android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chotila: પોલીસ મથકનો જમાદાર લાંચ લેતા ઝડપાયો
calendar_today September 10, 2026

Chotila: પોલીસ મથકનો જમાદાર લાંચ લેતા ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી કચેરીઓમાં લાંચ જાણે વ્યવહાર બની ગયો હોય તેમ સરકારી અધીકારીઓ અને કર્મચારીઓ ખુલ્લેઆમ લાંચ માંગે છે. અરજદારોને પણ આવા ભ્રષ્ટ અધીકારીઓને અને કર્મચારીઓને નૈવેદ્ય ધરાવ્યા વગર કામ થતા ન હોઈ તેઓ નાણા દેવા મજબુર બને છે. ત્યારે ચોટીલા પોલીસ મથકનો જમાદાર રૂપીયા 27 હજારની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં ફસાયો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ભ્રષ્ટાચારે માઝા મુકી છે. કાયદેસરનું કામ કરાવવુ હોય તો પણ અરજદારોને સરકારી કર્મીઓનાખીસ્સા ગરમ કરવા પડે છે. ત્યારે આવા જ એક બનાવમાં ચોટીલા પોલીસ મથકનો જમાદાર લાંચ લેતા એસીબીની ટ્રેપમાં રંગેહાથ ઝડપાયો છે. મળતી માહીતી મુજબ ચોટીલા પોલીસની ટીમે થોડા દિવસો અગાઉ રૂપાવટી ગામે જુગારની રેડ કરી હતી. જેમાં ઝડપાયેલ જુગારીયાઓના જામીન કરાવવા હેડ કોન્સ્ટેબલ જયસુખ જાગાભાઈ જીડીયાએ રૂપીયા 27 હજારની લાંચ માંગી હતી. આ રકમ ફરિયાદીને આપવી ન હોઈ તેઓએ એસીબીનો ટોલ ફરી નંબર ઉપર સંપર્ક કર્યો હતો. જેમાં સુરેન્દ્રનગર એસીબી રાજકોટ એકમના ફીલ્ડ પીઆઈ આર.કે.સોલંકી સહિતની ટીમે તા. 9ના રોજ સાંજે ચોટીલા પોલીસ મથક કમ્પાઉન્ડમાં જ છટકુ ગોઠવ્યુ હતુ. અને ફરિયાદીના હાથે લાંચની રકમ રૂપીયા 27 હજાર લેતો જમાદાર જયસુખ જીડીયા સ્વીકારતા જ એસીબી ટીમ સામે આવી હતી. અને હેડ કોન્સ્ટેબલ જે.જે.જીડીયાને ઝડપી તેની સામે સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada: બે આંગણવાડીનું બાંધકામ બે વર્ષથી અધૂરું હોવાથી ખંડેર
calendar_today September 10, 2026

Narmada: બે આંગણવાડીનું બાંધકામ બે વર્ષથી અધૂરું હોવાથી ખંડેર

દેડિયાપાડા ખાતે આવેલા બીઆરસી ભવન વિસ્તારમાં આવેલી દેડિયાપાડા નંબર-3 અને નંબર-4ની બે આંગણવાડીના નવા મકાનોનું બાંધકામ છેલ્લા બે વર્ષથી અત્યંત મંથર ગતિએ ચાલી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. લાંબા સમયથી બાંધકામ અધૂરું રહેતાં નાના ભૂલકાંઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નાના બાળકો હેરાન પરેશાન થઈ ગયા છે.બંને આંગણવાડીઓ હાલ નજીકમાં આવેલા છાત્રાલયના રસોડામાં ચલાવવામાં આવી રહી છે. એક જ જગ્યાએ નાના બાળકોને બેસાડીને અભ્યાસ કરાવવો પડતો હોવાથી બાળકો માટે પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે. અહિયાં આંગણવાડીમાં બાળકો ઉપરાંત સગર્ભા અને ધાત્રી માતાઓ માટે પણ પોષણ સંબંધિત કામગીરી કરવામાં આવે છે. રસોડાની જગ્યામાં આંગણવાડી ચલાવવાને કારણે કામગીરી કરતી બહેનોને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.બે આંગણવાડીના નવા મકાનોનું બાંધકામ છેલ્લા બે વર્ષથી પૂર્ણ ન થતાં વહીવટી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. બાંધકામની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોવાના કારણે નાના બાળકોને કફોડી સ્થિતિમાં ભણવું પડી રહ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: ઝઘડિયા તાલુકાના અવિધા ગામે આંગણવાડી જર્જરિત હાલતમાં
calendar_today September 10, 2026

Bharuch: ઝઘડિયા તાલુકાના અવિધા ગામે આંગણવાડી જર્જરિત હાલતમાં

ઝઘડિયા તાલુકામાં સરકારી તંત્ર ની વધુ એક લાલીયાવાળી સામે આવી છે. સાસંદ મનસુખ વસાવાએ દત્તક લીધેલા અવિધા ગામે જર્જરિત આંગણવાડીના મકાનને કારણે બાળકો ખુલ્લા વાડામાં બેસવા મજબૂર બન્યા છે. સાસંદે દત્તક લીધેલા ગામમાં જ પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે.ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા દ્વારા દત્તક લેવામાં આવેલા ઝઘડિયા તાલુકાના અવિધા ગામમાં પ્રાથમિક સુવિધાઓની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે. ગામમાં આવેલી આંગણવાડીનું મકાન છેલ્લા પાંચ વર્ષથી જર્જરિત હાલતમાં હોવાના કારણે નાના ભૂલકાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આંગણવાડી કાર્યકર દ્વારા બાળકો માટેનું ભોજન પોતાના ઘરે બનાવવામાં આવતું હોવાની તેમજ આંગણવાડીની બાજુમાં આવેલા મકાનમાં આંગણવાડીની કામગીરી ચલાવવામાં આવતી હોવાનું નજરે પડી રહ્યું છે.સ્થાનિકો લોકોના જણાવ્યા મુજબ જર્જરિત આંગણવાડીના સ્થાને નવી આંગણવાડીની ઇમારત બનાવવા માટેની પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે. પરંતુ કામગીરી આગળ વધતી ન હોવાના કારણે બાળકોને હાલાકી ભોગવવી પડી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward