android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ટેન્કરરાજ ખતમ થયાના દાવાઓ વચ્ચે કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારતા ગ્રામજનો
calendar_today May 22, 2026

ટેન્કરરાજ ખતમ થયાના દાવાઓ વચ્ચે કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારતા ગ્રામજનો

જૂનાગઢ જિલ્લાના નાના એવા લીંબુડા ગામના લોકો કાળઝાળ ગરમી વચ્ચે મીઠા પાણી માટે કિલોમીટર સુધી ભટકવું પડે તેવી સ્થિતિ સામે આવી છે, ગામના સરપંચ, પૂર્વ સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોએ આ અંગે અવાર નવાર ગાંધીનગર સ્વાગત કાર્યક્રમ અને સ્થાનિક અધિકારીઓને રજૂઆત કરી છતાં, આજદિન સુધી ગામડાની પ્રાથમિક સમસ્યાઓનો નિવેડો આવ્યો નથી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
વિશ્વ જૈવ વિવિધતા દિવસઃ આસ્થાધામ ગિરનાર સિંહોના આવાસ અને 600થી વધુ વનસ્પતિઓથી પ્રકૃતિનું ઘરેણું
calendar_today May 22, 2026

વિશ્વ જૈવ વિવિધતા દિવસઃ આસ્થાધામ ગિરનાર સિંહોના આવાસ અને 600થી વધુ વનસ્પતિઓથી પ્રકૃતિનું ઘરેણું

ગિરનાર શ્રાદ્ધાળુઓ માટે આસ્થા કેન્દ્ર હોવાની સાથે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ પણ સમૃદ્ધ છે. અહીં એશિયાઈ સિંહો ઉપરાંત વિવિધ સરીસૃપો, 300થી વધુ પક્ષીઓ અને 600થી વધુ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. પ્રાકૃતિક સંપદાથી પ્રચુર ગિરનારની આસપાસના 179 ચોરસ કિલોમીટર વિસ્તારને અભયારણ્ય જાહેર કરાયો છે, જે સંશોધકો માટે અભ્યાસનું કેન્દ્ર છે.ગિરનારના વૃક્ષો પર વિશેષ અભ્યાસ કરનાર ગિરનાર ડુંગર દક્ષિણ રેન્જના રેન્જ ફેરેસ્ટ ઓફ્સિર જી.પી. સુહાગીયા આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસે જણાવે છે કે, આ પ્રાચીન પર્વતમાં ગુજરાતના ગૌરવરૂપ સિંહો સાથે કીડીખાવ, ચિત્તલ, સાબર, હાયના અને નીલગાય જેવા વન્ય પ્રાણીઓ વસે છે. વળી, અહીં મગર, ગરોળી તેમજ ઝેરી-બિનઝેરી સાપ જેવા સરીસૃપો પણ છે. ઔષધીય વનસ્પતિઓમાં દ્વિઅંગી, ત્રિઅંગી, બીજધારી અને અનાવૃત બીજધારી ઘાસ, વેલા, છોડ તથા વૃક્ષો સામેલ છે. અહીં 'जनार्ध' નામની દુર્લભ માંસાહારી વનસ્પતિ પણ જોવા મળે છે. તેમણે ઉમેર્યું કે તૃણાહારી, મિશ્રાહારી અને માંસાહારી જીવોની આહાર શૃંખલા ખોરવાતાં સમગ્ર ઇકો સિસ્ટમને નુકસાન થાય છે. જૂનાગઢ વન વિભાગ વન્યજીવોના નૈસર્ગિક આવાસની જાળવણી અને પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા પ્રતિબદ્ધ છે. ગિરનારમાં પડતો 300 થી 1200 એમ.એમ. વરસાદ જીવસૃષ્ટિને પોષણ પૂરું પાડે છે. ઓફ્સિર સુહાગીયાએ વરિષ્ઠ અધિકારીઓની પ્રેરણાથી ફ્લ્ડિ સ્ટાફ્ની ઉપયોગીતા માટે 'ગિરનારના વૃક્ષો' પુસ્તક લખ્યું છે. જેમાં તેમણે જુદી જુદી ટેકરીઓ ખૂંદીને વૃક્ષોના સ્થાનિક, હિન્દી, અંગ્રેજી અને સાયન્ટિફ્કિ નામો સહિત ઋતુગત ફ્ળ-ફૂલ અને ઔષધીય ઉપયોગોની રસપ્રદ માહિતી આપી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શાકભાજીના ભાવમાં ભડકોઃ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
calendar_today May 22, 2026

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શાકભાજીના ભાવમાં ભડકોઃ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લીલા શાકભાજીના ભાવમાં ભડકો થયો છે, જેની અસર ગૃહિણીઓના બજેટ પર દેખાય છે. યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ, હાલ આકરા તાપને કારણે લીલા શાકભાજી બળી જવાની સમસ્યા વધુ રહેતી હોવાથી યાર્ડમાં નોંધપાત્ર આવક સામે શાકભાજીના ભાવમાં 15થી 20 ટકાનો ભાવ વધારાથી ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. માર્કેટિંગ યાર્ડમાં જથ્થાબંધ શાકભાજીના વેપારી હિતેશભાઈ કાકડીયાના જણાવ્યા અનુસાર, હાલ માર્કેટિંગ યાર્ડમાં સ્થાનિક વિસ્તારમાંથી પૂરતી માત્રામાં લીલા શાકભાજીની આવક થઈ રહી છે, પરતું જ્યારે માલની અછત સર્જાય ત્યારે નડીયાદ અને ડિસા જેવા શહેરોમાંથી આવક કરવામાં આવતી હોય છે. હાલ વધતી ગરમી વચ્ચે પણ ભીંડો, ગુવાર, ફૂલાવર, કોબી, ઘીસોડા, ગલકા અને કાકડી જેવા શાકભાજીની માંગ યથાવત રહેતા માલ ઝડપથી વેચાઈ જાય છે. અન્ય વેપારી અમિત દુધાત્રાએ જણાવ્યું કે, ઉનાળામાં લીલા શાકભાજી ઉછેરવા ખેડૂતો માટે લોઢાના ચણા ચાવવા જેવી પરિસ્થિતી સમાન છે. જોકે રાજકોટની આસપાસના વિસ્તારોમાંથી લીલા શાકભાજીની પૂરતી આવક સામે માંગ વધતા સામાન્ય બાવ વધારો થયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward