android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chandigarh : પોતાને ગદ્દાર કહ્યા તો હરભજન સિંહે ખોલ્યું રાજ્યસભાની સીટોનું કરોડોનું સ્કેન્ડલ, રાજકારણમાં ખળભળાટ
calendar_today May 22, 2026

Chandigarh : પોતાને ગદ્દાર કહ્યા તો હરભજન સિંહે ખોલ્યું રાજ્યસભાની સીટોનું કરોડોનું સ્કેન્ડલ, રાજકારણમાં ખળભળાટ

ક્રિકેટના મેદાન પર પોતાની સ્પિન બોલિંગથી મોટા-મોટા બેટ્સમેનોના સ્ટમ્પ ઉખાડી દેનાર હરભજન સિંહે આ વખતે રાજકારણની પીચ પર એવો બોમ્બ ફોડ્યો છે, જેનાથી પંજાબથી લઈને દિલ્હી સુધીના રાજકીય ગલિયારાઓ હચમચી ગયા છે. આમ આદમી પાર્ટી ના રાજ્યસભા સાંસદ હરભજન સિંહે પોતાની જ જૂની પાર્ટીના નેતૃત્વ અને તેની રાજકીય શુદ્ધતાના દાવાઓ સામે સીધા સવાલો ઉભા કર્યા છે. સોશિયલ મીડિયા પર ખુદને 'ગદ્દાર' કહેવા પર પલટવાર કરતા ભજ્જીએ સનસનાટીભર્યો દાવો કર્યો છે કે પંજાબની રાજ્યસભા બેઠકો કરોડો રૂપિયાના ભારે-ભરખમ સોદા કરીને વેચવામાં આવી હતી.'ગદ્દાર'ના ટેગ પર ભજ્જીનો આક્રોશ આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સોશિયલ મીડિયા પર દેવેન્દર યાદવ નામના એક આપ કાર્યકર્તાએ હરભજન સિંહને 'ગદ્દાર' ગણાવીને નિશાન સાધ્યા હતા. ટ્રોલે સવાલ પૂછ્યો હતો કે, "જે નેતાને તમે દિવસ-રાત ગાળો આપો છો, તેની આપેલી રાજ્યસભા સીટ પરથી તમે રાજીનામું કેમ ન આપ્યું? ભાજપમાં જવાની તમારી શું મજબૂરી હતી?" આ સાથે જ હરભજન સિંહ પર કરોડો રૂપિયાની બોલી લગાવીને પક્ષપલટો કરવાના આક્ષેપો પણ કરાયા હતા. મેં તમારા કોઈ નેતાને ગાળ નથી આપી આ આક્ષેપો પર રોષે ભરાયેલા હરભજન સિંહે એક્સ પર વળતો પ્રહાર કરતા લખ્યું, "સમય આવવા પર તમારા એક-એક શબ્દનો જવાબ આપવામાં આવશે. મેં તમારા કોઈ નેતાને ગાળ નથી આપી. હું મારી જીભ કેમ ગંદી કરું?" પંજાબ લૂંટાયું, 'લાલા' સુધી માલ પહોંચ્યો હરભજન સિંહે આગળ જે લખ્યું તેણે આમ આદમી પાર્ટી માટે મોટી મુશ્કેલી ઊભી કરી દીધી છે. ટિકિટ વહેંચણી અને પંજાબ સરકારના કામકાજને ભ્રષ્ટાચારના કટઘરામાં ઊભા કરતાં ભજ્જીએ લખ્યું કે મને ગદ્દાર કહેનારાઓ, પહેલા તમારા લોકોને પૂછો કે પંજાબની રાજ્યસભા સીટ કેટલામાં વેચાઈ હતી? જો તેઓ નહીં કહે તો હું પોતે જ જનતા સામે ખુલાસો કરીશ કે કોને કેટલો ચઢાવો ગયો હતો અને કોની તરફથી ગયો હતો. પંજાબને લૂંટવા અને 'લાલા' સુધી માલ પહોંચાડવા માટે કેવી રીતે કોને મંત્રી કે સંતરી બનાવવામાં આવ્યા. પંજાબને લૂંટવામાં આવ્યું છે આ પણ વાંચો----     Gandhinagar : ડાર્ક વેબથી UK જેલ સુધી કનેક્શન, 226 કરોડના ટેરર ફંડિંગ કેસમાં ચોંકાવનારો ધડાકો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : અમદાવાદ એરપોર્ટ પર  બેંગકોકથી આવેલ ફ્લાઈટમાં 20 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપાયું
calendar_today May 22, 2026

Gujarat Latest News Live : અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલ ફ્લાઈટમાં 20 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Kutch : રાપરમાં બિરયાનીની બબાલમાં યુવકની છરીના ઘા ઝીંકી સરેઆમ હત્યા
calendar_today May 22, 2026

Kutch : રાપરમાં બિરયાનીની બબાલમાં યુવકની છરીના ઘા ઝીંકી સરેઆમ હત્યા

કચ્છના રાપર શહેરમાંથી એક ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સામાન્ય બાબતે માણસ કેટલો હિંસક બની શકે છે તેનો પુરાવો રાપરમાં જોવા મળ્યો છે, જ્યાં માત્ર બિરયાની ખાવા જેવી ક્ષુલ્લક બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ વિવાદમાં એક યુવકની છરીના અસંખ્ય ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. જોકે, રાપર પોલીસે ગણતરીના કલાકોમાં આ ચકચારી હત્યાનો ભેદ ઉકેલી નાખી મુખ્ય બે આરોપીઓ સહિત એક સગીરને ઝડપી પાડ્યો છે.માત્ર બિરયાની મુદ્દે થઈ ખૂની ખેલની શરૂઆત મળતી વિગતો મુજબ, રાપર શહેરમાં મહેબૂબ રિયાસતઅલી શેખ નામના યુવક સાથે આરોપીઓનો બિરયાની ખાવા બાબતે કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ સામાન્ય બબાલ એટલી હદે વધી ગઈ કે ઉશ્કેરાયેલા શખ્સોએ પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી વડે મહેબૂબ પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ મહેબૂબને શરીરના ભાગે છરીના આડેધડ ઘા મારી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં ગંભીર ઈજાઓ થવાના કારણે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ધોળા દિવસે થયેલી આ હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. પોલીસે સગીર સહિત ત્રણેયને કર્યા રાઉન્ડઅપ હત્યાની આ સનસનાટીભરી ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આસપાસના લોકોની પૂછપરછ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ તમામ કડીઓ જોડી દીધી હતી. રાપર પોલીસે આ ગુનામાં સામેલ મુખ્ય બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે આ ગુનામાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર (સગીર) પણ સામેલ હોવાનું ખુલ્યું છે. પોલીસે હાલમાં ત્રણેય આરોપીઓને રાઉન્ડઅપ કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો---      Gandhinagar : ડાર્ક વેબથી UK જેલ સુધી કનેક્શન, 226 કરોડના ટેરર ફંડિંગ કેસમાં ચોંકાવનારો ધડાકો

Read Full Story arrow_forward