android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gift City વિકાસ માટે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક, વૈશ્વિક ફાઇનાન્સ હબ બનાવવાના લક્ષ્ય પર ચર્ચા
calendar_today May 22, 2026

Gift City વિકાસ માટે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક, વૈશ્વિક ફાઇનાન્સ હબ બનાવવાના લક્ષ્ય પર ચર્ચા

ગિફ્ટ સિટી (GIFT City)ના વિકાસ મુદ્દે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ હાજર રહ્યા હતા. સાથે જ પીએમઓના પ્રિન્સિપલ સેક્રેટરી પી. કે. મિશ્રા, રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ગિફ્ટ સિટીના ઝડપી વિકાસ અને તેની વૈશ્વિક સ્થિતિને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.ફાઇનાન્સ, બેન્કિંગ અને ફિનટેક ક્ષેત્ર પર ખાસ ભાર બેઠક દરમિયાન ગિફ્ટ સિટીને વૈશ્વિક ફાઇનાન્સ હબ તરીકે વિકસાવવા માટેના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને બેન્કિંગ અને ફિનટેક ક્ષેત્રના વિસ્તરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓને આકર્ષવા માટેની નીતિઓ અને રોકાણ વધારવા માટેના પ્રયાસો અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. એરક્રાફ્ટ-શિપ લીઝિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ચર્ચા બેઠકમાં એરક્રાફ્ટ લીઝિંગ, શિપ લીઝિંગ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC)ના વિકાસ અંગે પણ વિગતવાર ચર્ચા થઈ હતી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવું અને Ease of Doing Business સુધારવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. અધિકારીઓએ ગિફ્ટ સિટીને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક અને આકર્ષક ફાઇનાન્સિયલ ડેસ્ટિનેશન બનાવવા માટે ચાલી રહેલી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : તુલસી ગબાર્ડે અમેરિકા ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું
calendar_today May 22, 2026

Gujarat Latest News Live : તુલસી ગબાર્ડે અમેરિકા ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Suratમાં હાઇવોલ્ટેજ ડ્રામા: સત કૈવલ ચોક પાસે યુવક CCTVના થાંભલા પર ચડી જતાં 1 કિમી લાંબો ટ્રાફિક જામ!
calendar_today May 22, 2026

Suratમાં હાઇવોલ્ટેજ ડ્રામા: સત કૈવલ ચોક પાસે યુવક CCTVના થાંભલા પર ચડી જતાં 1 કિમી લાંબો ટ્રાફિક જામ!

સુરતના ઉમરા ગામ વિસ્તારમાં અસ્થિર મગજના યુવકે થાંભલા પર ચડી હોબાળો મચાવ્યો હતો. પાલ ઉમરા બ્રિજ પહેલાં આવેલા સત કૈવલ ચોક પાસે યુવક CCTVના થાંભલા પર ચડી ગયો હતો અને લાંબા સમય સુધી નીચે ઉતરવાનો ઇનકાર કર્યો હતો. ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી.દોઢ કલાક સુધી ચાલ્યા નાટકો, ટ્રાફિક જામ સર્જાયો યુવક લગભગ એકથી દોઢ કલાક સુધી થાંભલા પર ચડી નાટકો કરતો રહ્યો હતો. જેના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને અંદાજે એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાને જોવા સ્થાનિક લોકો અને ગ્રામજનોનું ટોળું પણ મોટી સંખ્યામાં એકત્ર થયું હતું. સમગ્ર ઘટનાથી વાહનચાલકો ભારે પરેશાન બન્યા હતા. ફાયર વિભાગે યુવકને સુરક્ષિત નીચે ઉતાર્યો ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુવકને સમજાવી નીચે ઉતારવાના પ્રયાસો કર્યા હતા. જોકે યુવક નીચે ઉતરવા તૈયાર ન થતા અંતે ફાયર વિભાગને બોલાવવામાં આવ્યો હતો. ફાયર વિભાગના જવાનોએ યુવકને સમજાવી સુરક્ષિત રીતે નીચે ઉતારી પોલીસને સોંપ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ યુવક નશાની હાલતમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward