android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: ઝઘડિયાના અસા ગામના કપિલેશ્વર શિવાલયમાં લઘુરૂદ્ર યાગ યોજાયો
calendar_today September 10, 2026

Bharuch: ઝઘડિયાના અસા ગામના કપિલેશ્વર શિવાલયમાં લઘુરૂદ્ર યાગ યોજાયો

અછાલીયા : ઝઘડીયા તાલુકાના નર્મદા તટે આવેલ કપિલમુની દ્વારા સ્થાપિત પ્રાચીન શિવમંદિર ખાતે લઘુરૂદ્ર યાગ સંપન્ન થયો હતો ,બ્રહ્મવૃંદ દ્વારા વેદોક્ત વિધિસર યજ્ઞકાર્ય યજમાનો સમુદાયને કરાવ્યો હતો ,મોટી સંખ્યામાં શિવભક્તોએ યજ્ઞ દર્શન ભસ્મ તિલક મસ્તકે લગાવી શિવમંત્ર આરતી સ્તુતિ ધૂન નું ગાન પ્રસાદ ગ્રહણ કરી કૃતાર્થ થયા હતા ,આ અવસરે શિવજીને પ્રિય નાગદેવતા ના પાર્થેશ્વર નું નિર્માણ કરવામાં આવ્યું હતુંગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ankleshwar: GIDCમાં પ્રદૂષિત પાણીના ગેરકાયદે નિકાલ સામે તપાસ તેજ
calendar_today September 10, 2026

Ankleshwar: GIDCમાં પ્રદૂષિત પાણીના ગેરકાયદે નિકાલ સામે તપાસ તેજ

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની વરસાદી ગટરોમાં પ્રદૂષિત પાણી વહેતું હોવાની અગાઉથી મળતી ફરિયાદોને ધ્યાનમાં લઈ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) તથા NCT/નોટિફાઇડ વિભાગ દ્વારા મોનિટરિંગઅને તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે.આ તપાસ દરમિયાન ગત રાત્રે મોહન પોલીફેબ કંપની પાસેથી પસાર થતી વરસાદી ગટરમાં પ્રદૂષિત પાણી વહેતું હોવાનું જણાતા, આજે સંબંધિત સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી. કંપનીના ગેટ નજીક બનાવવામાં આવેલા RCC સ્લેબને તોડી ગટરની અંદરની સ્થિતિની તપાસ કરવામાં આવી હતી. સ્થળપર GPCB,NCT તથા નોટિફાઇડ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને પાણીના નમૂના લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત, મળેલા પુરાવા તથા શંકાના આધારે અન્ય કેટલાક ઔદ્યોગિક એકમોની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં પાણીના પ્રદૂષણ અંગેની ફરિયાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) સુધી પણ પહોંચી હતી. ત્યારબાદ ભરૂચ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી હતી. આજે યોજાયેલી સમીક્ષા બેઠક દરમિયાન અધિકારીઓ દ્વારા સ્થળ પર મળેલી સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ સંબંધિત સ્થળની મુલાકાત લેવામાં આવતા વરસાદી ગટરમાં પ્રદૂષિત પાણી જોવા મળ્યું હતું અને ગટરની રચનાની અંદર સુધી તપાસ કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palej: લારી-ગલ્લા હટાવાયાં છતાં ટ્રાફિકની સમસ્યા યથાવત
calendar_today September 10, 2026

Palej: લારી-ગલ્લા હટાવાયાં છતાં ટ્રાફિકની સમસ્યા યથાવત

પાલેજ મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યા નિવારવાના નામે લારી-ગલ્લા હટાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હોવા છતાં બજારમાં ટ્રાફિકની સમસ્યા હજુ પણ યથાવત હોવાનો રોષ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યાં છે. લારી-ગલ્લાવાળાઓને હટાવવામાં આવતાં અનેક નાના વેપારીઓની રોજગારી પર અસર પડી છે. પરંતુ બીજી તરફ આડેધડ પાર્કિંગ અને યોગ્ય ટ્રાફિક વ્યવસ્થાના અભાવે બજારના રસ્તાઓ આજે પણ સાંકડા બની રહ્યાં છે.સ્થાનિકોના જણાવ્યાનુસાર, રસ્તા પરથી લારીઓ અને ગલ્લા હટાવ્યા બાદ ખાલી પડેલી જગ્યાઓનો ઉપયોગ હવે ખરીદદારો તેમજ અન્ય વાહનચાલકો દ્વારા બેફામ પાર્કિંગ માટે કરવામાં આવે છે. પરિણામે બજારમાં વાહનોની અવર-જવર સરળ બનવાને બદલે અનેક સ્થળોએ ટ્રાફિકની સ્થિતી વધુ મુશ્કેલ બની છે. પાલેજ બજારમાં સવાર અને સાંજના પિક-અવર્સ દરમિયાન ખરીદી તથા ઓફિસના સમયને કારણે વાહનોની અવર-જવર વધે છે. આવા વ્યસ્ત સમયે ટ્રાફિકનું નિયમન કરવા માટે ટ્રાફિક પોલીસ કે હોમગાર્ડ જવાનો જરૂરી સ્થળોએ પૂરતી સંખ્યામાં હાજર રહેતાં ન હોવાની સ્થાનિકોની ફરિયાદ છે.લારીગલ્લા હટાવ્યા બાદ પણ આડેધડ પાર્કિંગ પર અસરકારક નિયંત્રણ ન હોવાથી ટ્રાફિકની મુળ સમસ્યા દૂર થઈ નથી. બજાર વિસ્તારમાં રસ્તાની બન્ને બાજુ વાહનો પાર્ક થઈ જતાં વાહનવ્યવહાર માટેની જગ્યા ઘટી જાય છે. અને તેના કારણે વારંવાર ટ્રાફિક જામની સ્થિતી સર્જાય છે. ટ્રાફિકજામની સ્થિતી માત્ર સામાન્ય વાહનચાલકો માટે જ નહીં, પરંતુ ઈમરજન્સી સેવાઓ માટે પણ ગંભીર સમસ્યા બની રહી છે.સ્થાનિકોના જણાવ્યાનુસાર, બજારમાં ટ્રાફિકજામ દરમિયાન એમ્બ્યુલન્સ સહિતના ઈમરજન્સી વાહનોને પણ અવર-જવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.લોકોનું કહેવું છે કે સામાન્ય કામગીરી કરીને તંત્ર સંતોષ માની લે છે તેના બદલે ટ્રાફિક અને દબાણોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોએએ.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward