ઉપરાંત હાઇ કેપેસીટીવાળા કુલર મુકવામાં આવ્યા છે. અત્યારે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. ત્યારે ખાસ કરીને આ માંસાહારી પ્રાણીઓની સ્થિતી વધુ દયનીય બની છે. તેઓને ગરમીથી રક્ષણ આપવા માટે આ પ્રયાસ હાથધરાયો છે. જેમાં સફળતા પણ મળી છે અને આ પ્રયાસથી બહારના તાપમાનની સરખામણીમાં નાઇટસેલનું તાપમાન પાંચ ડિગ્રી ઘટાડો કરવામાં સફળતામળી છે.ઉલ્લેખનીય છેકે, ઇન્દ્રોડા પાર્કમાં વાઘ,સિંહ અને દિપડા જેવા પ્રાણીઓ પણ રાખવામાં આવ્યા છે. તેઓને પ્રાકૃતિક આવાસની ખોટ સાલે નહી તે માટે ખાસ પ્રકારના ઓપનમોટ આવાસો તૈયાર કરાયા છે. જેમાં આ પ્રાણીઓ કુદરતી વાતાવરણમાં હરીફરી શકે અને જરૂર જણાય ત્યારે નાઇટસેલમાં જઇને આરામ પણ કરી શકે. ત્રણેય ઋતુઓમાં પ્રાણીઓ અ હિ આરામથી રહી શકે તે પ્રકારની આવાસમાં વ્યવસ્થા છે. જોકે, ઉનાળામાં આ પ્રાણીઓની દશા ખુબજ દયનીય બની રહે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર 54 દિવસમાં 1.83 લાખ મુસાફ્રોનું આવાગમન
calendar_today May 22, 2026

રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર 54 દિવસમાં 1.83 લાખ મુસાફ્રોનું આવાગમન

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તા. 29 માર્ચથી શરૂ કરવામાં આવેલા સમર શેડયૂલને મુસાફ્રો તરફ્થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. છેલ્લા 54 દિવસમાં એરપોર્ટ પર કુલ 1,83,169 મુસાફ્રોનું આવાગમન નોંધાતા એર ટ્રાફ્કિમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સમર શેડયૂલ અંતર્ગત રાજકોટથી દિલ્હી, મુંબઈ, નવી મુંબઈ, પુણે, બેંગ્લોર અને હૈદરાબાદ જેવા મુખ્ય શહેરો માટે દૈનિક ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવી છે. હાલમાં રાજકોટ એરપોર્ટ પરથી ઇન્ડિગો અને એર ઇન્ડિયાની કુલ 14 જેટલી ફ્લાઇટોનું સંચાલન થઈ રહ્યું છે. દિલ્હી માટે સવારે 7:55થી રાત્રે 8 વાગ્યા સુધી અનેક ફ્લાઇટ ઉપલબ્ધ છે. મુંબઈ અને નવી મુંબઈ માટે પણ દિવસભરમાં વિવિધ સમયની ઉડાનો કાર્યરત છે. એપ્રિલમાં કુલ 408 ફ્લાઇટના આવાગમન દરમિયાન 49,947 મુસાફ્રો રાજકોટ આવ્યા હતા, જ્યારે 46,680 મુસાફ્રોએ રાજકોટથી અન્ય શહેરો માટે ઉડાન ભરી હતી. મે મહિનાના પ્રથમ 20 દિવસમાં 267 ફ્લાઇટના આવાગમન સાથે 36,140 મુસાફ્રો રાજકોટ આવ્યા હતા અને 41,303 મુસાફ્રોએ એરપોર્ટ પરથી મુસાફ્રી કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
GMCમાં વેસ્ટ કલેક્શનનો ભાવ જૂના કરતાં પણ ઓછો આવ્યો
calendar_today May 22, 2026

GMCમાં વેસ્ટ કલેક્શનનો ભાવ જૂના કરતાં પણ ઓછો આવ્યો

ગાંધીનગર મહાનગરપાલિકાના દક્ષિણ ઝોન વિસ્તારમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં હાલ સેક્ટરોમાં કાર્યરત એજન્સી કરતાં પ્રતિ ટન રૂ. 460 ઓછો ભાવ આવતાં મનપાની તિજોરીને મોટો આર્થિક ફયદો થશે. તંત્ર દ્વારા ઉમેરાયેલી નવી યાંત્રિક શરતોના કારણે સેક્ટરોમાં કામ કરતી જૂની એજન્સી 'સ્વચ્છતા કોર્પોરેશન અમદાવાદ' ડિસક્વોલિફય થઈ છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અમદાવાદની 'વેસ્ટર્ન ઈમેજિનરી ટ્રાન્સકોન પ્રાઈવેટ Lિમિટેડ'નું ટેન્ડર મંજૂર કરાયું છે, જે પ્રતિ ટન રૂ. 2240ના ભાવે કામ કરશે.મનપાના દક્ષિણ ઝોનના નવા ઉમેરાયેલા વિસ્તારો જેવા કે સરગાસણ, કુડાસણ, રાયસણ, રાંદેસણ, ભાટ, કોટેશ્વર, અમિયાપુર, સુઘડ, ખોરજ અને ઝુંડાલમાંથી કચરો ઉપાડવા પાંચ એજન્સીઓએ ટેન્ડર ભર્યા હતા. અગાઉ આ વિસ્તારમાં કામ કરતી દરબાર એજન્સીને મનપા પ્રતિ ટન રૂ. 2400 ચૂકવતી હતી, જ્યારે સેક્ટરોમાં કામ કરતી એજન્સીને પ્રતિ ટન રૂ. 2700 ચૂકવાય છે. તેની સામે નવી એજન્સીનો ભાવ માત્ર રૂ. 2240 આવ્યો છે. જોકે, ઓછા ભાવના કારણે એજન્સી કામમાં વેઠ ન ઉતારે તે જોવું રહ્યું. સ્વચ્છ ભારત મિશન હેઠળ ઘરેઘરેથી ભીનો-સૂકો કચરો અલગ લેવો ફ્રજિયાત છે. ગાંધીનગરમાં રોજનો અંદાજે 100 ટન કચરો એકઠો થાય છે, જેમાંથી નવા વિસ્તારોમાંથી જ 50 થી 60 ટન કચરો ઉપડે છે. નવી એજન્સીએ જીપીએસ (GPS) ટ્રેકિંગવાળા નવા વાહનો વસાવવાના રહેશે. ગાડીઓની ગતિ, કચરાની માત્રા અને વિસ્તારનું તંત્ર મોનિટરિંગ પોઈન્ટ્સ દ્વારા સીધું મોનિટરિંગ કરશે. દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ઘરો હોવાથી અગાઉ કાર્યરત 45 ટીપરવાનના બદલે હવે નવા ટેન્ડર મુજબ 56 ગાડીઓ વેસ્ટ કલેક્શન માટે દોડશે. અહીં 1100 થી 1200 ઘરો વચ્ચે એક ગાડી કચરો કલેક્ટ કરશે. રસ્તા પર ક્યાંય કચરો બહાર ન પડે તેની તકેદારી રાખવીપડશે, અન્યથા દંડકીય કાર્યવાહી થશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward