android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : સાંતેજમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગથી અફરાતફરી, 3 શહેરોના ફાયર ફાઇટરો મેદાને
calendar_today May 22, 2026

Gandhinagar : સાંતેજમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગથી અફરાતફરી, 3 શહેરોના ફાયર ફાઇટરો મેદાને

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા સાંતેજ ઔદ્યોગિક વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાંતેજની એક અગ્રણી ફેક્ટરીમાં છેલ્લા એક કલાક કરતાં વધુ સમયથી અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ છે. ઉનાળાની વધતી જતી કાળઝાળ ગરમી અને પવનના કારણે આગે જોતજોતામાં એટલું રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે કે તેના ધુમાડાના કાળા ડિબાંગ વાદળો કેટલાય કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાય છે.ત્રણ શહેરોની ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે આગનો વ્યાપ એટલો મોટો છે કે સ્થાનિક તંત્રના હાથ અધ્ધર થઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં તાત્કાલિક ધોરણે અમદાવાદ, ગાંધીનગર અને કલોલ ત્રણેય શહેરોના ફાયર ફાઇટરોની ગાડીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યો છે. છેલ્લા એક કલાકથી ફાયર વિભાગના જવાનો જીવના જોખમે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરી રહ્યા છે. વધતી ગરમીને કારણે ફેક્ટરીની અંદર રહેલો સામાન ઝડપથી આગ પકડી રહ્યો છે, જેના લીધે ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે. પોલીસે સંભાળ્યો મોરચો, આગનું કારણ અકબંધ ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે પોલીસે તાત્કાલિક અસરથી આખી ફેક્ટરીની આસપાસ કોર્ડન કરી લીધું છે અને ત્યાં હાજર સામાન્ય લોકોને ઘટનાસ્થળથી દુર ખસેડવામાં આવ્યા છે જેથી કોઈ જાનહાનિ ન થાય. પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટના કારણે કે ગરમીના કારણે આ બ્લાસ્ટ થયો છે તે દિશામાં આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ એફએસએલ (FSL)ની મદદથી તપાસ હાથ ધરવામાં આવશે. હાલમાં ફાયર વિભાગનું પ્રથમ લક્ષ્ય આગને વધુ ફેલાતી અટકાવવાનું છે.આ પણ વાંચો-----     Gandhinagar : ડાર્ક વેબથી UK જેલ સુધી કનેક્શન, 226 કરોડના ટેરર ફંડિંગ કેસમાં ચોંકાવનારો ધડાકો

Read Full Story arrow_forward
Uttarakhand: દેવભૂમિમાં રસ્તાઓ પર નમાજ પઢવાની મંજૂરી નહીં મળે, CM ધામીનું મોટુ નિવેદન
calendar_today May 22, 2026

Uttarakhand: દેવભૂમિમાં રસ્તાઓ પર નમાજ પઢવાની મંજૂરી નહીં મળે, CM ધામીનું મોટુ નિવેદન

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે 'દેવભૂમિ' (દેવતાઓની ભૂમિ) ના રસ્તાઓ પર નમાજ અદા કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે નોંધ્યું હતું કે રાજ્યમાં હાલમાં ચાર ધામ યાત્રા ચાલી રહી છે; તેથી, યાત્રાળુઓને કોઈ અસુવિધાનો સામનો ન થવો જોઇએ.જાહેર માર્ગો પર નમાજ અદા ન કરવી- પુષ્કરસિંહ ધામી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અનુસરીને, મુખ્યમંત્રી ધામીએ હવે જાહેર રસ્તાઓ પર નમાજ અદા કરવાની પ્રથા અંગે નિવેદન આપ્યુ છે.  મુખ્યમંત્રી ધામીએ ટિપ્પણી કરી હતી કે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ સૂચન કર્યું હતું કે રસ્તાઓ પર નમાજ અદા કરવાની પરવાનગી આપવી જોઈએ. જવાબમાં  અમે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રાર્થના ફક્ત નિર્ધારિત સ્થળોએ જ અદા કરવી જોઈએ. કોઈ પણ વ્યક્તિને આ સ્થાપિત વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો અધિકાર નથી.ચારધામના યાત્રીઓને મુશ્કેલી પડવી જોઇએ નહીં મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલમાં ચાલી રહેલી ચાર ધામ યાત્રા સાથે, રસ્તાઓને કોઈપણ સંજોગોમાં ધાર્મિક પ્રદર્શનોનું સ્થળ બનવા દેવામાં આવશે નહીં. અમે સંકલ્પ કર્યો છે કે, કોઈપણ કિંમતે, આપણા રાજ્યની મુલાકાત લેતા સનાતની ભક્તો અને ચાર ધામ યાત્રાળુઓને કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. કેટલાક વ્યક્તિઓ દરેક મુદ્દાને ફક્ત વોટ-બેંક રાજકારણના ચશ્માથી જુએ છે, અને આ અભિગમ ખોટો છે. આ વ્યવસ્થાઓને લગતી બાબતોમાં, આપણે વોટ-બેંકના વિચારથી ઉપર ઉઠવું જોઈએ. અમે કોઈને પણ આ દેવભૂમિની શાંતિ, સંસ્કૃતિ અને શિસ્ત સાથે ચેડા કરવાની મંજૂરી આપીશું નહીં.આ પણ વાંચો- PM Modi ઇટલીના પ્રવાસે.. જુઓ મોદી-મેલોનીની કેમિસ્ટ્રી

Read Full Story arrow_forward
Maharashtra : ચંદ્રપુરમાં વાઘે કર્યો હુમલો, ચાર મહિલાઓના મોત, ટીમરુના પાન એકઠા કરી રહી હતી
calendar_today May 22, 2026

Maharashtra : ચંદ્રપુરમાં વાઘે કર્યો હુમલો, ચાર મહિલાઓના મોત, ટીમરુના પાન એકઠા કરી રહી હતી

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં શુક્રવારે સવારે એક વાઘે ચાર મહિલાઓને મારી નાખી. આ મહિલાઓ શુક્રવારની સવારે ટીમરુના પાન એકઠા કરી રહી હતી, ત્યારે જ આ ઘટના બની. આ માહિતી વન વિભાગના અધિકારીએ આપી છે. અધિકારીએ જણાવ્યું કે આ ઘટના જિલ્લા મુખ્ય મથકથી લગભગ 70 કિલોમીટર દૂર સિંદેવાહી તહસીલના ગુંજેવાહી ગામ પાસે બની હતી. ચાર મહિલાઓના મોત થયા મહિલાઓનું એક જૂથ જંગલમાં ટીમરુના પાન એકઠા કરવા માટે ગયું હતું, જેનો ઉપયોગ મુખ્યત્વે બીડી બનાવવા માટે કુદરતી પડ તરીકે થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે તેઓ પાન એકઠા કરવામાં વ્યસ્ત હતી, ત્યારે જ એક વાઘે હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર મહિલાઓના મોત થયા છે. પંચનામા પછી વધુ માહિતી સામે આવશે મૃતક મહિલાઓની ઓળખ કાવદાબાઈ મોહુરલે (45), અનીતાબાઈ મોહુરલે (40), સુનીતા મોહુરલે (38) અને સંગીતા ચૌધરી (50) તરીકે થઈ છે. આ તમામ ગુંજેવાહી ગામની રહેવાસી હતી. જોકે, એ તાત્કાલિક સ્પષ્ટ થઈ શક્યું નથી કે વાઘે તમામ મહિલાઓને એક જ જગ્યાએ અને એક જ સમયે મારી છે કે અલગ-અલગ જગ્યાએ મારી છે. ઘટનાની માહિતી મળતા જ વન અધિકારીઓની એક ટીમ તે વિસ્તારમાં પહોંચી ગઈ હતી. મુખ્ય વન સંરક્ષક (ચંદ્રપુર સર્કલ) આર.એમ. રામાનુજમે જણાવ્યું કે, પંચનામા પછી વધુ વિગતો સામે આવશે. આ પણ વાંચો-Bollywood Actress : સ્ટારડમ મળ્યું, કરોડો કમાયા… પછી અચાનક ઇન્ડસ્ટ્રી છોડી ગાયબ થઈ ગઈ આ હસીના!

Read Full Story arrow_forward