android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Supreme Court on OBC Reservation: માતા-પિતા બંને IAS તો, સંતાનોને કેમ મળે અનામત?: SC
calendar_today May 22, 2026

Supreme Court on OBC Reservation: માતા-પિતા બંને IAS તો, સંતાનોને કેમ મળે અનામત?: SC

સુનાવણી દરમિયાનના પ્રશ્નો અને ઉત્તરોએ ક્રીમી લેયર અને અનામતની મર્યાદાની ચર્ચાને વધુ તીવ્ર બનાવી છે. સુનાવણી દરમિયાન તીવ્ર ચર્ચા OBC અનામત અને ક્રીમી લેયર અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. સુનાવણી દરમિયાન, જસ્ટિસ બી.વી. નાગરત્નાએ પ્રશ્ન કર્યો કે, ઉમેદવારના માતા-પિતા IAS અધિકારી કેમ હોય છે, શું તેમને અનામત લાભો મળવા જોઈએ. કોર્ટે ક્રીમી લેયરના અવકાશ અને ગ્રુપ A અને ગ્રુપ B કર્મચારીઓ વચ્ચેના તફાવતો પર પણ ચર્ચા કરી હતી. આ કેસની સુનાવણી જસ્ટિસ બી.વી. નાગરત્ના અને ઉજ્જવલ ભુયાનની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. સામાજિક-વહીવટી દરજ્જાના આધારે વર્ગીકરણ સુનાવણી દરમિયાન, વકીલ શશાંક રત્નુએ કોર્ટમાં દલીલ કરી હતી કે, તેમને તેમના પગારને કારણે નહીં, પરંતુ તેમના દરજ્જાને કારણે બરતરફ કરવામાં આવ્યા હતા. તેઓ ગ્રુપ Aના કર્મચારીઓ છે અને તેથી બરતરફ કરવામાં આવ્યા છે. ગ્રુપ Bના કર્મચારીઓને પણ બરતરફ કરવામાં આવે છે. કર્મચારીઓને ફક્ત પગારના આધારે નહીં, પરંતુ તેમના સામાજિક અને વહીવટી દરજ્જાના આધારે ક્રીમી લેયરમાં વર્ગીકૃત કરવામાં આવે છે. લાભો કોના માટે મર્યાદિત ? તેમણે જણાવ્યું હતું કે આ જ કારણ છે કે ગ્રુપ Aના કર્મચારીઓને ક્રીમી લેયરમાં વર્ગીકૃત કરવામાં આવે છે. વકીલ શશાંક રત્નુએ એમ પણ જણાવ્યું હતું કે માત્ર ગ્રુપ Aના કર્મચારીઓ જ નહીં, પરંતુ કેટલાક કિસ્સાઓમાં, ગ્રુપ Bના કર્મચારીઓને પણ ક્રીમી લેયરમાંથી બાકાત રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, કોર્ટે એ સમજવાનો પ્રયાસ કર્યો કે અનામતના લાભો સુધી કોને મર્યાદિત રાખવા જોઈએ અને કોને બાકાત રાખવા જોઈએ. આ પણ વાંચોઃ યુદ્ધ અને તણાવનો લાભ લઈ Iran ગલ્ફ ક્ષેત્રમાં પકડ કરવા માગે છે મજબૂત, જાણો કેમ?

Read Full Story arrow_forward
Tvisha Sharma Case:ટ્વિશા શર્મા મૃત્યુ કેસમાં મોટો વળાંક,હાઈકોર્ટે આપ્યો ફરી પોસ્ટમોર્ટમનો આદેશ
calendar_today May 22, 2026

Tvisha Sharma Case:ટ્વિશા શર્મા મૃત્યુ કેસમાં મોટો વળાંક,હાઈકોર્ટે આપ્યો ફરી પોસ્ટમોર્ટમનો આદેશ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બહુચર્ચિત મોડેલ અને અભિનેત્રી ટ્વિશા શર્મા મૃત્યુ કેસમાં એક નવો અને મહત્વનો વળાંક આવ્યો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે ટ્વિશાના શવનું ફરીથી પોસ્ટમોર્ટમ કરવાની મંજૂરી આપી દીધી છે. આ પોસ્ટમોર્ટમ દિલ્હી એઈમ્સ (AIIMS) ના ડોક્ટરોની એક વિશેષ ટીમ દ્વારા ભોપાલમાં કરવામાં આવશે. ટ્વિશાના પરિવારજનો લાંબા સમયથી શવના પુનઃ પોસ્ટમોર્ટમની માંગ કરી રહ્યા હતા. આ અગાઉ સ્થાનિક અદાલતે આ માંગને ફગાવી દીધી હતી, પરંતુ હવે હાઈકોર્ટે શવને સુરક્ષિત રાખવાનો આદેશ આપતા પરિવારની તરફેણમાં ચુકાદો આપ્યો છે.શું છે સમગ્ર મામલો?ગત ૧૨ મેની રાત્રે ટ્વિશા શર્મા ભોપાલના કટારા હિલ્સ વિસ્તારમાં આવેલા તેના સાસરીના ઘરમાં શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવી હતી. ટ્વિશાના પરિવારે સાસરિયાઓ પર દહેજ ઉત્પીડન અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસે ટ્વિશાના પતિ વકીલ સમર્થ સિંહ અને તેની સાસુ તથા નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ ગિરીબાલા સિંહ વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધી છે. હાલમાં ટ્વિશાનો પતિ સમર્થ સિંહ ફરાર છે અને પોલીસ દ્વારા તેની ધરપકડ માટે ૩૦,૦૦૦ રૂપિયાના ઈનામની જાહેરાત પણ કરવામાં આવી છે. બીજી તરફ, સાસરિયા પક્ષનો દાવો છે કે ટ્વિશા ડ્રગ્સની બંધાણી હતી.સાસુની જામીન રદ કરવા સરકારની અપીલઆ કેસમાં રાજ્ય સરકારે નિવૃત્ત ન્યાયાધીશ ગિરીબાલા સિંહને મળેલી આગોતરા જામીન રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. સરકારનો આરોપ છે કે સેશન્સ કોર્ટે પુરાવાઓની યોગ્ય તપાસ કર્યા વિના જ જામીન આપી દીધા હતા. જામીન મળ્યા બાદ ગિરીબાલા સિંહ તપાસમાં સહકાર નથી આપી રહ્યા અને પુરાવાઓ સાથે છેડછાડ કરી રહ્યા છે તેમજ સોશિયલ મીડિયા પર પસંદગીના સીસીટીવી ફૂટેજ લીક કરી રહ્યા છે. સરકારે કોર્ટને જણાવ્યું કે વોટ્સએપ ચેટ્સ પરથી સ્પષ્ટ થાય છે કે મૃતક ટ્વિશાને કઈ હદ સુધી પ્રતાડિત કરવામાં આવતી હતી.મુખ્યમંત્રીની ખાતરી બાદ CBI તપાસની ભલામણટ્વિશાના પરિવારે ૨૦ મેના રોજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સાથે મુલાકાત કરી હતી, જેમાં મુખ્યમંત્રીએ પરિવારને ન્યાય અપાવવાની સંપૂર્ણ ખાતરી આપી હતી. ત્યારબાદ, મધ્યપ્રદેશના ગૃહ વિભાગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને આ સમગ્ર મામલાની તપાસ સીબીઆઈ (CBI) ને સોંપવાની ભલામણ કરી છે. હાઈકોર્ટના કડક વલણ અને સીબીઆઈ તપાસની હિલચાલ બાદ હવે આ હાઈપ્રોફાઈલ કેસમાં કસૂરવારો પર ગાળિયો મજબૂત બનતો દેખાઈ રહ્યો છે.આ પણ વાંચો:Amit Shah: "એક-એક ઘૂસણખોરને દેશની બહાર હાંકી કાઢીશું, ડેમોગ્રાફી બદલાવા નહીં દઈએ"કેન્દ્રીય ગૃહમંત્રીની મોટી જાહેરાત

Read Full Story arrow_forward
Gandhinagar : ડાર્ક વેબથી UK જેલ સુધી કનેક્શન, 226 કરોડના ટેરર ફંડિંગ કેસમાં ચોંકાવનારો ધડાકો
calendar_today May 22, 2026

Gandhinagar : ડાર્ક વેબથી UK જેલ સુધી કનેક્શન, 226 કરોડના ટેરર ફંડિંગ કેસમાં ચોંકાવનારો ધડાકો

ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા તાજેતરમાં પર્દાફાશ કરાયેલા ₹226 કરોડના આંતરરાષ્ટ્રીય ટેરર ફંડિંગ કેસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ડાર્ક વેબ પર ચાલતા ડ્રગ્સ નેટવર્કની સામાન્ય તપાસથી શરૂ થયેલી ગુજરાત પોલીસની આ ટેક્નિકલ મિશન આખરે અમદાવાદથી લઈને સીધી યુકે સુધી ફેલાયેલા આતંકી ભંડોળના મસમોટા રેકેટ સુધી પહોંચી ગઈ છે.એક આઈપી એડ્રેસ અને ડ્રગ્સ વેન્ડરે ખોલ્યા રાઝ આ હાઈટેક કેસના મૂળ સુધી કેવી રીતે પહોંચાયું તે અંગે કેસ ઉકેલનારા આઈપીએસ અધિકારી રાજદીપસિંહ ઝાલાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, પોલીસ ડાર્ક વેબ પર સક્રિય ડ્રગ્સ કારોબારના શંકાસ્પદ IP એડ્રેસ પર સતત વોચ રાખી રહી હતી. આ દરમિયાન artemislabs.cc નામની વેબસાઈટ સાથે જોડાયેલા એક ડ્રગ્સ વેન્ડરના ક્રિપ્ટો ટ્રાન્જેક્શન પોલીસના રડારમાં આવ્યા. આ વેન્ડર દ્વારા 10 અલગ-અલગ ક્રિપ્ટો વોલેટમાં ફંડ ટ્રાન્સફર થતું હતું. ટેક્નિકલ એનાલિસિસ દરમિયાન જાણવા મળ્યું કે આમાંથી 9 વોલેટ વિદેશી હતા, પરંતુ 1 વોલેટ ભારતનું હતું. અમદાવાદના દાણીલીમડાથી મળ્યો પહેલો મોટો બ્રેકથ્રૂ પોલીસે જ્યારે ભારતના એ એકમાત્ર વોલેટનું KYC અને ડિજિટલ ડેટા તપાસ્યો, ત્યારે તે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા મોહસીન મુલાનીનું હોવાનું બહાર આવ્યું. મોહસીનની ધરપકડ બાદ પૂછપરછમાં આખું નેટવર્ક ખૂલતું ગયું. આ નેટવર્ક સીધું અને આડકતરી રીતે મોહંમદ ઝુબેર પોપટીયા મારફતે સંચાલિત થતું હોવાનું સામે આવ્યું. વધુ તપાસમાં બહાર આવ્યું કે આ આખા ખેલનો મુખ્ય સૂત્રધાર 'સલમાન' નામનો આરોપી છે, જે હાલમાં UKની જેલમાં બંધ છે! સલમાન ત્યાંની જેલમાંથી જ હવાલા અને આંગડિયા મારફતે ભારતમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો. મોનેરો વોલેટ અને ઈઝરાયલ કનેક્શનથી ખળભળાટ મોહસીન મુલાનીના ક્રિપ્ટો ટ્રાન્જેક્શનની ઊંડી તપાસમાં તેની સાથે અન્ય 8 એકાઉન્ટ જોડાયેલા મળ્યા, જેમાં એક ગુપ્ત 'મોનેરો વોલેટ' પણ હતું. આ વોલેટમાં એક જ સમયમાં 56 હજાર ડોલર (આશરે ₹46 લાખથી વધુ) ટ્રાન્સફર થયા હતા. ત્યારબાદ કડીઓ જોડતા 9 અન્ય ભારતીય વોલેટ સામે આવ્યા, જેમાં મોહંમદ ઝુબેર પોપટીયાનું વોલેટ સૌથી વધુ શંકાસ્પદ હતું. જ્યારે ઝુબેરના વોલેટનું એનાલિસિસ કરાયું, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો કે ઈઝરાયલમાં MBCTA (ગેરકાયદેસર ફંડિંગ વિરોધી સંસ્થા) દ્વારા સીઝ કરાયેલા આતંકી વોલેટમાંથી સીધા જ ઝુબેરના ખાતામાં ફંડ આવતું હતું! અમેરિકા અને ઈઝરાયલની એજન્સીઓ પણ તપાસમાં સામેલ પોલીસે આ મામલે સલમાનના પિતા ગુલામઅલી અંસારીની પણ ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસ મુજબ વર્ષ 2023-24 દરમિયાન આ નેટવર્ક દ્વારા આશરે બે કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. એટલું જ નહીં, આરોપીઓ 2021 પહેલા Western Union જેવી MTSS સિસ્ટમથી પણ ફંડ મેળવતા હતા અને 2016થી 2021 વચ્ચે 9 દેશો સાથે આશરે 80 લાખ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો થયા છે. આ નેટવર્કના તાર અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને ઈઝરાયલની નેશનલ બ્યુરો ઓફ કાઉન્ટર ટેરરિઝમ દ્વારા બ્લેકલિસ્ટ કરાયેલા ક્રિપ્ટો ક્લસ્ટર સાથે સીધા જોડાયેલા છે, જેને પગલે હવે વૈશ્વિક સ્તરે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.આ પણ વાંચો----     Gujarat Policeનું ઓપરેશન મિલાપ, માત્ર 15 દિવસમાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા

Read Full Story arrow_forward