android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
અંધેર : વાપીમાં સીવર લાઈન સાથે પાણી માટે પાઈપ નખાયા
calendar_today May 22, 2026

અંધેર : વાપીમાં સીવર લાઈન સાથે પાણી માટે પાઈપ નખાયા

વાપી : વાપીમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિસ્તારોમાં સીવર લાઈન અને પીવાના પાણીની નવી પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. જોકે આ કામગીરીની ગતિ અત્યંત મંથર હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે આ કામગીરીની ગુણવત્તાને લઈને પણ ગંભીર સવાલો ઉભા થયા છે.સીવર લાઈન સાથે જ પીવાના પાણી માટે પીવીસી પાઈપ નખાઈ રહ્યા છે, જે ભવિષ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. જો આગામી સમયમાં પીવીસી પાઈપ ક્યાંકથી તૂટી જાય અથવા તેમાં લીકેજ સર્જાય તો વરસાદી પાણી તેમજ સીવરનું ગંદુ પાણી સીધું પીવાના પાણીમાં ભળી શકે છે. જેના કારણે નળ દ્વારા આવતું પાણી પ્રદૂષિત થવાની પૂરી શક્યતા છે. વધુમાં હાલ જે રીતે કામગીરી ચાલી રહી છે તે જોતા ગુણવત્તા કરતાં માત્ર કામ પૂર્ણ કરવાની હોડ વધુ દેખાઈ રહી છે. આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટર અને સંબંધિત ઈજનેર સામે પણ અનેક આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે બંનેની મિલીભગતના કારણે ગુણવત્તા વિહીન કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષોથી એક જ જગ્યાએ બેસેલા આ ઈજનેર પોતાની મનમાની પ્રમાણે કામ કરી રહ્યા છે. અનેક વખત લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હોવા છતાં યોગ્ય પ્રતિસાદ મળતો નથી. સ્થાનિકોમાં હવે માત્ર હાલની કામગીરી જ નહીં પરંતુ ભૂતકાળમાં થયેલા કામોની પણ તપાસ કરવાની માંગ ઉઠી છે. લોકોમાં હાલ સૌથી વધુ રોષ પીવીસી પાઈપલાઈનને લઈને જોવા મળી રહ્યો છે. સાથે જ હાલની કામગીરી તાત્કાલિક બંધ કરીને યોગ્ય ટેકનિકલ માપદંડ મુજબ નવી કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. લોકોનું માનવું છે કે જો આજથી જ યોગ્ય આયોજન નહીં કરવામાં આવે તો આગામી વર્ષોમાં પાણીજન્ય રોગચાળો ફેલાવાનો ખતરો વધી શકે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Updated: તુલસી ગબાર્ડે અમેરિકા ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું
calendar_today May 22, 2026

Gujarat Latest News Updated: તુલસી ગબાર્ડે અમેરિકા ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Anand News: પેટલાદમાં વૃક્ષ પડતાં સર્જાયો અકસ્માત, બાઈક સવાર સરપંચ દંપતી ઈજાગ્રસ્ત
calendar_today May 22, 2026

Anand News: પેટલાદમાં વૃક્ષ પડતાં સર્જાયો અકસ્માત, બાઈક સવાર સરપંચ દંપતી ઈજાગ્રસ્ત

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ભવાનીપુરા ગામમાં અચાનક બનેલી ઘટનામાં રસ્તા પર પસાર થતા બાઈક પર તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. આ અચાનક ઘટનાને કારણે વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વૃક્ષ પડતાં જ વાહનવ્યવહાર પણ થોડો સમય માટે પ્રભાવિત થયો હતો.સરપંચ દંપતીને ઈજા, તાત્કાલિક સારવાર માહિતી મુજબ ભવાનીપુરા ગામના સરપંચ યશવંતભાઈ અને તેમની પત્ની કોકીલાબેન બાઈક પર સવાર હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. વૃક્ષ સીધું બાઈક પર પડતાં બંનેને આંચકો લાગ્યો હતો. ઘટનામાં કોકીલાબેનને માથાના ભાગે ઈજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. યશવંતભાઈને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. હાલ બંનેની તબીયત સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હળવા પવન વચ્ચે ઘટના, તંત્ર સામે સવાલો પ્રાથમિક માહિતી અનુસાર સાંજના સમયે હળવો પવન ફૂંકાતા વૃક્ષ અચાનક ધરાશાયી થયું હોવાનું માનવામાં આવે છે, જોકે સચોટ કારણ અંગે તપાસ ચાલી રહી છે. સ્થાનિક લોકોએ રસ્તા કિનારાના જૂના અને જોખમી વૃક્ષોની સમયસર કાપણી ન થતી હોવા અંગે નારાજગી વ્યક્ત કરી છે. આવા બનાવો અટકાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે અને જરૂરી પગલાં લેવા માંગ ઉઠી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward