Panchmahal: શહેરામાં ગણેશ ઉત્સવ પૂર્વે જિલ્લા પોલીસની આગેવાનીમાં ફ્લેગ માર્ચ યોજાઈ
શહેરા : શહેરામાં ગણેશ મહોત્સવ અને વિસર્જન પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું હતુ. જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત અને ડીવાયએસપી બિન્દ્રા જાડેજાની સીધી આગેવાની હેઠળ ગણેશ વિસર્જન રૂટ પર ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જેમાં જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત અને ડીવાયએસપી બિન્દ્રા જાડેજાની સીધી દેખરેખ હેઠળ શહેરા પોલીસ સ્ટેશનથી માર્ચનો પ્રારંભ થયો હતો. પોલીસનો કાફ્લો નગરના અતિ સંવેદનશીલ અને મુખ્ય વિસ્તારો હુસેની ચોક, હોળી ચકલા અને મેઈન બજારમાંથી પસાર થઈને ગણેશ વિસર્જન થનાર મુખ્ય તળાવ ખાતે પહોંચ્યો હતો. તળાવ ખાતે જિલ્લા પોલીસ વડાએ પોતે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદ બસ સ્ટેશન રોડ થઈને પરત પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ તકે પોલીસ તંત્ર દ્વારા તમામ ગણેશ મંડળો અને નાગરિકોને શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવવા અને ડીજે સાઉન્ડ સિસ્ટમ અંગે સરકારે નક્કી કરેલા પેરામીટર્સ અને નિયમો મુજબ જ અવાજની મર્યાદા રાખવી આ સહિત નિયમોનું ચુસ્ત પાલન કરવા ખાસ અપીલ કરાઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward