android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
પ્રથમ ફેરેન ટ્રીપમાં જ ઉત્તર પ્રદેશનો કેરિયર રૂ. 20.30 કરોડના ગાંજા સાથે ઝડપાયો
calendar_today May 22, 2026

પ્રથમ ફેરેન ટ્રીપમાં જ ઉત્તર પ્રદેશનો કેરિયર રૂ. 20.30 કરોડના ગાંજા સાથે ઝડપાયો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર DRI અને એરપોર્ટ કસ્ટમ્સના જોઈન્ટ ઓપરેશન દરમિયાન એક પેસેન્જરની ટ્રોલી બેગમાંથી 20.30 કરોડનો 20.366 કિલોગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો છે. પકડાયેલો પેસેન્જર ઉત્તર પ્રદેશના સહારનપુરનો રહેવાસી છે અને તેનું નામ અંગત શ્રીવાસ્તવ છે. તે દિલ્હી/મુંબઈથી બેંગકોક ગયો હતો અને ત્યાંથી પ્રથમવાર જ ફેરેન ટ્રીપ મારીને થાઈ એરલાઇન્સની ફ્લાઇટ મારફ્તે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો. જ્યારે તે ભારતથી બેંગકોક ગયો ત્યારે જ તેની ટ્રાવેલ હિસ્ટ્રી કસ્ટમ્સ વિભાગ પાસે આવી ગઈ હતી. એટલું જ નહીં, અમદાવાદ DRIને પણ ચોક્કસ બાતમી મળી હતી કે એક પેસેન્જર ટ્રોલી બેગભરીને મોટી માત્રામાં હાઇબ્રીડ ગાંજો લઈને અમદાવાદ આવી રહ્યો છે.આ ચોક્કસ બાતમીના આધારે મોડી રાત્રે DRI અને એરપોર્ટ કસ્ટસ્ટના અધિકારીઓએ વોચ ગોઠવીને પેસેન્જર અંગત શ્રીવાસ્તવને ઝડપી લીધો હતો. તેની ટ્રોલી બેગમાંથી 30થી વધારે વેક્યુમ પેકિંગ કરેલા પેકેટો મળી આવ્યા હતા. જેની એફ્એસએલની પ્રાથમિક તપાસમાં હાઇબ્રીડ ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે એજન્સીઓના અધિકારીઓ દ્વારા પેસેન્જરની કડક પૂછપરછ કરાઈહતી, પરંતુ તેણે કોઈ સંતોષકારક જવાબ ન આપતા તેની એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે તેની હાલમાં પૂછપરછ શરૂ કરાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
મકરબા રેલવે ઓવરબ્રિજ જુલાઈમાં ખુલ્લો મુકાવાની શક્યતા, લોકોને રાહત મળશે
calendar_today May 22, 2026

મકરબા રેલવે ઓવરબ્રિજ જુલાઈમાં ખુલ્લો મુકાવાની શક્યતા, લોકોને રાહત મળશે

અમદાવાદના વેજલપુર વિસ્તારના નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી વિલંબમાં પડેલા અને ટ્રાફ્કિની સમસ્યાનું મુખ્ય કારણ બનેલા મકરબા રેલવે ઓવરબ્રીજની કામગીરી રેલવેતંત્ર દ્વારા શરૂ કરી દેવાઈ છે. એએમસી દ્વારા 80.93 કરોડના ખર્ચે આ બ્રીજનું નિર્માણ કાર્ય ડિસેમ્બર 2023માં શરૂ કરાયું હતું. પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ જોતાં, આગામી એક મહિનામાં કામગીરી પૂર્ણ થવાની પૂરેપૂરી શક્યતા છે, જેના પગલે જુલાઈમાં આ બ્રીજ નાગરિકો માટે ખુલ્લો મૂકાઇ શકે છે. 3 વર્ષના લાંબા વિલંબ અને અનેક અવરોધો બાદ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે. વેજલપુર-એસજી હાઈવે વચ્ચેનું અંતર ઘટશે. અંદાજ મુજબ, આ રૂટ પરથી દરરોજ સવા લાખ જેટલા વાહનો પસાર થાય છે. સામાન્ય રીતે આ પ્રકારના પ્રોજેક્ટ બે વર્ષમાં પૂર્ણ થતા હોય છે, પરંતુ મકરબા બ્રીજ નિર્માણમાં 3 વર્ષથી વધુ સમય લાગ્યો છે. 13 નવેમ્બર 2025 સુધીમાં બ્રીજની 93 ટકા કામગીરી એટલે કે બંને તરફ્ના છેડાઓ સંપૂર્ણ તૈયાર થઈ ગયા હતા. માત્ર રેલવે હદમાં આવતો વચ્ચેનો ભાગ બાકી હતો, જેના માટે જરૂરી મંજૂરીઓ મેળવવામાં લાંબો સમય બગડયો હતો. માર્ચ 2026માં બ્રીજ તૈયાર થઈ જવાની અપેક્ષા હતી,પરંતુ વહીવટી પ્રક્રિયામાં થયેલા વિલંબને કારણે કામગીરી લંબાઈ હતી. હાઈવે સુધી પહોંચવા માટેનું અત્યંત મહત્વનું માધ્યમ સાબિત થશે. બ્રીજ કાર્યરત થવાથી ટ્રાફ્કિ જામની સમસ્યામાંથી મુક્તિ મળશે અને સમય તેમજ ઈંધણની બચત થશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
કોબા જિનાલયમાં ભગવાન મહાવીર સ્વામીના લલાટે તેજોમય 'સૂર્યતિલક'નો અદ્ભુત નજારો
calendar_today May 22, 2026

કોબા જિનાલયમાં ભગવાન મહાવીર સ્વામીના લલાટે તેજોમય 'સૂર્યતિલક'નો અદ્ભુત નજારો

અમદાવાદ - ગાંધીનગર હાઈવે પર આવેલા કોબા જિનાલયમાં ભગવાન મહાવીર સ્વામીના લલાટે એકવાર ફ્રી સૂર્યતિલકનો અભ્દુત નજારો જોવા મળ્યો છે. હકીકતમાં કોબા ખાતે જૈન આરાધના કેન્દ્રમાં દર વર્ષે આ ઘટના બને છે. શુક્રવાર (22 મે) મહાવીર સ્વામીના લલાટે સૂર્યતિલકનો અભ્દુત નજારો જોવા મળ્યો હતો. આ પ્રસંગે સંस्थाના સ્થાપક રાષ્ટ્રસંત આચાર્યદેવ પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજાએ પોતાના શિષ્ય પરિવાર સાથે ઉપસ્થિત રહી નિશ્રા પ્રદાન કરી હતી. આ અભ્દուત ક્ષણોમાં મંગલ મંત્રોચ્ચાર તથા ધાર્મિક ભક્તિ ગીતોની પણ રજૂઆત કરવામાં આવી હતી. આ દ્રશ્યને નિહાળવા જૈન સમાજના અનેક ભાવિકો, મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓ દર્શન માટે આવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward