Surendranagar : ગૌ વંશની કતલ કરી અવશેષો ભોગાવો નદીમાં ફેંકનારી બે મહિલા સહિત 4ની ટોળકી ગિરફ્તાર
ઝલાવાડની ધરતી પરથી જીવદયા પ્રેમીઓ અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જગાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરની પવિત્ર ભોગાવો નદીના પટમાંથી ગોવંશના અવશેષો મળી આવવાના મામલે પોલીસે કડક હાથે કાર્યવાહી કરી છે. આ અતિ સંવેદનશીલ કેસમાં રાત-દિવસ એક કરીને સુરેન્દ્રનગર પોલીસની અલગ-અલગ ટીમોએ ગોવંશનું કતલ કરનારી બે પુરુષ અને બે મહિલાઓ સહિત કુલ 4 શખ્સોની કસાઈ ટોળકીને દબોચી લીધી છે.ભોગાવો નદીના પટમાંથી મળ્યા હતા અવશેષો મળતી વિગતો મુજબ, સુરેન્દ્રનગરની ભોગાવો નદીના પટમાંથી ક્રૂરતાપૂર્વક કાપી નાખવામાં આવેલા ગોવંશના અવશેષો બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટના વાયુવેગે પ્રસરતા સ્થાનિક લોકો અને ગૌભક્તોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઘટનાની ગંભીરતાને સમજીને જોરાવરનગર પોલીસ મથકમાં તાત્કાલિક અસરથી કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મામલો વધુ વણસે નહીં તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી તપાસનો ધમધમાટ તેજ કરાયો હતો. LCB અને SOGએ સંયુક્ત ઓપરેશન કરીને આરોપીઓને દબોચ્યા આ ગુનાનો ભેદ ઉકેલવા માટે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની અલગ-અલગ સ્પેશિયલ ટીમોની રચના કરવામાં આવી હતી. ટેક્નિકલ સોર્સિસ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના દિવસોમાં જ કતલખાનું ચલાવતી આખી ગેંગને શોધી કાઢી હતી. પોલીસે આ કેસમાં ગોવંશનું કતલ કરનાર મુખ્ય સૂત્રધાર (1) ઇમરાન ઉર્ફે ગોટીયો કુરેશી અને (2) ફારુક મહેબૂબ કટિયાની ધરપકડ કરી લીધી છે. આ પાપમાં આ બંને કસાઈઓનો સાથ આપનારી અન્ય બે મહિલાઓની પણ પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટોળકી અત્યાર સુધી કેટલા ગોવંશની કતલ કરી ચૂકી છે અને આ માધ્યમથી ક્યાં માંસ સપ્લાય કરવામાં આવતું હતું.આ પણ વાંચો---- Gandhinagar : ડાર્ક વેબથી UK જેલ સુધી કનેક્શન, 226 કરોડના ટેરર ફંડિંગ કેસમાં ચોંકાવનારો ધડાકો
Read Full Story arrow_forward